છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી અજીત જોગીનું નિધન, 74 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ

News18 Gujarati
Updated: May 29, 2020, 4:02 PM IST
છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી અજીત જોગીનું નિધન, 74 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ
અજીત જોગી

અજીત જોગીને કાર્ડિયક અરેસ્ટ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

  • Share this:
છત્તીસગઢ (Chhattisgarh)ના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગી (Ajit Jogi)નું 74 વર્ષની ઉંમરે નિધિન થયું છે. આજે તેમણે છેલ્લા શ્વાસ લીધા. અજીત જોગીને કાર્ડિયક અરેસ્ટ (Cardiac Arrest) પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે 9 મેથી હોસ્પિટલમાં દાખલ હતા. અજીત જોગીને વેન્ટીલેટર (Ventilator)ની મદદથી શ્વાસ આપવામાં આવતો હતો. પણ તેમના મગજની ગતિવિધિઓ ઓછી થઇ રહી હતી. અને થોડાક સમયથી તેમની સ્થિતિ નાજુક હતી. લગભગ 20 દિવસ સુધી જોગી કોમામાં રહ્યા હતા. બુધવારે રાત્રે તેમને ફરી કાર્ડિયેક અરેસ્ટ આવ્યો. અને શુક્રવારે તેમની તબિયત વધુ બગડવા લાગી. જે બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

નોંધનીય છે કે 9 મેની સવારે કાર્ડિયેક અરેસ્ટ પછી રાયપુરના શ્રી નારાયણા હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરનું કહેવું છે કે કાર્ડિયેક અરેસ્ટ પછી અજીત જોગીના ધબકારા રોકાઇ ગયા હતા. અને તે કોમામાં જતા રહ્યા હતા. અને તે પછી તેમના સ્વાસ્થયમાં કોઇ સુધાર જોવા નહતો મળ્યો.
9 મેની સવારે લગભગ 10-11 વાગ્યાની આસપાસ અજીત યોગી તૈયાર થઇને લોનમાં વ્હીલચેરના માધ્યમથી ફરી રહ્યા હતા. ત્યારે તેમને કાર્ડિયેક અરેસ્ટ આવ્યો. ગંભીર સ્થિતિમાં તેમને રાજધાની રાયપુરના દેવેન્દ્ર નગર સ્થિતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારેથી તેમની સ્થિત નાજુક જ હતી. ડૉક્ટરોએ પણ દેશભરના અલગ અલગ હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટરોથી ટેલી કોન્ફેંસિંગ દ્વારા ચર્ચા કરી અજીત જોગીની સારવાર કરવાનો પ્રયાસ કર્યો. તેમના બ્રેનને એક્ટિવ કરવા મ્યૂઝિકલ થેરેપીનો પણ સહારો લીધો. પણ છેવટે તેમણે પોતાનું શરીર છોડી ચીર વિદાય લીધી.

ઉલ્લેખનીય છે કે અજીત જોગી છત્તીસગઢના પહેલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષોથી સેવા આપી ચૂકેલા જોગી મિકેનિકલ એન્જીનિયર હતા. તેમણે તેમના કાર્યકાળમાં છત્તીસગઢના વિકાસના કાર્યો માટે અનેક પ્રયાસ કર્યા હતા. આજે તેમના નિધનથી તેમનો પરિવાર શોકમય બન્યો છે.
First published: May 29, 2020, 4:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading