Home /News /national-international /જન પ્રતિનિધિ તરીકે પીએમ મોદીના બે દાયકા પૂરા, અમેઠીમાં બતાવ્યો નેહરુ-ગાંધી પરિવારને અરીસો!
જન પ્રતિનિધિ તરીકે પીએમ મોદીના બે દાયકા પૂરા, અમેઠીમાં બતાવ્યો નેહરુ-ગાંધી પરિવારને અરીસો!
આજના જ દિવસે વીસ વર્ષ પહેલા 24 ફેબ્રુઆરી 2002ના રોજ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)પ્રથમ વખત ધારાસભ્ય (MLA)બન્યા હતા
UP Assembly elections - યૂપી વિધાનભા ચૂંટણીના (UP Assembly elections)પ્રચારના સિલસિલામાં આજે અમેઠી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રાજનીતિક કારકિર્દીના મોટા માઇલસ્ટોનને યાદ કર્યા. મોદીએ કહ્યું કે આજથી 20 વર્ષ પહેલા 24 ફેબ્રઆરી જ તે તારીખ છે જ્યારે તે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. મોદીના મતે પ્રથમ વખત અચાનક તેમને ચૂંટણીના મેદાનમાં આવવું પડ્યું હતું અને રાજકોટના લોકોએ તેમને જે આશીર્વાદ આપ્યા તે પછી સેવાનો સિલસિલો શરૂ થયો, જે સતત યથાવત્ છે
આજના જ દિવસે વીસ વર્ષ પહેલા 24 ફેબ્રુઆરી 2002ના રોજ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)પ્રથમ વખત ધારાસભ્ય (MLA)બન્યા હતા આ સાથે જ ઔપચારિક રીતે જન પ્રતિનિધિ પણ. તે પછી મોદીની રાજનીતિક યાત્રા ભારતીય રાજનીતિમાં મીલનો પત્થર બની ચૂકી છે. આ દરમિયાન તે ચાર વખત વિધાનસભા ચૂંટણી (Assembly elections)જીત્યા અને બે વખત લોકસભાની અને સીએમથી પીએમ બની ગયા. જોકે જન પ્રતિનિધિ તરીકે પોતાના ક્ષેત્રની જનતા પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા ઓછી થઇ નથી.
યૂપી વિધાનભા ચૂંટણીના (UP Assembly elections)પ્રચારના સિલસિલામાં આજે અમેઠી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રાજનીતિક કારકિર્દીના મોટા માઇલસ્ટોનને યાદ કર્યા. મોદીએ કહ્યું કે આજથી 20 વર્ષ પહેલા 24 ફેબ્રઆરી જ તે તારીખ છે જ્યારે તે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. મોદીના મતે પ્રથમ વખત અચાનક તેમને ચૂંટણીના મેદાનમાં આવવું પડ્યું હતું અને રાજકોટના લોકોએ તેમને જે આશીર્વાદ આપ્યા તે પછી સેવાનો સિલસિલો શરૂ થયો, જે સતત યથાવત્ છે. મોદીએ કહ્યું કે તેમણે ક્યારેય વિચાર કર્યો ન હતો કે તે ચૂંટણીના રસ્તે જશે અને ચૂંટણી દંગલમાં ઉતરશે.
મોદીએ તે દિવસે જે પ્રથમ પગલું ઉઠાવ્યું હતું, તે બે દશકની અવિરત યાત્રામાં ફેરવાઇ ગયું છે. મોદીના મતે જન પ્રતિનિધિ તરીકે તેમની આ યાત્રા જનતા જનાર્દનની સેવાની સશક્ત યાત્રા છે.
મોદીને ગુજરાતની રાજકોટ-2 વિધાનસભા સીટથી વર્ષ 2002ના ફેબ્રુઆરી મહિનામાં પેટા ચૂંટણી લડવી પડી હતી. તે એટલા માટે આવી હતી કારણ કે ઓક્ટોબર 2001માં ગુજરાતના સીએમ બન્યા પછી છ મહિનાની અંદર તેમને વિધાનસભાના સદસ્ય બનવાની સંવૈધાનિક મર્યાદાને પૂરી કરવાની હતી. મોદી રાજકોટથી ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા.
અમેઠીમાં જનતાનું અભિવાદન કરતા પીએમ મોદી
24 ફેબ્રુઆરી 2022ના રોજ તે પેટા ચૂંટણીના પરિણામ આવ્યા હતા. મોદીએ 14728 વોટથી કોંગ્રેસના ઉમેદવાર પર જીત મેળવી હતી. મોદી માટે રાજકોટ-2ની સીટ રાજ્યના વરિષ્ઠ બીજેપી નેતા વજુભાઇ વાળાએ ખાલી કરી હતી. જે લાંબા સમય સુધી ગુજરાતમાં નાણાં મંત્રી રહ્યા હતા અને પછી કર્ણાટકના રાજ્યપાલ બન્યા હતા.
24 ફેબ્રઆરી 2002ના દિવસે જ યૂપી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા. કોઇપણ દળને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. જેથી કેટલાક સપ્તાહ માટે યૂપીમાં રાષ્ટ્રપતિ શાસન પણ લગાવવું પડ્યું હતું.
મોદીએ પોતાના જીવનની બીજી ચૂંટણી અમદાવાદના મણિનગર સીટથી લડી હતી. ગાંધીનગરથી નજીક હોવાથી આ સીટ પર લડવાનો નિર્ણય કર્યો હતો જેથી તે પોતાના વિધાનસભાના ક્ષેત્રના લોકો વચ્ચે આસાનીથી જઇ શકે, તેમની સેવા કરી શકે. મોદીએ અહીંથી જ 2007 અને 2012માં મોટા માર્જિનથી વિધાનસભાની ચૂંટણી જીતી હતી.
2002, 2007 અને 2012ની ચૂંટણીમાં મોદી ફક્ત મોટા માર્જિનથી જ ના જીત્યા તેઓ પાર્ટીને પણ ભવ્ય જીત અપાવવામાં સફળ રહ્યા હતા. જીતની આ હેટ્રિક અને સીએમ તરીકે ગુજરાતમાં વિકાસ કાર્યોના કારણે આખા દેશમાં મોદી લહેર ઉભી થઇ હતી, જેના પર સવાર બનીને 2014માં તે પીએમ બન્યા. 2014 અને 2019માં લોકસભા ચૂંટણીમાં પોતાની પાર્ટીને રેકોર્ડ તોડ જીત અપાવી હતી.
બીજેપીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે પીએમ મોદીએ 2014માં વડોદરા અને વારાણસી બે સ્થાન પર મોટા માર્જિનથી લોકસભાની ચૂંટણી જીતી હતી. જોકે વડોદરાના બદલે તેમણે વારાણસીથી સાંસદ બન્યા રહેવાનો નિર્ણય કર્યો હતો. વારાણસીથી જ પીએમ મોદી 2019ની લોકસભા ચૂંટણી મોટા માર્જિનથી જીત્યા હતા.
સીએમથી પીએમ સુધી મોદીએ જન પ્રતિનિધિ તરીકે, પછી પોતાનું વિધાનસભા ક્ષેત્ર હોય કે લોકસભા ક્ષેત્ર, બન્નેનો ઘણો જ વિકાસ કર્યો. આ જ કારણ છે કે મણિનગરની ચમક સતત વધતી રહી, 2014થી વારાણસીમાં પણ આ નજારો છે. વિશ્વનાથ કોરિડોરની ચર્ચા છે, ઘાટ અને રસ્તાની સ્વચ્છતા-સુંદરતા વધી છે. ઘણી બધી પરિયોજના લાગુ થઇ છે. બાબા વિશ્વનાથની પ્રાચીન નગરીમાં ચમક આવ્યો છે, જેને મોદીએ ક્વોટાની જેમ વિકસિત કરવાનો સંકલ્પ લીધો હતો.
મોદી સતત પોતાના ચૂંટણી ક્ષેત્રોમાં જતા રહે છે. જન પ્રતિનિધિ તરીકે કોઇ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીના પોતાના ચૂંટણી ક્ષેત્રના પ્રવાસનો આ રેકોર્ડ જ હશે, તે પણ ત્યારે જ્યારે પ્રતિનિધિ તે ક્ષેત્રનો મૂળ નિવાસી ના હોય અને સ્થાયી નિવાસ પણ ના હોય. જોકે મોદી પોતાના ક્ષેત્રના લોકો માટે હંમેશા સમય કાઢતા રહે છે.
પીએમ મોદીની અમેઠીની રેલીમાં ભારે ભીડ ઉમટી હતી
પોતાના આ અનૂઠા રેકોર્ડની ચર્ચા અમેઠીમાં કરીને મોદીએ ક્યાંક ના ક્યાંક ત્યાં ના લોકોને નેહરુ-ગાંધી પરિવાર વિશે અરીસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. નેહરુ-ગાંધી પરિવારના ચાર સભ્યો અહીંથી ચૂંટાયા પણ અમેઠીનો વિકાસ થયો નથી. મોદીએ કહ્યું કે આ જ કારણે જનતાએ અહીંથી પરિવારને ભગાડી દીધો.
સૌથી પહેલા સંજય ગાંધી 1980માં અમેઠીથી સાંસદ બન્યા હતા. 1981માં તેમના મોત પછી રાજીવ ગાંધી 1981, 1984, 1989 અને 1991માં ચૂંટાયા હતા. તેમની હત્યા પછી સતીશ શર્મા અહીંથી 1991ની પેટા ચૂંટણી જીત્યા હતા પછી 1996માં જીત્યા હતા. 1998માં સંજય સિંહે બીજેપી તરફથી અહીં પ્રથમ જીત મેળવી હતી.
1999માં સોનિયા ગાંધી અહીંથી ચૂંટણી લડવા આવ્યા હતા. તે પછી 2004, 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં અહીંથી રાહુલ ગાંધી જીત્યા હતા. 2014માં બીજેપીમાંથી સ્મૃતિ ઇરાનીએ રાહુલને પડકાર આપ્યો હતો અને 2019માં તેમનો પ્રયત્ન સફળ રહ્યો હતો. રાહુલનો અમેઠીમાં કરારો પરાજય થયો હતો. કેરળના વાયનાડથી રાહુલ ગાંધી સંસદમાં ગયા છે.
મોદી તરફથી જન પ્રતિનિધિ તરીકે પોતાના ક્ષેત્રનો વિકાસ અને નેહરુ-ગાંધી પરિવાર તરફથી પોતાના લોકસભા ક્ષેત્રની ઉપેક્ષા, બન્નેની રાજનીતિ વચ્ચે અંતર સ્પષ્ટ છે. આ જ કર્ફને અમેઠીમાં વોટરોને સમજાવતા નજરે પડ્યા હતા મોદી, જ્યારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે અને જનતા નિર્ણય કરવામાં લાગી છે.