Home /News /national-international /દિલ્હી એરપોર્ટ પર દંપત્તિ પાસેથી 22 લાખ રૂપિયાની હેન્ડ ગન જપ્ત, મચ્યો હડકંપ

દિલ્હી એરપોર્ટ પર દંપત્તિ પાસેથી 22 લાખ રૂપિયાની હેન્ડ ગન જપ્ત, મચ્યો હડકંપ

હેન્ડ ગન સ્મગલીંગ કરનાર કપલની ધરપકડ

આ હેંડગન (Hand gun) પતિ-પત્ની (couple) પાસેથી મળી છે જે વિયતનામ (vietnam) થી લઈને આવી રહ્યાં હતા. આ હેંડગનોની કિંમત 22 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કસ્ટમ કમિશ્નરે જણાવ્યું કે, આરોપીઓએ પૂછપરછ દરમિયાન તે વાત પણ કબૂલી છે કે આનાથી પહેલા તેઓ 25 હેંડગન તસ્કરી કરીને ભારત લાવ્યા હતા

વધુ જુઓ ...
નવી દિલ્હી : દિલ્હી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Delhi Indira Gandhi International Airport) પર બુધવારે કંઈક એવું મળ્યું કે જેને કસ્ટમ અધિકારીઓને પણ ચૌંકાવી દીધા છે. આઈજીઆઈ (IGI) પર ભારતીય પતિ-પત્ની પાસે કસ્ટમ અધિકારીઓએ 45 હેન્ડ ગન (Hand gun) મળી આવી હતી. તે પછી દંપત્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. કસ્ટમ અધિકારીઓ પાસેથી મળી રહેલી જાણકારી અનુસાર હેન્ડગમ તસ્કરી થવાની પ્રારંભિક માહિતી એનએસજી તરફથી મળી હતી, જે પછી એરપોર્ટ પર સઘન તપાસ કરવામાં આવી રહી હતી અને આ દરમિયાન બંને આરોપી પાસે મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા હતા.

જાણકારી અનુસાર આ હેંડગન પતિ-પત્ની પાસેથી મળી છે જે વિયતનામથી લઈને આવી રહ્યાં હતા. આ હેંડગનોની કિંમત 22 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કસ્ટમ કમિશ્નરે જણાવ્યું કે, આરોપીઓએ પૂછપરછ દરમિયાન તે વાત પણ કબૂલી છે કે આનાથી પહેલા તેઓ 25 હેંડગન તસ્કરી કરીને ભારત લાવ્યા હતા જેની કિંમત 12 લાખ રૂપિયા હતી. આ હથિયાર તેમને બે સ્ટ્રોલી બેંગમાં ભરીને રાખી હતી.

કસ્ટમ અધિકારીઓએ જાણકારી આપી છે કે, એનએસજીએ તે પણ જણાવ્યું હતુ કે આરોપીઓ પાસે મોટી સંખ્યામાં હથિયાર છે. સાથે જ તેમના પાસે મળનાર હેન્ડ ગન બધી જ રીતે ફંક્શનલ છે.

આ પણ વાંચોગુજરાત હાઈકોર્ટે શાળાઓમાં ભગવદ ગીતાના પ્રસ્તાવ પર સ્ટે આપવાનો કર્યો ઈન્કાર, સરકાર પાસે માંગ્યો જવાબ

અસલી કે નકલી

જોકે, હાલમાં કસ્ટમ અધિકારીઓને તે વાતની જાણકારી નથી કે, એરપોર્ટ પર બંને આરોપીઓ પાસેથી મળેલી 45 હેન્ડ ગન અસલી છે કે નકલી. અધિકારીઓનું કહેવું છે કે, બેલેસ્ટિક રિપોર્ટ પછી તે વાતની પુષ્ટિ થઈ શકશે કે આ ગન અસલી છે કે નકલી. હાલમાં કસ્ટમ અધિકારીઓએ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમના સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. તે જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે, આટલી મોટી સંખ્યામાં હેન્ડ ગન કોના પાસેથી લાવ્યા અને આગળ કોને આપવા જઈ રહ્યાં છે.
First published:

Tags: Delhi airport, International Airport, Smuggling

विज्ञापन