દિલ્હી પોલીસે એન્કાઉન્ટર બાદ 5 સંદિગ્ધ આતંકીઓને ઝડપ્યા, 3 કાશ્મીરી એન બેનો પંજાબ સાથે સંબંધ

એન્કાઉન્ટર બાદ ઝડપાયેલા સંદિગ્ધ આતંકીઓ પાસેથી હથિયાર અને અન્ય ગંભીર સામગ્રી જપ્ત કરવામાં આવી

એન્કાઉન્ટર બાદ ઝડપાયેલા સંદિગ્ધ આતંકીઓ પાસેથી હથિયાર અને અન્ય ગંભીર સામગ્રી જપ્ત કરવામાં આવી

 • Share this:
  નવી દિલ્હીઃ દેશની રાજધાનીના શકરપુરમાં એન્કાઉન્ટ બાદ પાંચ લોકોને હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા લોકોમાં બે પંજાબ અને ત્રણ કાશ્મીરના છે. ડીસીપી સ્પેશલ સેલ પ્રમોદ કુશવાહાએ જણાવ્યું કે દિલ્હી સ્થિત શકરપુરમાં પાંચ લોકો એક એન્કાઉન્ટરમાં પકડાઈ ગયા. મળતી માહિતી મુજબ પાંચમાંથી ત્રણ કાશ્મીર અને બે પંજાબના છે. કુશવાહાએ જણાવ્યું કે તેમની પાસેથી હથિયાર અને અન્ય ગંભીર સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

  સમાચાર એજન્સી ANI મુજબ, દિલ્હી પોલીસે કહ્યું કે આ ગ્રુપમાં પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ISI દ્વારા ડ્રગ્સના કારોબાર માટે સપોર્ટ મળેલો હતો. પોલીસે જણાવ્યું કે આ પાંચેય કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા, તેની પુષ્ટિ થવાની હજુ બાકી છે.

  આ પણ વાંચો, CAITએ EDને કરી માંગ, રિટેલ માર્કેટ ખરાબ કરાવાને લઈ Amazonની વિરુદ્ધ કરવામાં આવે કડક કાર્યવાહી

  મળતી જાણકારી મુજબ, કાશ્મીરના ત્રણ સંદિગ્ધોની ઓળખ શબીર અહમદ, મોહમ્મદ અયૂબ પઠાણ અને રીયાજ તરીકે થઈ છે. બીજી તરફ પંજાબના ગુરજીત સિંહ અને સુખદીપ સિંહને પોલીસે પકડ્યા છે.

  ડ્રગ્સની ખેપ લેવા આવ્યા હતા ગુરજીત અને સુખદીપ

  ધરપકડ કરવામાં આવેલા બે પંજાબના, ગુરજીત અને સુખદીપે 16 ઓક્ટોબર, 2020ના રોજ પંજાબમાં શૌર્ય ચક્રથી સન્માનિત બલવિંદર સંધૂની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેઓ પંજાબના ગેંગસ્ટર સુખ ભિખારીવાલ સાથે જોડાયેલા છે. મંગળવારે આ બંનેએ ત્રણ કાશ્મીરીઓ પાસેથી ડ્રગ્સની ખેપ લેવાની હતી.

  આ પણ જુઓ, VIDEO: લગ્નના થોડા કલાક પહેલા દુલ્હન કોરોના પોઝિટિવ, કોવિડ કેર સેન્ટરમાં PPE કિટ પહેરીને લીધા સાત ફેરા

  બે પંજાબી ગેંગસ્ટર્સની સાથે જમ્મુ-કાશ્મીરના 3 વ્યક્તિ પાકિસ્તાન આધારિત અને આઇએસઆઇ સમર્થિત ડ્રગ્સ તસ્કરી સિન્ડિકેટનો હિસ્સો છે અને ફરાર ગેંગસ્ટર સુખ ભિખારીવાલ સાથે પણ જોડાયેલા છે.
  Published by:Mrunal Bhojak
  First published: