જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ બનાવશે સરકાર, PDP અને NC સાથે ગઠબંધનઃ સૂત્ર

News18 Gujarati
Updated: November 21, 2018, 6:17 PM IST
જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ બનાવશે સરકાર, PDP અને NC સાથે ગઠબંધનઃ સૂત્ર
ત્રણ પાર્ટીઓના નેતાઓએ ટૂંક સમયમાં જ રાજ્યપાલ સત્યપાલ મલિકને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

ત્રણ પાર્ટીઓના નેતાઓએ ટૂંક સમયમાં જ રાજ્યપાલ સત્યપાલ મલિકને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારના ગઠનને લઈ મહેબૂબા મુફ્તીની પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી), ઉમર અબ્દુલ્લાની અધ્યક્ષતાવાળી નેશ્નલ કોન્ફ્રન્સ (એનસી) અને કોંગ્રેસમાં ડીલ થવાના સમાચાર મળ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, રાજ્યના રાજકારણમાં ધુર વિરોધી માનનાર એનસી અને પીડીપીએ બીજેપીને રોકવા માટે પોતાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ પક્ષોની બેઠકમાં મુખ્યમંત્રી પદ માટે અલ્તાફ બુખારીના નામ પર સહમતિ બની છે. તેમને જણાવ્યું કે, ત્રણ પાર્ટીઓના નેતાઓએ ટૂંક સમયમાં જ રાજ્યપાલ સત્યપાલ મલિકને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

જ્યારે બીજી તરફ અલ્તાફ બુખારીએ મીડિયાને જણાવ્યું કે, ત્રણ પાર્ટીઓના નેતાઓએ નીતિગત આધાર પર ગઠબંધનનો નિર્ણય કર્યો છે. જોકે, હું હાલમાં વધારે જાણકારી આપી શકીશ નહી.

પીડીપી પાસે 28 ધારાસભ્ય છે, જ્યારે નેશનલ કોન્ફરન્સ પાસે 15 અને કોંગ્રેસના 12 ધારાસભ્ય છે. ત્રણે પાર્ટીઓ પાસે કુલ મળી 44 ધારાસભ્ય છે, જે બહુમત કરતા ઘણા વધારે છે. નેશનલ કોન્ફરન્સના સૂત્રોએ જણાવ્યું કે, તે ગઠબંધન સરકારમાં ભાગીદાર નહી બને, પરંતુ તેમને બહારથી સમર્થન આપવામાં કોઈ પરેશાની નથી.

રાજ્યમાં હાલ રાજ્યપાલ શાસન છે. 19 ડિસેમ્બરે રાજ્યપાલ લાશનની 6 મહિનાની મર્યાદા પૂરી થઈ રહી છે અને તેને હવે વધારી શકાય નહી. રાજ્યપાલ સત્યપાલ મલિકે 87 સભ્યોની વિધાનસભાને ભંગ નહી કરવાનો નિર્ણય લીધો છે. એવામાં 19 ડિસેમ્બર સુધીમાં જો કોઈ પાર્ટી સરકાર બનાવવા માટે સહમત નથી થતી તો, રાજ્યમાં રાષ્ટ્રપતિ સાશન લાવવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે, પીડીપી-બીજેપી ગઠબંધનમાંથી આ વર્ષે 16 જૂને બીજેપી અલગ થઈ ગઈ છે. ત્યારથી અહીં રાજ્યપાલ સાશન છે.
First published: November 21, 2018, 6:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading