બ્રાઝિલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ 7 કિલોગ્રામથી વધારે વજન ધરાવતું 2 ફુંટ લાંબા બાળકનો જન્મ થયો છે. લોકો આ બાળકને જોયા બાદ દંગ રહી ગયા હતા.
Super Size Baby: બ્રાઝિલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ 7 કિલોગ્રામથી વધારે વજન ધરાવતું 2 ફુંટ લાંબા બાળકનો જન્મ થયો છે. લોકો આ બાળકને જોયા બાદ દંગ રહી ગયા હતા. આ સુપરસાઈઝ બાળકનું નામ એંગરસન સંટોઝ (Angerson Santos) રાખવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, નોર્મલ ડિલીવરીથી આ મોટી સાઈઝના બાળકનો જન્મ નથી થયો. ડોક્ટરે બાળકની ડિલીવરી ઓપરેસનથી કરાવી છે. ડોક્ટરે જણાવ્યું કે, તેમણે જન્મના સમયે આટલું મોટુ બાળક પહેલા ક્યારેય નથી જોયું.
દ મિરરમાં છપાયેલ એક રિપોર્ટ અનુસાર, બ્રાઝિલમાં આ સુપરસાઈઝ બાળકનો જન્મ 18 જાન્યઆરીએ થયો છે. જ્યારે આ બાળકની લંબાઈ અને વજન માપવામાં આવી તો, સૌ કોઈ હેરાન રહી ગયા હતા. ડોક્ટર્સે દાવો કર્યો છો કે, લગભગ 2 ફુટની લંબાઈવાળુ આ નવજાત દુનિયામાં સૌથી મોટુ હોઈ શકે છે.
માતાએ આપ્યું આવું રિએક્શન
આપને જણાવી દઈએ કે, આ બાળકની માતાનું નામ ક્લેડિન સંટોસ છે. તેની ઉંમર 27 વર્ષ છે. તે હોસ્પિટલમાં રુટીન ચેકઅપ માટે આવી હતી. તે જ સમયે તેને હોસ્પિટલમાં ભરતી કરવી પડી અને ત્યાર બાદ તેણે સુપરસાઈઝ બેબીને જન્મ આપી દીધો. માતાએ જણાવ્યું કે, દીકરાના જન્મથી તે બહુ ખુશ છે.
ડોક્ટર્સે જણાવ્યુ કે, સુપરસાઈઝ બેબીની હાલત ઠીક છે. તે સંપૂર્ણપણે સ્વસ્થ્ય છે. પણ એક તકલીફ સામે આવી છે. બેબી માટે તેના માતા-પિતા જે કપડા લાવ્યા હતા, તે ફીટ થતાં નથી. હોસ્પિટલે તેના એક ફંડરેજર કેમ્પેઈન ચલાવ્યું છે, તેનાથી પરિવારને મદદ મળશે.
સુપરસાઈઝ બેબીનો રેકોર્ડ તોડ્યો
અહીં ઉલ્લેખનિય છે કે, બ્રાઝિલમાં આ અગાઉ 2014માં 6.7 કિલોગ્રામ વજનના બાળકનો જન્મ થયો હતો. તેની લંબાઈ 57 સેન્ટીમીટર હતી. એંગરસને આ બાળકનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર