Home /News /national-international /Breaking News: નવરાત્રિના પહેલા દિવસે ગુલામ નબી આઝાદે નવી પાર્ટી જાહેર કરી, નામ રાખ્યું - ડેમોક્રેટિક આઝાદ પાર્ટી

Breaking News: નવરાત્રિના પહેલા દિવસે ગુલામ નબી આઝાદે નવી પાર્ટી જાહેર કરી, નામ રાખ્યું - ડેમોક્રેટિક આઝાદ પાર્ટી

ગુલામ નબી આઝાદ - ફાઇલ તસવીર

Democratic Azad Party: આખરે ગુલાબ નબી આઝાદ ફરીથી મેદાનમાં આવ્યાં છે. તેમણે 26 ઓગસ્ટે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે આજે પહેલા નોરતે તેમણે નવી ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ની જાહેરાત કરી છે.

    જમ્મુઃ કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે નવરાત્રિના પહેલા દિવસે નવી પાર્ટીની જાહેરાત કરી છે. તેમણે આ પાર્ટીનું નામ ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી’ રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, 26 ઓગસ્ટે ગુલામ નબી આઝાદે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો હતો. તેઓ ઘણાં સમયથી કોંગ્રેસથી નારાજ હતા.

    સોનિયા ગાંધીને રાજીનામું સોંપ્યું હતું


    ગુલામનબી આઝાદે સોનિયા ગાંધીને રાજીનામાનો પત્ર લખ્યો હતો. તેમાં તેમણે લખ્યું છે કે, ‘ભારત જોડો યાત્રા કરતા પહેલાં કોંગ્રેસ જોડો યાત્રા કરવાની જરૂર હતી.’ આ ઉપરાંત તેમણે રાહુલ ગાંધીને સોંપાયેલા કોંગ્રેસના અધ્યક્ષપદ વિશે પણ આકરી ટીપ્પણીઓ કરી હતી. તેમણે વધુમાં લખ્યું હતુ કે, પાર્ટીએ સિનિયર અને સૌથી વધુ અનુભવી નેતાઓને સાઇડલાઇન કરી નાંખ્યા હતા. તેમની જગ્યાએ બિનઅનુભવી લોકોને પાર્ટીનું કામકાજ સોંપ્યું હતું.’

    આ પણ વાંચોઃ ગુલામ નબી આઝાદે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો

    રાજીનામામાં રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા


    કોંગ્રેસે અસંતુષ્ટ સમૂહ G-23ના મહત્વપૂર્ણ સદસ્ય રહેલા આઝાદે તેમના રાજીનામામાં લખ્યું છે કે, ‘સોનિયા ગાંધી માત્ર એક નામ પૂરતા જ વ્યક્તિ હતા. બધા જ મહત્વપૂર્ણ નિર્ણયો રાહુલ ગાંધી જ લેતા હતા. જો કે, તેનાથી પણ બદતર હાલત તો ત્યારે હતી કે જ્યારે તેમના અંગત સચિવ અને સુરક્ષા કર્મીઓ નિર્ણય લેતા હતા.’ ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું હતું કે, તેમણે 2013 પહેલાં પાર્ટીમાં હાજર તમામ સલાહકાર તંત્રને ધ્વસ્ત કરી નાંખ્યું હતું. બધા જ સિનિયર અને અનુભવી નેતાઓને સાઇડલાઇન કરી નાંખ્યા હતા અને બિનઅનુભવી ચાંપલૂસી કરતા લોકોની નવી મંડળીએ પાર્ટીની કમાન સંભાળી હતી.

    કોંગ્રેસમાં સામુહિક ચૂંટણીની પ્રકિયા દેખાડો અને ઢોંગઃ આઝાદ


    સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓનો હવાલો સોંપતા જમ્મુ કાશ્મીરના સંગઠનાત્મક પદેથી રાજીનામુ આપ્યાના થોડા દિવસ બાદ જ આઝાદે કોંગ્રેસમાંથી જ રાજીનામું આપ્યું છે. પાંચ પેજના રાજીનામામાં તેમણે લખ્યું હતું કે, ‘કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ હવે એવા બિંદુ પર આવીને પહોંચી ગઈ છે કે જ્યાંથી તેને પાછું ફરવું મુશ્કેલ છે. તેમાં થતી સામુહિક ચૂંટણીની પ્રકિયા એકમાત્ર દેખાડો અને ઢોંગ છે. દેશમાં ક્યાંય પણ સંગઠનના કોઈપણ સ્તરે ચૂંટણી પ્રકિયા નથી. 24 અકબર રોડમાં બેસીને કોંગ્રેસ પાર્ટીને ચલાવનારી ચાટુકાર મંડળી દ્વારા તૈયાર કરવામાં આવેલી સૂચનાઓ પર સહી કરવા માટે એઆઈસીસીએ પસંદ કરેલા લેફ્ટિનન્ટોને માત્ર મજબૂર કરવામાં આવ્યા હતા.’


    પાર્ટી પર બેજવાબદાર વ્યક્તિ થોપવાની કોશિશ કરવામાં આવતી હતીઃ આઝાદ


    કોંગ્રેસે અધ્યક્ષપદની ચૂંટણી ફરીથી સ્થગિત કરી છે ત્યારે જ આઝાદે રાજીનામું આપ્યું છે. કારણ કે પાર્ટીના મુખ્ય નેતા ભારત જોડી યાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગતા હતા અને સાથે જ રાહુલ ગાંધીને પાર્ટીની કમાન ફરીથી સોંપવા માટે એક છેલ્લો મોકો આપવા માગતા હતા. આઝાદે રાજીનામામાં રાહુલ ગાંધી પર સીધું નિશાન તાકતા લખ્યું હતું કે, ‘કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે ભાજપા અને રાજ્ય સ્તરે તમામ અન્ય પક્ષો સામે હથિયાર હેઠાં મૂકી દીધા હતા. આ બધું એટલા માટે થયું કારણ કે છેલ્લા 8 વર્ષમાં પાર્ટીનું નેતૃત્વ એક બેજવાબદાર વ્યક્તિ માથે થોપવાની કોશિશ કરવામાં આવતી હતી. વર્ષ 2019ની ચૂંટણીમાં હાર્યા પછી રાહુલ ગાંધીના અચાનક પદ છોડવાના ફેંસલાએ સ્થિતિ વધુ ખરાબ બનાવી દીધી હતી. UPAને નષ્ટ કરવાવાળા રિમોટ કંટ્રોલ મોડલ કોંગ્રેસ પર પણ લાગૂ થઈ ગયું છે.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Ghulam nabi azad, Indian Politics, Politics News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन