Home /News /national-international /Sonali Phogat Death Case: પાણીમાં ડ્રગ્સ ભેળવીને સોનાલીને આપ્યું, પછી 2 કલાક સુધી ટોઇલેટમાં રહ્યા, CCTVમાં ખુલાસોઃ ગોવા પોલીસ

Sonali Phogat Death Case: પાણીમાં ડ્રગ્સ ભેળવીને સોનાલીને આપ્યું, પછી 2 કલાક સુધી ટોઇલેટમાં રહ્યા, CCTVમાં ખુલાસોઃ ગોવા પોલીસ

સોનાલી ફોગાટ - ફાઇલ તસવીર

Sonali Phogat Death Case: ગોવા પોલીસે કહ્યુ કે, ફૂટેજમાં દેખાઈ રહ્યુ છે કે આરોપીઓએ પાણીમાં કંઇક ભેળવીને પીવડાવ્યું છે. ત્યારબાદ આરોપી પીડિતાને ટોઇલેટ તરફ લઈ જાય છે અને બે કલાક ટોઇલેટમાં રહે છે. પોલીસના કહ્યા અનુસાર, આરોપીઓએ અત્યાર સુધી આ અંગે કહ્યુ નથી.

વધુ જુઓ ...
ચંદીગઢઃ ભાજપની નેતા અને ટીકટોક સ્ટાર સોનાલી ફોગાટના મોત કેસમાં હવે ડ્રગ્સની એન્ટ્રી થઈ ગઈ છે. સોનાલી ફોગાટને જબરદરસ્તી ડ્રગ્સના ડોઝ આપવામાં આવતા હતા તેવા પુરાવા મળ્યા છે. ગોવા પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘આરોપી સુખવિંદર અને સુધીર સાંગવાને કબૂલ્યું હતુ કે, તેમણે ડ્રિન્કમાં ઓબ્નોક્સિયસ કેમિકલ ભેળવ્યું હતું. આ ઉપરાંત વીડિયોમાં દેખાઈ રહ્યુ હતુ કે એક વ્યક્તિ તેને જબરદસ્તી કંઈક પીવડાવવાની કોશિશ કરી રહ્યો છે.’

પોલીસે સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા

પોલીસે જણાવ્યું છે કે, સોનાલી ફોગાટની હત્યા રૂપિયા અને પ્રોપર્ટી માટે કરવામાં આવી છે. ત્યારે પ્રેસ કોન્ફરન્સ પછી પોલીસે ન્યૂઝ 18ને કહ્યુ હતુ કે, સોનાલી ફોગાટનો પર્સનલ આસિસ્ટન્ટ સુધીર સાંગવાન ડ્રગ્સ લઈને આવ્યો હતો અને તેણે સોનાલીને ક્લબમાં પાણીની બોટલમાં ડ્રગ્સ ભેળવ્યું હતું. આ સીસીટીવી ફૂટેજમાં કેદ થયું છે. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ જપ્ત કર્યા છે.

અન્ય છોકરીઓ પણ પાર્ટીમાં હતીઃ ગોવા પોલીસ

પોલીસે જણાવ્યા પ્રમાણે, રાતે 12 વાગ્યાની આસપાસ સોનાલીને ડ્રગ્સ આપવામાં આવી હતી. જો કે, પોલીસે સોનાલીને કયો ડ્રગ્સ આપવામાં આવ્યો હતો તેની જાણકારી મળી છે, પરંતુ તે કોઈ ખુલાસો કરશે નહીં. અત્યાર સુધીમાં આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગોવા પોલીસે કહ્યુ છે કે, ‘બધા પાર્ટી કરી રહ્યા હતા. અન્ય બે છોકરીઓ પણ પાર્ટીમાં હતી. અમે બંનેની પૂછપરછ કરવા માટે બોલાવ્યા છે. પાર્ટી માટે કેટલાક લોકો મુંબઈ પણ ગયા હતા. સીસીટીવીમાં બધા લોકો પાર્ટી કરી રહેલા દેખાતા હતા.’

પોલીસે સીસીટીવી સહિત તમામ વસ્તુ તપાસીઃ ગોવા IGP

ગોવા પોલીસના આઈજીપી ઓમવીર સિંહે કહ્યુ કે, ‘સોનાલી ફોગાટના મોત પછી જ્યારે હોસ્પિટલથી ફોન આવ્યો, ત્યારે તરત જ 174 અંતર્ગત કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. તેમના ભાઈએ ફરિયાદ પછી મર્ડરનો કેસ દાખલ કર્યો હતો. ત્યારે ઘટનાસ્થળે તપાસ કરવામાં આવી હતી. પીડિતાનું પોસ્ટમોર્ટમ થયા બાદ મોતના કારણો જાહેર કરવામાં આવ્યા નહોતા. ત્યારે આરોપીઓને નોટિસ આપીને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા અને તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાક્ષીઓના કહ્યા પ્રમાણે સીસીટીવી ફૂટેજ સહિત અન્ય વસ્તુઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં સુધીર સાંગવાન અને તેમનો એસોસિએટ સુખવિંદર ક્લબમાં પાર્ટી કરી રહ્યા હતા.’

પીડિતાને પાણીમાં કંઈક ભેળવીને પીવડાવ્યુંઃ પોલીસ

પોલીસના જણાવ્યા પ્રમાણે, વીડિયોમાં દેખાઈ રહ્યુ હતુ કે આરોપીઓમાંથી એક પીડિતાને જબરદસ્તી કંઈક પીવડાવવાની કોશિશ કરતો હતો. જ્યારે આરોપીઓની પૂછપરછ કરી તો તેમણે જણાવ્યુ હતુ કે, સુધીર અને સુખવિંદરે જાણીજોઈને પીડિતાને પાણીમાં બેભાન કરવાનું ડ્રગ્સ ભેળવીને પીવડાવ્યું હતું. ત્યારબાદ પીડિતા બેહોશ થઈ ગઈ હતી.’ પોલીસ વધુમાં જણાવે છે કે, અન્ય ફૂટેજમાં દેખાઈ રહ્યુ હતુ કે, આરોપીઓએ પાણીમાં ભેળવીને કંઈક પીડિતાને પીવડાવ્યું હતું. ત્યારબાદ આરોપીઓ પીડિતાને ટોઇલેટ તરફ લઈ જઈ રહ્યા હતા અને 2 કલાક ત્યાં જ રહ્યા હતા. જો કે, આરોપીઓએ હજુ આ વિશે કંઇપણ કહ્યુ નથી.

કાકીનો ફ્લેટ હડપવા હત્યા કરીઃ ભત્રીજો

ઉલ્લેખનીય છે કે, સોનાલી ફોગાટના ભત્રીજા મનિંદર ફોગાટે દાવો કર્યો છે કે, તેમની કાકીનો ફ્લેટ હડપવા માટે હત્યા કરવામાં આવી છે. અમે એવું નથી કહી રહ્યા કે, અમને પાક્કી ખબર છે કે સોનાલી ફોગાટની હત્યા કરી છે અને જો બે લોકોની ધરપકડ થઈ છે તો તેમના સિવાય કેટલાક લોકો છે તેઓ પણ આ કાવતરામાં જોડાયેલા છે.

આ પણ વાંચોઃ સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો

ત્યાં સ્થિતિ જોઈ હત્યાની શંકા થઈઃ મનિંદર

મનિંદરે વધુમાં જણાવ્યું કે, તેમની કાકી પાસે ફ્લેટ હતો. તેમના નામે ઘણી પ્રોપર્ટી હતી અને તે મેળવવાની લાલચમાં જ હત્યા કરવામાં આવી છે. જેવી અમને સૂચના મળી કે તરત અમે ગોવા ગયા અને બધી પરિસ્થિતિઓ તપાસી. ગોવામાં પોલીસે અમને કોર્પોરેટ કર્યા. પરંતુ જો સ્થિતિ સામે હતી તેનાથી અમને હત્યા થઈ હોવાની આશંકા લાગી. ત્યાં જ સોનાલી ફોગાટના ભાઈ રિંકૂ ઢાકાએ કહ્યું કે, ગોવા પોલીસની અત્યાર સુધીની તપાસથી સંતોષ છે. સીબીઆઈ તપાસ કરાવવા માટે પરિવાર વિચાર કરશે.



આ પણ વાંચોઃ સ્મશાન લઈ જવાયો સોનાલીનો મૃતદેહ, અંતિમ સંસ્કાર શરૂ

ગુરુવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું

ઉલ્લેખનીય છે કે, ગોવામાં ગુરુવારે બપોરે સોનાલીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યાં જ 23 ઓગસ્ટે સવારે ગોવાના એક રિસોર્ટમાં તેઓ મૃત હાલતમાં મળ્યા હતા. સોનાલીના શરીર પર ઘાના નિશાન મળ્યા હતા. પોસ્ટમોર્ટમ થયા પછી ગોવા પોલીસે સુધીર અને સુખવિંદર સામે આઇપીસીની કલમ 302 અંતર્ગત ગુનો નોંધ્યો હતો. સોનાલીનું પોસ્ટમોર્ટમ બપોરે પોણા 12 વાગ્યે શરૂ થયું હતું અને સાંજે 4 વાગ્યા સુધી ચાલ્યું હતું.
First published:

Tags: Actress House Photos, પોલીસ, ભાજપ