બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખે PM મોદીની પ્રશંસા કરતા કહ્યુ -'હનુમાનની જેમ સંજીવની આપવા માટે ભારતનો આભાર'

News18 Gujarati
Updated: April 8, 2020, 11:50 AM IST
બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખે PM મોદીની પ્રશંસા કરતા કહ્યુ -'હનુમાનની જેમ સંજીવની આપવા માટે ભારતનો આભાર'
બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ સાથે પીએમ મોદી (ફાઇલ તસવીર)

ભારત તરફથી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા મોકલવાની તુલના બ્રાઝિલના પ્રમુખે હનુમાન દ્વારા લાવવામાં આવેલી સંજીવની જડીબુટ્ટી સાથે કરી.

  • Share this:
નવી દિલ્હી : ભારતે કોરોના વાયરસ (Coronavirus Medicine)માટે જડીબુટ્ટી સાબિત થનારી દવાનો જથ્થો અમેરિકા (US )સહિત દેશોને પૂરો પાડવા માટે દવાઓના નિકાસ પરનો પ્રતિબંધ આંશિક રીતે હટાવી દીધો છે. આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રશંસા થઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ (US President Trump) બાદ હવે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ (Brazil President) ઝાયર બોલસોનારો (Jair Bolsonaro)એ કોરોના સંક્રમિત લોકોની સારવાર માટે મદદરૂપ થઈ રહેલી મલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquine) આપવા માટે ભારતનો આભાર માન્યો છે.

ખાસ વાત એ છે કે બ્રાઝિલે ભારતની મદદની સરખામણી રામાયણના હનુમાન દ્વારા લાવવામાં આવેલી સંજીવની જડીબુટ્ટી સાથે કરી છે. નોંધનીય છે કે લૉકડાઉનના સમયમાં આજકાલ ભારતમાં દૂરદર્શન પર રામાયણ ફરીથી પ્રસારીત કરવામાં આવી રહી છે. આ દરમિયાન લોકો પણ રામાયણના અનેક સંવાદોનો ઉલ્લેખ કરી રહ્યા છે.

આ પણ વાંચો : હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા મળતાં જ ટ્રમ્પના સૂર બદલાયા, કહ્યું- મોદી શાનદાર નેતા

બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ જાયર બોલોનારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આભાર માન્યો છે. આ પત્રમાં ભારત-બ્રાઝિલની દોસ્તી અને ભારતની મદદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લખ્યું, "કોરોના વાયરસની મહામારી વચ્ચે જેવી રીતે ભારતે બ્રાઝિલની મદદ કરી છે, તે બિલકુલ એવી મદદ છે જેમ રામાયણમાં હનુમાને રામના ભાઈ લક્ષ્મણનો જીવ બચાવવા માટે સંજીવની લાવીને કરી હતી."આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મદદ બદલ પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. આ અંગે ટ્રમ્પે કહ્યું હતું કે, 'મેં પીએમ મોદીને પૂછ્યું કે શું તેઓ આ દવા આપશે? તેઓ ખરેખર શાનદાર છે. તેમણે અમેરિકાની મદદ કરી છે.'

અમેરિકાની ન્યૂઝ ચેન્લ ફૉક્સ ચેનલ સાથે વાતચીત કરતા ટ્રમ્પે કહ્યું કે, ભારતે પોતાની જરૂરીયાત માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ અંગે પીએમ મોદી સાચા હતા. તેમણે અમેરિકાની મદદ કરી છે.
First published: April 8, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading