બ્રાસીલિયાઃ બ્રાઝીલ (Brazil)ના રાષ્ટ્રપ્રમુખ જાયર બાલ્સોનારો (Jair Bolsonaro)એ દુનિયાની સામે આશ્ચર્યમાં મૂકનારું નિવેદન આપ્યું છે. જાયરે કહ્યું છે કે તેમના ફેફસાંમાં મોલ્ડ છે. જેના કારણે તેઓ ઘણી નબળાઈ અનુભવી રહ્યા છે અને આ જ કારણ છે કે તેઓ એન્ટીબાયોટિક્સ દવાઓ લઈ રહ્યા છે. નોંધનીય છે કે, જાયર બાલ્સોનારો થોડા દિવસ પહેલા જ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયા હતા અને તેમને થોડા સપ્તાહ આઇસોલેશન (Isolation)માં રહેવું પડ્યું હતું.
રાષ્ટ્રપ્રમુખ જાયરે કહ્યું કે, તેઓએ લોહીની તપાસ કરાવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે મારા ફેફસામાં મોલ્ડ થઈ ગયો છે, જેના કારણે તેમને ઘણી નબળાઈ અનુભવાય છે. લાઇવસ્ટ્રીમ માધ્યમથી વાત કરતાં તેઓએ ઇન્ફેક્શન વિશે તો કંઈ ન જણાવ્યું પરંતુ પોતાની મુશ્કેલીઓ વિશેની જાણકારી ચોક્કસ આપી દીધી.
નોંધનીય છે કે, ફેફસામાં ‘મોલ્ડ’ થવાનો અર્થ થાય છે કે ફેફસાની કેવીટી એટલે કે ખાલી જગ્યામાં બેક્ટીરિયલ કે ફન્ગલ સ્પોર્સ થઈ જાય છે. તેની જો સમયસર સારવાર ન કરાવવામાં આવી તો ટીબી પણ થઈ શકે છે. આ દરમિયાન ફેફસા કપાસના ફૂલ જેવા દેખાવા લાગે છે. મોલ્ડને આ રીતે સમજી શકાય છે કે જેમ સફરજનમાં અનેકવાર ફંગસ ઊગી જાય છે તેવી જ રીતે મનુષ્યના ફેફસામાં પણ ફંગસ લાગી જાય છે. જેના કારણે મનુષ્યને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને મોટાભાગનો સમય ઊધરસ આવે છે.
બ્રાઝીલની પ્રથમ મહિલાને પણ કોરોના પોઝિટિવ : બ્રાઝીલની પ્રથમ મહિલા અને દેશની વધુ એક કેબિનેટ મંત્રી કોરોના વાયરસ સંક્રમિત થવાની પુષ્ટી થઈ છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી માર્કોસ પોંટેસ એ ટ્વિટ કર્યું કે, તેઓ પણ કોરોના સંક્રમિત થયા છે અને હાલમાં ક્વૉરન્ટિન છે. તેઓ દેશના રાષ્ર્ફપ્રમુખ જેયર બાલ્સોનારોના મંત્રીમંડળના પાંચમા સભ્ય છે, જે સંક્રમિત થયા છે. બાદમાં રાષ્ટ્રપ્રમુખના પ્રેસ કાર્યાલયે નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, પ્રથમ મહિલા મિશેલ બોલ્સોનારો પણ સંક્રમિત થયા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મિશેલ સ્વસ્થ છે પરંતુ નિયત પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર