સરકારે રાતો રાત વધાર્યા ટેકાના ભાવ, ઘઉં સહિત જાણો ક્યા ક્યા પાકના વધ્યા ભાવ

News18 Gujarati
Updated: October 3, 2018, 7:51 PM IST
સરકારે રાતો રાત વધાર્યા ટેકાના ભાવ, ઘઉં સહિત જાણો ક્યા ક્યા પાકના વધ્યા ભાવ
કૃષી મંત્રી રાધામોહન સિંહે કહ્યું કે, સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બે ઘણી કરવાનું છે

કૃષી મંત્રી રાધામોહન સિંહે કહ્યું કે, સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બે ઘણી કરવાનું છે

  • Share this:
કેન્દ્રની મોદી સરકારે રવી પાકનું ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી) વધારી દીધુ છે. કેબિનેટની બેઠકમાં ઘઉં, ચણા, સરસો, જવ અને મેસુરની એમએસપીમાં વધારાને મંજૂરી મળી ગઈ છે. એવામાં ઘઉંનું નવું ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય 1,735 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારી 1840 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દેવામાં આવ્યું છે. ચણાની એમએસપી રૂ 4440થી વધારી 4612 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દેવામાં આવી છે. જ્યારે મસૂરની દાળની એમએસપી 4250થી વધારી 4475 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે.

કૃષી મંત્રી રાધામોહન સિંહે કહ્યું કે, સરકારનું લક્ષ્ય ખેડૂતોની આવક બે ઘણી કરવાનું છે. રવી પાકની એમએસપી વધવાથી ખેડૂતોને 62635 કરોડ રૂપિયાની વધારાની આવક થશે. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સરસો પર ખેડૂતોનો ખર્ચ 2212 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આવે છે અને સરકારે તેની એમએસપી 4200 રૂપિયાથી વધારે નક્કી કરી છે. તેમણે કહ્યું કે, ઘઉંની એમએસપી 112 ટકા, ચણાની 75 ટકા, સરસોની 89 ટકા ખર્ચ મૂલ્યથી વધારી છે.

ખેડૂતોની સમસ્યા માટે બનાવવામાં આવેલી નવી સમિતિએ જણાવ્યું કે, ખેડૂતોની સમસ્યા માટે રાજ્યમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની અધ્યક્ષતામાં 9 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે.

કયા આધાર પર નક્કી થઈ કિંમત?
કૃષી ખર્ચ એને મૂલ્ય આયોગ(CACP)ની ભલામણના આધાર પર જ કેબિનેટે એમએસપી વદારવાની મંજૂરી આપી છે. સીએસપીએ ઘઉંના સમર્થન મૂલ્યમાં 105 રૂપિયા પ્રતિ ક્વિંટલનો વધારો કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જ્યારે સરસોના સમર્થન મૂલ્યમાં 200 રૂપિયા પ્રતિ ક્વિંન્ટલના વધારાનો પ્રસ્તાવ હતો. આ રીતે ચણામાં 220 રૂપિયા, મસૂર દાળમાં 225 રૂપિયા, જવમાં 30 રૂપિયા અને સૂરજમુખીના સમર્થન મૂલ્યમાં 845 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના વદારાનો પ્રસ્તાવ આપ્યો હતો.

CACP પ્રસ્તાવ સ્વીકાર થયા બાદ ઘઉંનું સમર્થન મુલ્ય વધીને 1840 રૂપિયા, જવનું 1440 રૂપિયા અને ચણાનું 4660 રૂપિયા, મસૂરનું 4475 રૂપિયા, સરસોનું 4200 રૂપિયા અને સૂરજમુખીનું 4945 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયું છે.શું હોય છે એમએસપી?
ખેડૂતોની તેમના પાકના ખર્ચથી વધારે પૈસા મળે, તેના માટે ભારત સરકાર દેશભરમાં એક ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી) નક્કી કરે છે. ખરીદદાર ન મળવા પર સરકાર એમએસપી પ્રમાણે નક્કી કરેલી રકમ ચૂકવી ખેડૂત પાસેથી પાક ખરીદી લે છે.
First published: October 3, 2018, 7:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading