અનામિકા સિંહ, લખનઉ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) આજે દિલ્હી પહોંચ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે આજે લગભગ દોઢ કલાક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે તેમના આવાસ પર મુલાકાત કરી હતી. શુક્રવારે તેમની વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત થવાની છે. યોગી આદિત્યનાથના અચાનક દિલ્હી પ્રવાસને લઈ લખનઉના રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજ બપોરે 3:30 વાગ્યે સ્ટેટ પ્લેનથી દિલ્હી પહોંચ્યા હતા. સાંજે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. શુક્રવાર સવારે 11 વાગ્યે યોગી વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે.
UP CM Yogi Adityanath to arrive in Delhi, he is likely to meet Prime Minister Narendra Modi tomorrow.
અચાનક યોગી આદિત્યનાથના દિલ્હી પ્રવાસને લઈ અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે તેમની આ મુલાકાત ઉત્તર પ્રદેશના અનેક મુદ્દાઓ પર થઈ શકે છે. આ મુલાકાતોમાં પંચાયત ચૂંટણીમાં પાર્ટીનું પ્રદર્શન (UP Panchayat Elections), આગામી વિધાનસભા ચૂંટણી (UP Assembly Election) અને વેક્સીનેશન (Corona Vaccination) જેવા મુદ્દાઓ મુખ્ય હશે. ઉત્તર પ્રદેશમાં હાલમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ અંગે પણ ચર્ચા થઈ શકે છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી લખનઉ (Lucknow)ના રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓએ વેગ પકડ્યું છે. આ ચર્ચાઓના કેન્દ્રમાં બીજેપી (BJP) છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય ટીમના લખનઉ પ્રવાસ, યૂપી પ્રભારી રાધા મોહન સિંહની રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષ સાથે મુલાકાત ચર્ચામાં રહ્યા. જોકે, પાર્ટી નેતૃત્વ તરફથી આ મુલાકાતોને ઔપચારિક જ ગણાવવામાં આવી અને બેઠકોને સામાન્ય પ્રક્રિયા કહી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર