Home /News /national-international /

વર્ષના અંત સુધી દેશની બધી વયસ્ક વસ્તીને કોરોનાની વેક્સીન લગાવી દેશે મોદી સરકાર!

વર્ષના અંત સુધી દેશની બધી વયસ્ક વસ્તીને કોરોનાની વેક્સીન લગાવી દેશે મોદી સરકાર!

દેશમાં કોરોનાની બીજી લહેરે ગત મહિને સુનામીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને તે સાથે જ વેક્સીન લેવા માટે ભાગદોડ મચી ગઈ છે. વેક્સીનેશનની વર્તમાન ઝડપને જોતા બધાના મનમાં એક જ સવાલ છે કે શું આ વર્ષે બધાને વેક્સીન મળી જશે. મોદી સરકાર લોકોની આ આશા પર ખરી ઉતરવા માટે મોટી તૈયારી કરી ચૂકી છે

દેશમાં કોરોનાની બીજી લહેરે ગત મહિને સુનામીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને તે સાથે જ વેક્સીન લેવા માટે ભાગદોડ મચી ગઈ છે. વેક્સીનેશનની વર્તમાન ઝડપને જોતા બધાના મનમાં એક જ સવાલ છે કે શું આ વર્ષે બધાને વેક્સીન મળી જશે. મોદી સરકાર લોકોની આ આશા પર ખરી ઉતરવા માટે મોટી તૈયારી કરી ચૂકી છે

વધુ જુઓ ...
દેશમાં કોરોનાની બીજી લહેરે ગત મહિને સુનામીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને તે સાથે જ વેક્સીન લેવા માટે ભાગદોડ મચી ગઈ છે. વેક્સીનેશનની વર્તમાન ઝડપને જોતા બધાના મનમાં એક જ સવાલ છે કે શું આ વર્ષે બધાને વેક્સીન મળી જશે. મોદી સરકાર લોકોની આ આશા પર ખરી ઉતરવા માટે મોટી તૈયારી કરી ચૂકી છે. 250 કરોડથી પણ વધારે વેક્સીન મે થી ડિસેમ્બર વચ્ચે ઉપલબ્ધ કરાવીને ભારતની બધી વયસ્ક વસ્તીનું વેક્સીનેશન વર્ષના અંત સુધી કરી દેવાનો ઇરાદો છે. જો આમ થશે તો પીએમ મોદીની આગેવાની વાળી કેન્દ્ર સરકારની વધુ એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવશે.

ભારતમાં 18 વર્ષથી મોટી ઉંમરના દરેક વ્યક્તિની ઇચ્છા છે કે તેનું ટિકાકરણ જલ્દી થઇ જાય. બધાને લાગી રહ્યું છે કે છેલ્લા દોઢ વર્ષથી આખી દુનિયામાં કહેર મચાવી રહેલા કોરોના વાયરસથી બચાવ કે પછી સંક્રમિત થયા પછી જીવ જવાનો ખતરો ઓછો થાય, તેનો ઉપાય છે વેક્સીનેશન. દેશમાં આ વર્ષની શરૂઆતમાં જ્યારે 16 જાન્યુઆરીથી હેલ્થ વર્કસને સૌથી પહેલા વેક્સીન આપવાની શરૂઆત થઇ તો મોટા પ્રમાણમાં એવા ડોક્ટર્સ અને સ્વાસ્થ્યકર્મીઓ હતા જે વેક્સીન લેવાથી અચકાતા હતા. ખબર ન હતી કે ઇમરજન્સી ઓથોરાઇઝેશન અંતર્ગત આપવામાં આવતી વેક્સીન કેટલી સેફ છે, ફેઝ 3 ટ્રાયલના પરિણામ ત્યાં સુધી આવ્યા પણ ન હતા. બધા શંકાશીલ હતા. સતત વેક્સીનની અસરકારકતા પર સવાલ ઉઠાવી રહ્યા હતા.

મારો નંબર ક્યારે આવશે, બધાને છે બેચેની

જોકે ચાર મહિનાની અંદર જ સ્થિતિ પૂરી રીતે બદલાઇ ગઈ છે. વેક્સીનના કેન્દ્રો પર રોજ ભીડ ઉમટી રહી છે, ખાસ કરીને 18 વર્ષથી વધારે ઉંમરના અને 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોની. તેમને વેક્સીન લગાવવાની શરૂઆત આ 1 મેથી શરૂ થઇ છે. જોવામાં એ આવી રહ્યું છે કે 45 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના લોકો માટે વેક્સીનની ઉપલબ્ધતા કોવિનની વેબસાઇટ પર આસાનીથી જોવા મળે છે પણ 18થી 44 વર્ષના વાળા માટે નથી. આ જ કારણ છે કે વેક્સીન લેવાની આતુરતા યુવાઓ વચ્ચે વધી રહી છે અને તે વિચારી રહ્યા છે કે તેમનો નંબર ક્યારે આવશે.

કોરોનાની બીજી લહેરના કારણે વધી ગઇ બેચેની

આ બેચેની પાછળ ભારતમાં છેલ્લા એક મહિનાની અંદર આવેલી કોરોનાની બીજી લહેર છે. ચાર ચાર લાખ સુધી નવા કેસ એક દિવસમાં આવવા લાગ્યા હતા. મૃતકોનો આંકડો રોજ હજુ પણ ચાર હજારની નજીક છે. એમ માનવામાં આવી રહ્યું હતું કે કોરોના વાયરસ મોટાભાગે ઘરડા લોકોને મારે છે. જોકે આ વખતે મોટા પ્રમાણમાં યુવાઓને પોતાની ચપેટમાં લીધા છે. દેશના મોટાભાગના લોકો માર્ચના મહીના સુધી એમ માનીને બેઠા હતા કે કોરોનાનો ખતરો ભારતમાંથી ટળી ગયો છે. જોકે મહીના ભરની અંદર લોકોને ઓક્સિજનથી લઇને હોસ્પિટલમાં બેડ મેળવવા માટે આમથી તેમ ભાગવાની નોબત આવી હતી.

આ જ કારણ છે કે હવે કોરોનાથી બચવા માટે વેક્સીન લેવા માટે પડાપડી થઈ રહી છે. સ્થિતિ ઝડપથી કેટલી બદલાઇ છે તેનો અંદાજો એ વાતથી પણ લગાવી શકાય કે ફક્ત ચાલીસ દિવસ પહેલા એટલે કે 6 એપ્રિલે વેક્સીન લગાવવાનું કામ જે રસાયણ અને ઉર્વરક મંત્રાલયની દેખરેખમાં થાય છે, કેન્દ્રમાં તે વિભાગના મંત્રી મનસુખ માંડવિયા દિલ્હીના આરએમએલ હોસ્પિટલમાં વેક્સીન લગાવવા ગયા તો ત્યાં સન્નાટો હતો અને આજે ફક્ત છ સપ્તાહ પછી દરેક તેમને એ પૂછી રહ્યા છે કે દેશમાં વેક્સીન નિર્માણની પ્રક્રિયા ક્યારે ઝડપથી વધશે અને ક્યારે જરૂરિયાતમંદ લોકોને વેક્સીન મળશે.

આ પણ વાંચો - રાજ્યમાં રેકોર્ડબ્રેક 15,365 લોકોએ કોરોનાને માત આપી, મૃત્યુઆંકમાં પણ ઘટાડો

વેક્સીનનું ઉત્પાદન ઝડપથી વધારવાની તૈચારી

કેન્દ્ર સરકારે લોકોની આ બેચેની અને કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતા વેક્સીન ઉત્પાદનમાં ઝડપથી વધારો કરવા અને લોકોને ફટાફટ વેક્સીન લગાવવાની મહત્વાકાંક્ષી યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત જે ત્રણ વેક્સીનના ઉપયોગની મંજૂરી પહેલા જ આપી દેવામાં આવી છે, તેના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરવામાં આવી રહ્યો છે. આ સિવાય આગામી ત્રણ ચાર મહિનામાં અડધો ડઝન બીજી નવી વેક્સીનના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી રહી છે. સાથે તેના ઝડપથી ઉત્પાદનની યોજનાને પણ અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. યોજના અંતર્ગત દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માણનો દરજ્જો ધરાવનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટથી મળનાર વેક્સીન કોવિશિલ્ડની ઉપલબ્ધતા મહીને દર મહીને વધારવાની છે. આટલું જ નહીં ભારતની પોતાની સ્વદેશી વેક્સીન કોવેક્સીનની ઉત્પાદન ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે.

સાત મહિનામાં અઢી સો કરોડથી વધારે વેક્સીનના ઉત્પાદનનો છે લક્ષ્ય

ચાર મહિના પહેલા જે ટિકાકરણની પ્રક્રિયા શરૂ થઇ હતી તે અંતર્ગત અત્યાર સુધી લગભગ 18 કરોડ લોકોને વેક્સીન લગાવવામાં આવી છે, તેમાં લગભગ 14 કરોડ તે લોકો છે જેમને કોવિશિલ્ડ કે કોવેક્સીનનો એક ડોઝ આપવામાં આવી ચૂક્યો છે જ્યારે લગભગ ચાર કરોડ લોકો તે છે જેમને બે ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. હવે આ ટિકાકરણમાં ઘણી ઝડપ આવવાની છે. સરકારે જે તૈયારી કરી છે તે પ્રમાણે ભલે પહેલા ચાર મહિનામાં કુલ 18 કરોડ જ વેક્સીન લગાવી પણ આગામી સાત મહિનામાં અઢી સો કરોડથી પણ વધારે વેક્સીનનું ઉત્પાદન કરવાની યોજના છે. જેની સાથે ભારતની બધી જ વયસ્ક વસ્તીને વર્ષના અંત સુધીમાં કોરોનાથી બચાવ માટે વેક્સીન લગાવવી સંભવ બની જશે.લગભગ 94 કરોડ લોકોને લગાવવી પડશે વેક્સીન

જો ભારત સરકારના આંકડા જોવામાં આવે તો 45 વર્ષ કે તેનાથી ઉપરની કુલ વસ્તી લગભગ 34 કરોડની છે. આ એ વસ્તી છે જેના ટિકાકરણનું કામ પહેલાથી ચાલી રહ્યું હતું. એક મે થી તેમાં 60 કરોડની વસ્તી બીજી જોડાઇ છે, જે 18 વર્ષ કે તેનાથી વધારી ઉંમરની છે અને 45 વર્ષથી ઓછી ઉંમરની છે. 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે એકાદ જ વિકલ્પ ઉપલબ્ધ છે અને ચિકિત્સા જગત પણ એકમત નથી કે 18 વર્ષથી ઓછી ઉંમરમા લોકોને કોરોનાની વેક્સીન લગાવવી જોઈએ કે નહીં. આવામાં ભારત સામે પ્રાથમિકતા કુલ મળીને 94 કરોડ લોકોને વેક્સીન લગાવવાની છે. સ્વાભાવિક રીતે આ માટે લગભગ 188 કરોડ ડોઝ જોઈએ, કારણ કે અત્યાર સુધી બજારમાં ઉપલબ્ધ મોટા ભાગની વેક્સીનના મામલામાં બે ડોઝ આપવામાં આવે છે. ફક્ત ઝાયડસ કેડિલાની વેક્સીન જે જુલાઇના અંતમાં ઉપયોગ માટે તૈયાર થઇ જશે, તેના ત્રણ ડોઝ લાગશે. ભારત બાયોટેકની બીજી એક વેક્સીન છે જે નાક દ્વારા લગાવવામાં આવશે તેનો એક ડોઝ લેવાની જરૂર પડશે. જ્યાં સુધી કોવિશિલ્ડનો સવાલ છે તો તેના બે ડોઝ 12થી 16 સપ્તાહના અંતરાળ પર લગાવવામાં આવશે તો કોવેક્સીનના 4 થી 6 સપ્તાહના અંતરાળ પર અને સ્પૂતનિક 21 દિવસના અંતરાળ પર. ભારતમાં ઉપયોગ માટે સ્વીકૃત આ ત્રણેય વેક્સીનના બે ડોઝ લાગે છે.

વર્ષના અંત સુધીમાં દરેકને રસી આપવાની તૈયારી

સવાલ એ છે કે 16 મી જાન્યુઆરીથી રસીકરણની પ્રક્રિયા શરૂ થયા પછી, લગભગ 18 કરોડ લોકોને જ જે દેશમાં રસી આપવામાં આવી છે, ત્યાં આગામી સાત મહિનામાં 250 કરોડથી પણ વધારે વેક્સીનનું ઉત્પાદન કેવી રીતે થશે. શું 2021 સુધીમાં 18 વર્ષથી વધુની ઉંમરની વસ્તીને રસી આપવામાં આવશે? જો આવું થશે તો, વિશ્વના ઇતિહાસમાં આ એક રેકોર્ડ હશે. આટલા ઓછા સમયમાં આટલી મોટી વસ્તીને રસી ક્યારેય આપવામાં આવી નથી, તે પણ કોરોના જેવી ખાસ રસી, જેને એક ચોક્કસ તાપમાનમાં રાખવી પડે છે અને ચોક્કસ સમયની અંદર લગાવી દેવી પડે છે, નહીં તો રસી ખરાબ થઈ જાય છે.

મોદી સરકાર દ્વારા આ અશક્ય દેખાતા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેની તૈયારીઓ અંતર્ગત રસીના ઉત્પાદનમાં વધારો કરવામાં આવી રહ્યો છે. રસી ઉત્પાદકોને પ્રોત્સાહિત કરવા પૈસા અગાઉથી ચૂકવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, 19 એપ્રિલના રોજ, સીરમ ઇન્સ્ટિટ્યુટને તેની કોવિક્યુલેટ રસીની ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે 3000 કરોડ રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા હતા, જ્યારે ભારત બાયોટેકને કોવેક્સિન માટે 1500 કરોડ રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા છે.

વેક્સિન બનાવનાર કંપનીઓ ઝડપથી ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે

સ્વાભાવિક રીતે, આનાથીકંપનીઓની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. મે મહિનામાં કોવિશિલ્ડના માત્ર સાડા છ કરોડ ડોઝ આપવા જઇ રહેલી સીરમ સંસ્થા આગામી ત્રણ મહિનામાં તેની ક્ષમતામાં વધારો કરીને સપ્ટેમ્બરથી દર મહિને સાડા અગિયાર કરોડ રસી આપવાની છે. આટલું જ નહીં, ભારત બાયોટેકે તેની ઉત્પાદન ક્ષમતા વધારવાની પણ યોજના બનાવી છે, આ માટે સરકાર દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, ભારત બાયોટેક પોતે કોવેક્સિનનું ઉત્પાદન કરવાનું ચાલુ રાખશે, તેની સાથેના કરાર મુજબ, વધુ ચાર કંપનીઓ - ઇન્ડિયન ઇમ્યુનાઇઝેશન લિમિટેડ, હાફકીન, બિબકોલ અને ગુજરાત બાયોટેક પણ કોવેક્સિનનું ઉત્પાદન કરશે. આને લીધે, જ્યાં મે મહિનામાં, કોવિશિલ્ડના માત્ર એક કરોડ સાત લાખ ડોઝ આપવામાં આવશે, પરંતુ ડિસેમ્બર સુધીમાં, તે વધતા વધતા દર મહિને 14 કરોડ ડોઝ પર પહોંચશે.આવી જ પરિસ્થિતિ સ્પુતનિક રસીના કિસ્સામાં પણ બનવાનું છે. રશિયામાં વિકસિત સ્પુતનિક-વી રસીની આયાત હૈદરાબાદનીડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ નામની ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે, પરંતુ ઓગસ્ટથી જ ભારતમાં તેનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહ્યું છે. ડીઆરએલ, જે મે મહિનામાં સ્પુતનિક રસીના માત્ર 60 લાખ ડોઝ આયાત દ્વારા આપવાની છે, તે ઓગસ્ટ સુધીમાં વધુ છ કંપનીઓ સાથે મળીને રસી બનાવવાના કામમાં તેજી લાવશે અને ડિસેમ્બર સુધીમાં રસીના ડોઝની સપ્લાય સાત કરોડ પ્રતિ માસથી ઉપર પહોંચી જશે.

નવી વેક્સીનને પણ મંજૂરી આપવાની તૈયારી

આ ત્રણ રસીઓ ઉપરાંત, આગામી કેટલાક મહિનાઓમાં, ભારતમાં કેટલીક નવી રસી પણ લગાવવાનું શરૂ કરવામાં આવશે. તેમાં ઝાયડસ કેડિલાની થ્રી ડોઝ વાળી વેક્સીન 'જીકોવ-ડી' અને જહોન્સન એન્ડ જહોન્સનની રસી 'જાનસીન' હશે, જેનું નિર્માણ ભારતમાં બાયો-ઇ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, ભારતની સૌથી જૂની રસી કંપની બાયો-ઇ પણ પોતાની વિકસિત રસી 'કોર્બેવેક્સ' પણ બનાવવાનું શરૂ કરશે અને સપ્ટેમ્બરથી આ રસી દર મહિને સાડા સાત કરોડથી વધુ ડોઝ સાથે લોકોને રસીકરણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જેનોઆની સફળતા ભારત માટે એક મહાન ઉદાહરણ હશે

જેનોઆ નામની પુણે કંપની દ્વારા ભારતમાં બીજી એક ખાસ પ્રકારની રસી બનાવવામાં આવી રહી છે, જેને ભારત સરકાર દ્વારા વૈજ્ઞાનિક સહાય પણ આપવામાં આવી છે. જીનોઆ એમ-આરએનએ પ્રક્રિયા હેઠળ રસી ઉત્પાદનમાં આગળ વધી રહી છે. આ રસી ફાઇઝર અને મોડર્ના જેવી જ રસી હશે, કારણ કે વિશ્વની આ બે પ્રખ્યાત રસી પણ એમ-આરએનએ પદ્ધતિ દ્વારા બનાવવામાં આવી છે અને આ કંપનીઓને ગર્વ છે કે બીજું કોઈ આ પ્રકારે રસી તૈયાર નહીં કરી શકે અને આજ કારણ છે કે, તેમણે બજારમાં ઉપલબ્ધ બાકીની રસીની તુલનામાં તેમની રસીનો ભાવ દસ ઘણો રાખ્યો છે. જો જેનોઆ સફળતા પ્રાપ્ત કરે છે, તો તે ભારતીય વૈજ્ઞાનિકો માટે મોટી સિદ્ધિ હશે અને જો કોરોના વાયરસ સ્વરૂપ બદલે તો પણ તે રસીમાં જરૂરી ફેરફાર કરીને સરળતાથી અસરકારક થઈ શકે છે. માનવામાં આવે છે કે જેનોઆ રસી, જેને 'એચજીકોવ -9' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સપ્ટેમ્બર સુધીમાં રસીકરણ માટે ઉપલબ્ધ થઈ જશે. આ ઉપરાંત, સીરમ ઇન્સ્ટિટ્યૂટની બીજી રસી કોવોવેક્સ અને ભારત બાયોટેકની અનુનાસિક રસી પણ આગામી કેટલાક મહિનામાં મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થવા જઈ રહી છે.

મોદી સરકારની ફાઇઝર અને મોડર્ના પર આધાર રાખવાની ઇચ્છા નથી

આ બધી નવી રસીઓની ઉપલબ્ધતા અને જૂની રસીની વધતી ઉત્પાદન ક્ષમતા સાથે, મોદી સરકારે આ વર્ષના અંત સુધીમાં ભારતની પુખ્ત વસ્તીના રસીકરણ માટેની મહત્વાકાંક્ષી યોજના મૂકવાનું શરૂ કર્યું છે. તે પણ ત્યારે જ્યારે ફાઇઝર અને મોડર્ના જેવી રસીઓ પર નિર્ભરતા નથી રાખવામાં આવી. આ બંને કંપનીઓ તેમની રસીની નકારાત્મક અસર થવા પર ભારત સરકાર પાસે અભયદાન ઈચ્છે છે, અને તેમની રસી માટે વધારે ભાવ વસૂલવા પણ માંગે છે. તેથી, ભારત સરકાર સાથે તેમની વાટાઘાટો હજી ચાલુ જ છે, તેઓ કોઈ નક્કર પરિણામ પર પહોંચ્યા નથી. શક્યતા એવી છે કે, જો તેનો ઉપયોગ ભારતમાં કરવામાં આવશે, તો પણ તે ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવશે, જે જાતે જ આ રસી આયાત કરી અને પોતાના કર્મચારીઓને મૂકવા માંગશે.

આત્મનિર્ભર ભારતનું એક ઉત્તમ ઉદાહરણ બનશે

મોટી વાત એ છે કે, જો ભારત સરકાર આ મહત્વાકાંક્ષી યોજનામાં સફળ થાય છે, તો તે જાતે જ વિશ્વ માટે એક નવો રેકોર્ડ હશે. આથી વધુ, તે આત્મનિર્ભર ભારતનું બીજું એક મહાન ઉદાહરણ હશે, જ્યારે ભારત પોતાના આધારે રસી બનાવીને પોતાની વિશાળ વસ્તીને મોટા પ્રમાણમાં રસી આપશે. વિદેશી રસી અથવા આયાત પરની અમારી નિર્ભરતા નહિવત્ રહેશે. જો આવું થાય છે, તો તે મોદી સરકાર માટે એક મોટી ઉપલબ્ધિ હશે.

અગાઉથી તૈયારી ચાલી રહી હતી

મોદી સરકારે પોતાની આ યોજના આગળ રાખી દીધી છે, દેશવાસીઓ પણ તેનાથી સંતુષ્ટ છે. પરંતુ વિપક્ષ દ્વારા વારંવાર એક સવાલ ઉભા કરવામાં આવ્યા છે કે, શું ભારત રસીના ઉત્પાદનમાં વધારો કરવામાં વિલંબ કરે છે? જો આપણે સરકારના ઉચ્ચ સ્થાનવાળા સૂત્રોનું માનીએ, તો પછી આ ધારણા પાયાવિહોણી છે. ભારતમાં ઉત્પાદિત બંને રસીઓને ફેઝ-2ની ટ્રાયલ પુરૂ કરતા જ ઉત્પાદનની કરવાની મંજૂરી આપવામાં આવી હતી, એ પણ નહોતુ વિચારવામાં આવ્યું કે, 3 ફેઝની ઈફેક્સી રિપોર્ટ એટલે કે, રસી કેટલી અસરકારક છે, તેની સંપૂર્ણ તપાસ થાય ત્યાં સુધી કામ અટકવાનું પણ વિચાર્યું ન હતું. રસીના નિકાસ પર પ્રતિબંધમાં વિલંબ માટેનો પ્રશ્ન છે, તો તેની પાછળનું સત્ય એ છે કે, જ્યારે સીરમ ઇન્સ્ટિટ્યુટને રસી તૈયાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે રસી શોધક સંસ્થા ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાએ એવી શરત રાખી હતી કે, તેને પહેલાથી નિર્ધારિત માત્રામાં નિકાસ કરી કેવેક્સ એલાયન્સ પાર્ટનરશિપ હેઠળ પસંદગીના દેશોને આપવામાં આવે. આ ઉપરાંત રસીની કેટલીક માત્રા વેક્સીન મૌત્રિ યોજના અંતર્ગત આપવામાં આવી હતી. પરંતુ જો આપણે આંકડા જોઈએ, તો પછી આ જથ્થો પણ ખૂબ વધારે ન હતો. કુલ મળીને માત્ર 94 દેશોમાં સાડા છ કરોડ ડોઝ મોકલવામાં આવ્યા હતા, જેમાંથી માત્ર એક કરોડ ડોઝ વેક્સીન ડિપ્લોમેસી હેઠળ આપવામાં આવ્યા હતા, બાકીના ડોઝ સીરમ સંસ્થા દ્વારા બાંધકામ કરાર હેઠળ નિકાસ કરવામાં આવ્યા હતા અને કેટલાક ઓર્ડર પહેલેથી જ બુકિંગ હેઠળ આપવામાં આવ્યા છે. આમ પણ, માર્ચના મહિનાના છેલ્લા અઠવાડિયામાં કોરોનાની બીજી લહેર આવે તે પહેલાં જ માર્ચના અંતિમ અઠવાડીયામાં ભારત સરકારે ભારતીય રસી કંપનીઓ પર કોઈ પણ નિકાસ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તે સમય એવો હતો, જ્યારે દેશમાં કેન્દ્ર સરકાર તરફથી વહેંચવામાં આવેલી વેક્સીન પણ લગાવવા માટે લોકો તૈયાર ન હતા.ઓક્સિજન અને રેમડેસિવિરની જેમ વેક્સીનની પણ અછત દુર થશે

કહેવામાં આવે છે કે, અંત ભલા તો સભ ભલા. ભારત ઓક્સિજનથી લઈને રેમેડિસવીર સુધીની દવાઓના પડકારોને માત્ર થોડા જ અઠવાડિયામાં કાબુ મેળવવામાં સફળ રહ્યું છે. ઉદાહરણ તરીકે, જ્યાં માર્ચ મહિના સુધી માત્ર હજાર મેટ્રિક ટન ઓક્સિજનનો સપ્લાય થતો હતો, ત્યાં ફક્ત ત્રણ અઠવાડિયામાં જ સરકારે આશરે દસ હજાર મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય કરવાની ખાતરી આપી. આ માટે ખાનગી ક્ષેત્રનો સહયોગ લેવામાં આવ્યો, ભારતીય વાયુસેનાના જહાજોમાંથી ક્રાયોજેનિક ટેન્કર પણ લાવવામાં આવ્યા, ખાસ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન પણ ચલાવવામાં આવી. એટલું જ નહીં, કોરોનાની સારવાર માટે ઉપાય કરાયેલી દવા રેમેડિસવીર 10 એપ્રિલની આસપાસ કોરોનાની બીજી લહેર શરૂ થતી વખતે દરરોજ ફક્ત 25 હજાર શીશીઓના દરે ઉપલબ્ધ હતી, તે દરરોજ ત્રણ લાખ વાયલના હિસાબે ઉત્પન્ન કરવાનું શરૂ કરવામાં આવ્યું. એપ્રિલ, 25 કંપનીને બદલે, 58 કંપનીઓમાં તેનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું.

મોદીનું મૌન ત્યાં સુધી સમાપ્ત નહીં થાય

સપ્લાયને વેગ આપવાની આજ તાકાત હવે સરકાર વેક્સીન ઉત્પાદનના મામલામાં દેખાડવા જઈ રહી છે. પ્રથમ તબક્કા દેશમાં પી.પી.ઇ. કીટ અને વેન્ટિલેટરના ઉત્પાદનની શરૂઆત કરનાર મોદી સરકાર જો ઓક્સિજન અને રેમડેસિવીરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વર્ષ 2021 પૂર્ણ થતા તમામ પુખ્ત દેશવાસીઓને રસી આપે છે, તો ભાગ્યે જ કોઈને પીએમ મોદીના મૌન પર દુખ રહે, તેમની ચુપ્પી પર વિપક્ષ અને સામાન્ય માણસ, હાલમાં બધા આંગળી ઉઠાવી રહ્યા છે. જો કેન્દ્ર સરકાર અવાજ કર્યા વિના આ અશક્ય દેખાતા લક્ષ્યને શક્ય બનાવે છે, તો પીએમ મોદીનું મૌન ભાગ્યે જ કોઈને ખરાબ લાગશે. જો તમે વિશ્વના સૌથી મોટા રસીકરણ મિશનની ચૂપચાપ તૈયારી કરી શકો છો, અને ભારતની ધરતી પર ઉતારી શકો, તો પછી કેમ કોઈ મોદીના મૌનથી પીડિત રહે. ભારતના લોકોને પણ આવી જ કઈંક આશા છે, તે પણ ત્યારે જ્યારે મોદી સરકારે 2021નો રોડમેપ સામે રાખી દીધો છે, હવે આગામી સાત મહિનામાં તેના અમલીકરણની રાહ જોવાની છે.

(આ લેખકના અંગત વિચારો છે. લેખક નેટવર્ક 18 સમૂહમાં મેનેજિંગ એડિટર તરીકે કાર્યરત છે)
Published by:Ashish Goyal
First published:

Tags: Brajesh kumar singh, Brajesh kumar singh blogs, Modi govt, Vaccination

આગામી સમાચાર