નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બે વેક્સીન (Covid-19 Vaccine)ને મંજૂરી મળવાની સાથે જ દુનિયાની નજર હવે ભારત પર ટકેલી છે. બ્રાઝીલ (Brazil)ના રાષ્ટ્રપ્રમુખ જાયર બાલસોનારો (Jair Bolsonaro)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ને પત્ર લખી એસ્રાે જેનેકા વેક્સીનના 20 લાખ ડોઝ આપવાનો અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે, DCGIએ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ની કોવિશીલ્ડ (Covishield) અને ભારત બાયોટેક (Bharat Biotech)ની વેક્સીન કોવેક્સીન (Covaxin)ને ઇમરજન્સી ઉપયોગ માટે અંતિમ મંજૂરી આપી દીધી છે.
બોલસોનારોના પત્રને તેમની પ્રેસ ઓફિસમાંથી જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અમેરિકા બાદ બ્રાઝીલમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા છે. બ્રાઝીલમાં કોરોનાથી અત્યાર સુધીમાં 2,01,542 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે આ બીમારીના ઝપટમાં 80,15,92O લોકો આવી ચૂક્યા છે. રાષ્ટ્રપ્રમુખ જાયર બોલસોનારોએ પત્ર લખીને નરેન્દ્ર મોદીને કહ્યું છે કે બ્રાઝીલ પર વેક્સીનેશન કાર્યક્રમની શરૂઆત કરવા માટે દબાણ વધતું જઈ રહ્યું છે.
આ પણ વાંચો, Covid-19 Vaccine: મમતા બેનર્જીની જાહેરાત- બંગાળમાં મફતમાં આપવામાં આવશે કોરોનાની વેક્સીન
તેઓએ કહ્યું કે, જ્યારથી બ્રાઝીલની આસપાસના દેશોમાં કોરોના વેક્સીનેશનનો કાર્યક્રમ શરૂ થવો છે ત્યારથી બ્રાઝીલની જનતા સતત સરકાર પર આ વાતને લઈ દબાણ ઊભી કરી રહી છે. બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખે ભારત સરકારને પત્ર લખીને કહ્યું છે કે અમારા રાષ્ટ્રીય કાર્યક્રમને વહેલી તકે શરૂ કરવામાં ભારત અમારી મદદ કરે. તેઓએ કહ્યું કે હું ઈચ્છું છું કોવિડ વેક્સીનના 20 લાખ ડોઝ, ભારતીય વેક્સીનેશન અભિયાનને નુકસાન પહોંચાડ્યા વિના ઝડપથી અમને મોકલવમાં આવે.
આ પણ વાંચો, Blackout in Pakistan: પાકિસ્તાનમાં વીજળી ડુલ, ઈસ્લામાબાદથી કરાચી સુધી તમામ શહેરો અંધારામાં ડૂબ્યા
નોંધનીય છે કે, બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ જાયર બોલસોનારોનો આ પત્ર વડાપ્રધાન મોદીને ત્યારે આવ્યો છે જ્યારે બ્રાઝીલની સરકારી સંસ્યા ફિઓક્રૂઝ બાયોમેડિકલ સેન્ટરને એસ્ટ્રાજેનેકાની વેક્સીન માટે જરૂરી પ્રોડક્ટની આપૂર્તિ થવામાં વિલંબ થવાનો છે. ફિઓક્રૂઝ બાયોમેડિકલ સેન્ટરને શનિવાર સુધી પ્રોડક્ટ મળવાની આશા હતી પરંતુ હવે આ સપ્લાય આ મહીનાના અંત સુધીમાં થશે.
Published by:Mrunal Bhojak
First published:January 10, 2021, 13:49 pm