ખેડૂતની સમયસૂચતાથી મોટી દૂર્ઘટના ટળી, સળગતા ટ્રેક્ટરને પહોંચાડ્યું ગામ બહાર

News18 Gujarati
Updated: November 17, 2018, 7:51 AM IST
ખેડૂતની સમયસૂચતાથી મોટી દૂર્ઘટના ટળી, સળગતા ટ્રેક્ટરને પહોંચાડ્યું ગામ બહાર

  • Share this:
કર્ણાટકમાં એક ખેડૂતે સમયસૂચતા વાપરી મોટી દૂર્ઘટના ટાળી હતી. 28 વર્ષના યાંકપ્પા નામના ખેડૂતે પોતાનું ટ્રેક્ટર ચલાવી રહ્યાં હતા. અચાનક આ ટ્રેક્ટરમાં આગ લાગી હતી. થોડી જ સેકન્ડમાં આગે ભયાનક સ્વરૂપ પકડી લીધું હતું. જો કે યાંકપ્પાએ સમયસૂચકતા વાપરી ટ્રેક્ટરને ગામની બહાર લઇ ગયા. જેથી આખુ ગામ આગની ઝપેટમાં આવતાં બચી ગયું હતું.

બાગલકોટ જિલ્લાના જમ્માનકટ્ટી ગામના યાંકપ્પા લોડેડ ટ્રેક્ટર લઇ ગામડાંના સાંકળા રસ્તા પરથી પસાર થઇ રહ્યાં હતા. અચાનક વીજળીના તારના સંપર્કમાં આવી જતાં ટ્રેક્ટરમાં આગ લાગી ગઇ. ટ્રેક્ટરમાં 20 ફૂટ જેટલું ઘાસ ભરેલું હતું. જેમાં આગ લાગી જેણે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું. ગામમાં રસ્તામાં અનેક ઘર પણ હતા, જેમાં આગ લાગવાની શક્યતા હતી. યાંકપ્પાએ સ્થિતિને તુરંત માપી લીધી. ટ્રેક્ટરમાં આગ લાગી તેનાથી ડ્રાઇવર યાંકપ્પાને પણ તકલીફ પડી રહી હતી, જો કે તેઓ ટ્રેક્ટર પરથી નીચ ન ઉતર્યા અને સળગતા ટ્રેક્ટરને ગામની બહાર સ્થિત તળાવ સુધી લઇ ગયા હતા.

બાગલકોટ જિલ્લાના જમ્માનકટ્ટી ગામના યાંકપ્પા લોડેડ ટ્રેક્ટર લઇ ગામડાંના સાંકળા રસ્તા પરથી પસાર થઇ રહ્યાં હતા. અચાનક વીજળીના તારના સંપર્કમાં આવી જતાં ટ્રેક્ટરમાં આગ લાગી


યાંકપ્પા ટ્રેક્ટરને લઇને ગામની બહાર ઝીલમાં પહોંચી ગામમાં આગ લાગતા બચાવ્યું હતું. ન્યૂઝ 18 સાથે વાતચીતમાં યાંગપ્પાએ જણાવ્યું કે આગ લાગ્યા બાદ મે ટ્રેક્ટરને તળાવમાં લઇ જવાનું નક્કી કર્યું. ગામના કેટલાક લોકોએ પણ મને આ જ સલાહ આપી, તેઓએ કહ્યું કે ગામને આગથી બચાવવા માટે બીજો કોઇ ઉપાય ન હતો.

જો કે સળગતા ટ્રેક્ટરને તળાવ સુધી લઇ જવું મુશ્કેલ હતું. રસ્તામાં લોકો પાણી ફેંકી આગ ઓલાવવાના પ્રયાસ કરી રહ્યાં હતા.


જો કે સળગતા ટ્રેક્ટરને તળાવ સુધી લઇ જવું મુશ્કેલ હતું. રસ્તામાં લોકો પાણી ફેંકી આગ ઓલાવવાના પ્રયાસ કરી રહ્યાં હતા. પરંતુ તેનો કોઇ ફાયદો થયો નહીં, યાંકપ્પાએ ટ્રેક્ટરને તળાવ સુધી પહોંચાડી પોતે સુરક્ષીત બહાર નીકળી ગયા. ત્યારબાદ પણ એક કલાક સુધી આગ લાગવાનું ચાલુ જ હતું. સોશિયલ મીડિયા પર યાંકપ્પાની બહારદુરીનો વીડિયો વાયરલ બન્યો છે.
First published: November 16, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading