સાઓ પાઉલો : બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનોરોએ (Brazil President Jair Bolsonaro)કોરોના વાયરસ વેક્સીન (Coronavirus Vaccine)પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે ફાઇઝર બાયોન્ટેક કંપની (Pfizer Vaccine)દ્વારા વિકસિત કોરોના વેક્સીન લગાવવાથી લોકોને મગર કે દાઢી વાળી મહિલા બનાવી દેશે. દક્ષિણપંથી નેતા બોલ્સોનારો શરૂઆતથી જ કોરોના વાયરસને હળવાશથી લઈ રહ્યા છે. ગત વર્ષના અંતમાં શરૂ થયેલ કોરોના વાયરસને તેમણે હળવો તાવ ગણાવ્યો હતો. આ સપ્તાહે જ્યારે આખા દેશમાં માસ વેક્સીનેશનની શરૂઆત થઈ તો બોલ્સોનારોએ પોતે વેક્સીન લગાવવાની ના પાડી દીધી હતી.
બોલ્સોનારોએ કહ્યું હતું કે ફાઇઝરે પોતાના કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે અમે વેક્સીનના સાઇડ ઇફેક્ટની કોઈ જવાબદારી લઈ રહ્યા નથી. તેમણે આ કોન્ટ્રાક્ટને મજાક બનાવતા કહ્યું હતું કે જો તમે વેક્સીન લગાવ્યા પછી મગર બની જશો તો તે તમારી સમસ્યા છે.
બ્રાઝિલમાં ફાઇઝર વેક્સીનનો ઘણા સપ્તાહથી ટ્રાયલ ચાલી રહ્યો છે. અમેરિકા અને બ્રિટનમાં આ કંપનીનો સામુહિક ટિકાકરણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. તેમણે વેક્સીન બનાવનાર કંપનીની મજાક બનાવતા કહ્યું કે જો તમે સુપરહ્યુમન બની ગયા કે કોઈ મહિલાને દાઢી નીકળી આવે અને એક પુરુષનો આવાજ મહિલાઓની જેમ થઈ જાય તો તે વિશે દવા કંપની કશું પણ કરશે નહીં.
" isDesktop="true" id="1056578" >
બુધવારે સામૂહિક ટિકાકરણ અભિયાન લોન્ચ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બોલ્સોનારોએ કહ્યું કે આ વેક્સીન મફતમાં લગાવવામાં આવશે પણ તેને લગાવવી ફરજિયાત નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર