નબળાઇ નથી, પીએમ મોદીનું સૌથી મોટું હથિયાર છે ખામોશી!
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી બીજેપી કાર્યકર્તાઓ પર સતત હુમલા થઈ રહ્યા છે પણ પીએમ નરેન્દ્ર મોદીનું કોઇ નિવેદન આવ્યું નથી. કોરોના પછી એક પછી એક બધા વિપક્ષી રાજ્યોના મુખ્યમંત્રી અને નેતા તેમના પર નિશાન સાધી રહ્યા છે. જોકે પીએમ મોદી ચુપ છે. ત્યાં સુધી કે તેમના પોતાના સમર્થક પણ પશ્ચિમ બંગાળમાં બીજેપી કાર્યકર્તાઓની હત્યા પછી રોષે ભરાયેલા છે અને મોદીને ખરું ખોટું કહી રહ્યા છે. તો પણ મોદીએ પોતાની ખામોશી તોડી નથી. આખરે મોદીનું ખામોશીનું રહસ્ય શું છે
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી બીજેપી કાર્યકર્તાઓ પર સતત હુમલા થઈ રહ્યા છે પણ પીએમ નરેન્દ્ર મોદીનું કોઇ નિવેદન આવ્યું નથી. કોરોના પછી એક પછી એક બધા વિપક્ષી રાજ્યોના મુખ્યમંત્રી અને નેતા તેમના પર નિશાન સાધી રહ્યા છે. જોકે પીએમ મોદી ચુપ છે. ત્યાં સુધી કે તેમના પોતાના સમર્થક પણ પશ્ચિમ બંગાળમાં બીજેપી કાર્યકર્તાઓની હત્યા પછી રોષે ભરાયેલા છે અને મોદીને ખરું ખોટું કહી રહ્યા છે. તો પણ મોદીએ પોતાની ખામોશી તોડી નથી. આખરે મોદીનું ખામોશીનું રહસ્ય શું છે
પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના પરિણામો પછી બીજેપી કાર્યકર્તાઓ પર સતત હુમલા થઈ રહ્યા છે પણ પીએમ નરેન્દ્ર મોદીનું કોઇ નિવેદન આવ્યું નથી. કોરોના પછી એક પછી એક બધા વિપક્ષી રાજ્યોના મુખ્યમંત્રી અને નેતા તેમના પર નિશાન સાધી રહ્યા છે. જોકે પીએમ મોદી ચુપ છે. ત્યાં સુધી કે તેમના પોતાના સમર્થક પણ પશ્ચિમ બંગાળમાં બીજેપી કાર્યકર્તાઓની હત્યા પછી રોષે ભરાયેલા છે અને મોદીને ખરું ખોટું કહી રહ્યા છે. તો પણ મોદીએ પોતાની ખામોશી તોડી નથી. આખરે મોદીનું ખામોશીનું રહસ્ય શું છે, જે દેશ-દુનિયામાં પોતાના આક્રમક અંદાજ અને નિવેદનો માટે ઓળખાય છે. જોકે મોદીની રાજનીતિ પર બારીકીથી નજર રાખનારા માટે તેમાં કશું જ નવું નથી. મોદી ખામોશીને પોતાના હથિયાર તરીકે ઉપયોગ કરે છે અને પૂરી તૈયારી કરીને પહેલી તક મળતા જ હિસાબ-કિતાબ બરાબર કરી લેશે.
પીએમ નરેન્દ્ર મોદી બધાના નિશાના પર છે, શું વિરોધી અને શું સમર્થક. રાજ્યમાં સતત ત્રીજી વખત સત્તાની બાગડોર સંભાળતા જ મમતા બેનરજી અને તેમની પાર્ટી ટીએમસી તો ઠીક, તુટેલા-વિખરાયેલા પસ્ત વિપક્ષે પણ દીદીમાં રાણી લક્ષ્મીબાઇની કલ્પના કરવાની શરૂ કરી દીધી છે, જે 2024માં મોદીને કેન્દ્રમાંથી ઉખાડી ફેકશે. મોદીથી ખુન્નસની સ્થિતિ એવી છે કે જે કોંગ્રેસ પાર્ટીને બંગાળમાં એકપણ સીટ મળી નથી, તેના પણ કર્ણધાર રાહુલ ગાંધી મમતાને અભિનંદન આપવામાં લાગ્યા છે, કારણ કે મમતાએ પશ્ચિમ બંગાળમાં બીજેપીને જીતવા દીધા નહીં. શિવસેનાનો આનંદ પણ છુપાયો છુપતો નથી.
પશ્ચિમ બંગાળમાં પાર્ટી કાર્યકર્તાઓ પર હુમલાને લઈને કેમ ચુપ છે મોદી
મોદી પર પોતાના સમર્થકોનું પણ ઘણું દબાણ છે. સોશિયલ મીડિયાના સુપરસ્ટાર મોદી પોતે છે પણ છેલ્લા કેટલાક દિવસોથી તેના પર ગાળો પડી રહી છે. તેમના હાર્ડકોર સમર્થકો પણ તેમને સવાલો કરી રહ્યા છે. આખરે તેમણે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના શપથ ગ્રહણ થવા દેવાના બદલે ત્યાં રાષ્ટ્રપતિ શાસન કેમ લગાવ્યું નહીં. ઇન્દીરા ગાંધીનું ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે કે જો બીજેપીના સ્થાને કોંગ્રેસના કાર્યકર્તાઓની હત્યા થઇ હોત અને ઇન્દીરા ગાંધી પીએમ હોત તો કોઈ પ્રકારે અત્યાર સુધીમાં પશ્ચિમ બંગાળમાં મમતા શાસનના બદલે રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું હોત અને ટીએમસીના ગુંડાને સબક શીખવાડી દીધો હોત, જેમણે બીજેપી કાર્યકર્તાઓની હત્યા કરી છે, લૂંટ મચાવી છે અને ત્યાં સુધી કે મહિલાઓ સાથે બળાત્કાર અને વિભત્સ અત્યાચાર કર્યો છે.
વિપક્ષ ઉડાવી રહ્યું છે મજાક, પણ મોદી છે ચુપ
જે મોદી વિશે પ્રખ્યાત છે કે તેમની આંખોથી નીકળનારી આગને સહન કરવી બધાના વશની વાત નથી. તેમને તે નેતા અને મુખ્યમંત્રી પણ આંખો દેખાડી રહ્યા છે જેમને રાજનીતિમાં પગ રાખ્યાને જુમ્મા-જુમ્મા ચાર દિવસ જ થયા છે અને પોતાની જમીન શોધવામાં લાગ્યા છે. ત્યારે પણ પીએમ મોદી પર બધા સંવૈધાનિક મર્યાદાઓને તાક પર રાખીને છીંટાકશી કરી રહ્યા છે. તાજું ઉદાહરણ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનું છે, જેમને પીએમ મોદીએ કાલે કોરોના સામેની લડાઇને લઈને ફોન કર્યો હતો. જોકે આભાર માનવાના બદલે સોરેને કહી દીધું કે મોદી હંમેશા મનની વાત કરે છે, કામની કોઇ વાત કરતા જ નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તો પીએમ મોદી સામે અનાપ-શનાપ નિવેદનો અને હરકતોના કારણે પ્રખ્યાત જ છે. વધારે સમય પસાર થયો નથી, જ્યારે બધા પ્રોટોકોલને કિનારે રાખીને પીએમ મોદી સાથે બધા રાજ્યોના સીએમ સાથેની બેઠક દરમિયાન પોતાની સ્પીચને ચૂંટણી અંદાજમાં ડિલિવર કરતા કેજરીવાલે તેને લાઇવ પ્રસારિત કરી નાખ્યું હતું.
કોરોનાને લઈને આંતરરાષ્ટ્રીય મીડિયાના નિશાના પર છે મોદી
દેશી-વિદેશી મીડિયા પણ છેલ્લા ઘણા મહિનાથી પીએમ મોદીને નિશાના પર લઇ રહ્યા છે. સતત લાશોના ઢગલાને બતાવતા મોદી સરકારની નિષ્ફળતાની ચર્ચા કરતા મોદીના ભવિષ્યને લઇને ગંભીર સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે. ઘણા સારા વિશ્લેષકો તો એ પણ હિંમતથી કહેવા લાગ્યા કે મોદીનો સિતારો હવે અસ્તાચલ તરફ છે, કોરોનાએ મોદીનું ભવિષ્ય સીલ કરી દીધું છે અને 2024માં દેશની રાજનીતિમાં મોટા ફેરફાર જોવા મળશે.
આ બધુ થઇ રહ્યું છે ત્યારે પણ મોદી ચુપ છે. મોટાભાગના વિશ્લેષકો જ્યારે એ કહી રહ્યા છે કે મોદીના રાજનીતિક કારકિર્દીનો આ સૌથી ખરાબ સમય છે. ત્યારે પણ મોદી પોતાનો બચાવ કરવાના બદલે ચુપ છે. શું કારણ છે મોદીનું આ ખામોશીનું. શું મોદી અસહાય છે કે તેમની પાસે કહેવા માટે કશું નથી. તે પણ ત્યારે જ્યારે તેમના રાજનીતિ ભવિષ્ય અને પ્રદર્શનને લઇને ફાતિહા પઢવામાં આવી રહ્યા છે અને શંકાના આવરણમાં તેમના કેટલાક સમર્થક પણ આવી રહ્યા છે કે શું થશે મોદીનું, કેવું છે તેમનું ભવિષ્ય, ખાસ કરીને ત્યારે જ્યારે કોરોનાનો કોઇ અંત આવતો જોવા મળી રહ્યો નથી.
ખામોશી છે મોદીનું સૌથી મોટું હથિયાર
જ્યાં સુધી મોદીનો સવાલ છે, તેમની રાજનીતિને નજીકથી જોનાર લોકોને મોદીની આ ખામોશીમાં કશું પણ નવું લાગતું નથી. આ પ્રથમ વખત નથી જ્યારે મોદીના રાજનીતિક ભવિષ્ય પર સવાલ ઉઠ્યા છે, તેમની રાજનીતિને ખતમ થતી માની લેવામાં આવી છે, તેમણે ભયાવહ ટિકાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની પર પૂરી રીતે ફેઇલ થવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.
જો મોદીની કારકિર્દીને ધ્યાનથી જોવો તો નિયમિત અંતરાળે મોદી સાથે આવું થાય છે અને જ્યારે આવી તક આવી છે ત્યારે મોદીએ ચુપદેકી સેવી છે. જવાબ આપ્યો છે તો પોતાના કામથી, પોતાના પ્રદર્શનથી. જ્યારે પણ તેમને ખતમ માની લીધા, તે ફિનિક્સ જેમ ઝડપથી ઉઠ્યા છે અને આ દરમિયાન ખામોશી તેમનું સૌથી મોટું હથિયાર રહ્યું છે.
દરેક મોટા પડકારનો સામનો કરતો ચુપ રહ્યા મોદી
ગુગલ અને ટેકનિકમાં સમયમાં લોકોની સ્મરણ શક્તિ સતત નબળી થતી જઈ રહી છે, જ્યારે પણ કઇ જરૂર પડી તો ગુગલ સર્ચ કરી લીધું. જોકે જે હજુ પણ મગજ પર જોર આપે છે તેમને મોદીની રાજનીતિ કારકિર્દીમાં આવા ડઝન કિસ્સા ધ્યાનમાં આવશે, જ્યાં મોદી વિશે કહેવામાં આવ્યું કે તે રાજનીતિક રીતે સમાપ્ત થઇ ગયા છે કે થવા જઇ રહ્યા છે. જોકે મોદીએ દરેક વખતે ટિકાઓને ખોટી સાબિત કરી છે. મોદીના મામલામાં ખોટા સાબિત થવાની આ જ એ પીડા છે, જે દરેક વખતે વિરોધીઓ અને ટિકાકારોને પ્રથમ તક મળતા જ મોદી વિશે ફતવા જાહેર કરવા માટે ઉફસાવે છે. પરેશાની એ છે કે ભારતીય રાજનીતિમાં ફતવા એક સ્તરથી આગળ સફળ રહ્યા નથી. મોદીના મામલે પણ આ જ થયું છે.
1995માં ગુજરાતમાંથી વિદાય લીધી ત્યારે પણ મોદી મૌન રહ્યા હતા
બહુ ઓછા લોકોને યાદ હશે કે 1995માં ગુજરાતમાં ભાજપે જ્યારે પ્રથમવખત સરકાર બનાવી હતી, ત્યારે ભાજપની જીતના હીરો હતા નરેન્દ્ર મોદી. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે, મોદીએ ગુજરાતમાં એકલા હાથે ભાજપની પ્રથમ સરકારની રચના માટેની સ્ક્રિપ્ટ લખી હતી અને પાર્ટીને શાનદાર વિજય અપાવ્યો હતો. તે સમયે મોદી માત્ર 45 વર્ષનાં હતા, અને તે સમયે પાર્ટીના ગુજરાત એકમમાં મજબૂત નેતાઓની કમી નહોતી, તે સમયે વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા, કાંશીરામ રાણા, સુરેશ મહેતા જેવા નેતાઓ હતા. આ બધાની વચ્ચે કેશુભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવાયા, જે વાઘેલા ક્યારેય સહન કરી શક્યા નહીં. વાઘેલાને હંમેશાં એવું લાગતું હતું કે, તેઓ કેશુભાઇ કરતા ગુજરાતમાં સીએમ પદ માટે વધારે દાવેદાર હતા, પરંતુ મોદીએ કેશુભાઇને મુખ્યમંત્રી તો બનાવ્યા, સાથે વાઘેલા સમર્થકોને બોર્ડ અને નિગમમાં પણ સ્થાન ન મળવા દીધું. ક્રોધિત વાઘેલાએ બળવો કર્યો અને મોદીએ બળવો ખતમ કરવાની કિંમત ખુદ આગળ આવી ચૂકવી. મોદીએ પોતાનું રાજીનામું ગુજરાત ભાજપના તત્કાલીન પ્રમુખ કાંશીરામ રાણાને સોંપ્યું હતું અને દિલ્હીનો રસ્તો પકડ્યો હતો. મોદીના રાજકીય દુશ્મનોનું માનવું છે કે, વાઘેલાના આગ્રહને કારણે મોદીએ 1995માં ગુજરાતમાંથી રાજકીય દેશનિકાલ કરવો પડ્યો હતો, જે ગુજરાત તેમનું જન્મસ્થળ હતુ, પરંતુ ભાજપને જ સત્તા પર લાવવામાં, જ્યાં મોદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે પણ, ઘણા રાજકીય પંડિતોએ સ્વીકાર્યું હતું કે, રાજકારણમાં મોદીએ જે ગતિથી પોતાનું નામ કમાયું, તે જ રીતે તેમનું પતન થયું. એક ગુજરાતી નેતા ગુજરાતની બહાર જઈને શું કરી શકશે?
મોદી ચૂપચાપ પોતાનો પ્રભાવ વધારતા ગયા અને સીએમ તરીકે વાપસી કરી
પરંતુ મોદીએ તેમના વિરોધીઓ અને રાજકીય પંડિતોની ભવિષ્યવાણીને ખોટી સાબિત કરવામાં લાંબો સમય લીધો ન હતો. 1995માં, ચૂપચાપ દિલ્હીની રાહ પકડતા સમયે મોદીએ કોઈ હંગામો કર્યો નહીં, પરંતુ પાર્ટીના કેન્દ્રીય એકમ દ્વારા તેમને જે જવાબદારી સોંપવામાં આવી તે સ્વીકારી લીધી. પછીના છ વર્ષોમાં મોદીએ પોતાનું કાર્ય એટલું ખાતરીપૂર્વક કર્યું કે, હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિતના ઘણા રાજ્યોના પ્રભારીનું સફળતાપૂર્વક કાર્ય સંભાળ્યા પછી, તેઓ ભાજપના કેન્દ્રિય એકમમાં સંગઠન મહામંત્રી બન્યા અને અહીંથી સીધા ઓક્ટોબર 2001માં મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં વાપસી કરી. ખુદ મોંઠુ બંધ રાખીને પોતાના ટીકાકારોનું મોંઢુ બંધ કરવાનું આ પ્રથમ મોટુ ઉદાહરણ રજૂ કર્યું.
ગુજરાતમાં પક્ષની અંદરના વિરોધીઓને પણ શાંત કરી દીધા
7 ઓક્ટોબર, 2001ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી પણ મોદીનો માર્ગ સરળ ન હતો. તેમના મંત્રીમંડળના સાથીઓ સહકાર આપવા તૈયાર ન હતા. જેમાં પહેલું નામ સુરેશ મહેતાનું હતું, જે 1995-96માં કેશુભાઈ પટેલ પછી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. તેમણે વરિષ્ઠતાનો પ્રશ્ન ઉઠાવતા પહેલા મોદીના મંત્રીમંડળમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો અને તેમાં જોડાયા બાદ હંમેશા ચિઠાતા રહ્યા. આવા વાતાવરણમાં મોદીએ પોતાનું કામ આગળ ધપાવવું પડ્યું, ટેસ્ટને બદલે તેમને વન-ડે ઇનિંગ્સ રમવી પડી, કારણ કે ગુજરાતમાં માત્ર બે વર્ષમાં ચૂંટણી યોજાવાની હતી. ગુજરાતમાં ભાજપ વિરુદ્ધનું વાતાવરણ હતું, કેમ કે કેશુભાઈ પટેલ સરકારે 26 જાન્યુઆરી 2001ના રોજ થયેલા ભયાનક ભૂકંપ પછી રાજ્યમાં રાહત અને પુનર્વસનની કામગીરી હાથ ધરી ન હતી, લોકોનો રોષ આસમાને હતો. જ્યારે સ્થાનિક સંસ્થાઓની સાબરકાંઠા લોકસભા અને સાબરમતી વિધાનસભાની પેટા-ચૂંટણીઓમાં, ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો અને ફટાફટ બધુ ઠીક કરવા માટે ભાજપના હાઈકમાન્ડે કેશુભાઇને હટાવ્યા અને ગુજરાતમાં સરકારની કમાન મોદીને આપવાનો નિર્ણય લીધો હતો.
આ વાતાવરણમાં ખુદ મોદીએ વિધાનસભામાં પ્રવેશ કરવાનો હતો. અત્યાર સુધીમાં હજારો લોકોને ચૂંટણી લડાવનાર અને જીતાડનાર ખુદ મોદી ક્યારે ચૂટણી લડ્યા ન હતા. જ્યારે તેમણે પોતાના એક સમયના શિષ્ય રહેલા હરેન પંડ્યાને અમદાવાદની એલિસબ્રીજ વિધાનસભા બેઠક ખાલી કરવાનો સંદેશ આપ્યો ત્યારે પંડ્યાએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તે સમયે પંડ્યા કેશુભાઈ પટેલની ખૂબ નજીક આવી ગયા હતો અને એક દિવસ પોતે રાજ્યના મુખ્યમંત્રી બનવાનું સપનું પણ જોતો હતા. આવી સ્થિતિમાં મોદીએ રાજકોટ તરફ વળવું પડ્યું, જ્યાં રાજકોટ -2 બેઠક વજુભાઇ વાળાએ સામે ચાલી ખાલી કરી આપી હતી.
પ્રથમ ચૂંટણીના પડકાર દરમિયાન પણ મોદી શાંત રહ્યા
વાળાએ બેઠક તો ખાલી કરી, પરંતુ રાજકોટ માત્ર સૌરાષ્ટ્રનું કેન્દ્ર જ નહીં, પરંતુ મોદી વિરોધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર પણ બની ગયું હતું. કેશુભાઈ પટેલ ખુદ રાજકોટના હતાં અને મોદીને અંદરથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પટેલ કાર્ડ પણ ધીરે ધીરે ખેલવામાં આવી રહ્યું હતું, કેવી રીતે પટેલે સીએમ કેશુભાઇ પટેલને હટાવી મોદીએ ખુદ સીએમની ખુરશી મેળવી. કેશુભાઈ સાથેના મોદીના અંગત સંબંધો અને કડવાશનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, જે કેશુભાઈ પટેલને મોદીએ પ્રથમ વખત 1995માં મુખ્યમંત્રી બનાવડાવ્યા હતા, તેજ કેશુભાઈ પટેલે 1998 માં ભાજપ દ્વારા ફરી ચૂંટણી જીતવા પર મુખ્યમંત્રી પદના શપથ લેતા દરમિયાન તત્કાલીન રાજ્ય સંગઠન મહામંત્રી સંજય જોશીના ઈશારા પર, મોદીને સમારોહમાં ભાગ લેવા આમંત્રણ પણ મોકલવામાં આવ્યું ન હતું. મોદી કેશુભાઈના રહેતા સમયે જ્યારે પણ કેટલાક સામાજિક કે અંગત કામો માટે થોડા દિવસો માટે ગુજરાતમાં આવતા ત્યારે કેશુભાઈના કહેવા પર ગુજરાત પોલીસના ગુપ્તચર વિભાગના જવાનો તેમની પાછળ મુકી દેવામાં આવતા હતા. મોદીને આ બધાની જાણકારી હતી, તે પછી પણ તેમણે મૌન રાખ્યું હતું અને કોઈ પણ હંગામો કર્યા વિના ગુજરાતના મુખ્યમંત્રીની ખુરશી પર બેસી ગયા હતા, ત્યારબાદ લગભગ પોણા વર્ષ પછી ત્યારે ખાલી કરી, જ્યારે તેઓ દેશના વડા પ્રધાન બની ગયા અને ત્યારબાદથી પી.એમ.ની ખુરશી પર મજબુતીથી બેઠા છે.
મોદીએ તેમની સામે કાવતરાં કરનારા લોકોનું નામ લીધા વિના જ જીવનની પહેલી ચૂંટણી પણ જીતી લીધી હતી. તે વિજયની ઉજવણી કરે તે પહેલા જ, ગુજરાતમાં ગોધરા કાંડ બન્યો હતો અને બીજા દિવસે, ગુજરાતના કેટલાક ભાગમાં ફાટી નીકળેલા રમખાણ પૂરા દેશ અને દુનિયામાં ગુજરાત રાયટ્સ તરીકે જાણવા લાગ્યું અને તે સમયે સમગ્ર વિશ્વમાં મોદીની છબિ તે ફાશિસ્ટની બનાવવામાં આવી, જેણે જાણી જોઈને કતલેઆમ કરાવ્યું, તે પણ તેવા સમયે જ્યારે મોદીએ તોફાનોના પહેલા જ દિવસે રાજ્યમાં સેના બોલાવી દીધી હતી અને પોતાના પ્રથમ સંબોધનમાં વિધાનસભાની અંદર કહ્યું હતું કે, લોહીનો કોઈ રંગ નથી હોતો, લોહી કોઈનું પણ વહે, તે દુખદ ઘટના છે.
તોફાન અથવા એન્કાઉન્ટરના આરોપો પર પણ મૌન રાખ્યું, કોર્ટનો નિર્ણય થવા દીધો
ગુજરાત રમખાણો દરમિયાન અથવા તોફાનોના અંત પછી પણ મોદી પર રાજીનામું આપવાનું ભયંકર દબાણ હતું. પક્ષના ઘણા નેતાઓ પણ તેના પક્ષમાં રહ્યા હતા, તો વિપક્ષ અને મીડિયા પણ દબાણ લાવી રહ્યા હતા. મોદીએ ત્યારે પણ મૌન ધારણ કર્યું હું. કંઈપણ પ્રતિક્રિયા આપી નહીં. વિધાનસભા ભંગ કરી, જનતાની અદાલતમાં ગયા, અને ચૂંટણીમાં મોટી જીતી મેળવી અને ફરી એકવાર ગુજરાતની કમાન સંભાળી. મોદીનું મૌન ફક્ત પ્રચાર દરમિયાન જ તૂટી રહ્યું હતું, પ્રચાર સમાપ્ત થયા બાદ ફરીથી મૌન.
2002ની જીત પછી પણ મોદી માટે પડકારોનો અંત આવ્યો નહીં. પાર્ટીની અંદર હજી પણ જૂથ વાદ હતો, જે સતત તેમની પાછળ પડતો રહ્યો. આજે જે પાર્ટીમાં મોદી સૌથી મોટો ચહેરો છે, તે પાર્ટીમાં પણ મોદીએ પ્રારંભિક તબક્કામાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. મોદીના મુખ્યમંત્રી બનતાની સાથે જ સંજય જોષીને ગુજરાતમાંથી વિદાય આપવામાં આવી હતી, પરંતુ તે ટુંક સમયમાં ભાજપના કેન્દ્રિય એકમમાં સંગઠન મહામંત્રી બની ગયા, મોદીના વિરોધીઓને સંપૂર્ણ રીતે રાજી રાખ્યા. આ જ કારણ હતું કે પાર્ટીની અંદર મોદી સામે અનેક વખત બળવાના સૂર ઉઠતા રહ્યા. પરિસ્થિતિ એટલી વધી ગઈ કે મે 2004માં પાર્ટીના વરિષ્ઠ નેતા એ.કે. પટેલના ફાર્મહાઉસ પર પાર્ટીના ધારાસભ્યોની મોટી ફોજ ભેગી થઈ હતી, અને તેમાં કોળી સમાજના મોટા નેતા અને એક સમયના ટાડાના આરોપી અને ગુજરાત સરકારમાં મંત્રી રહેલા પુરૂષોત્તમ સોલંકીએ એવું નિવેદન આપી દીધુ હતું કે, જો કેશુભાઈ કહે તો, હું મોદીને ખુદ ઉઠાવી દિલ્હી ફેંકી આવીશ. તે સમયે આવી પરિસ્થિતિઓ હતી.
ચૂંટણીમાં આક્રમક, બાકીનો સમય મૌન
2007 ની ચૂંટણી પહેલા, જ્યાં રમખાણો અને એન્કાઉન્ટરના કેસો અંગે મોદી વિપક્ષના નિશાના પર હતા, તેવા સમયે, ગુજરાતમાં પણ તેમના પક્ષની અંદર બળવો થઈ રહ્યો હતો. પરિસ્થિતિ એવી પણ બની હતી કે 2007ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ ભાજપના નેતાઓનું એક મોટું જૂથે પાર્ટી છોડી એક નવું દળ બનાવી બેઠુ, અને એક નવી પાર્ટીની રચના કરી હતી મહાગુજરાત જનતા પાર્ટી, જેનું નેતૃત્ત્વ ગોર્ધન ઝડાફિયાએ કર્યું હતું, અને કેશુભાઇ પટેલ દ્વારા પણ બળતામાં ઘી હોમવામાં આવ્યું, સાથે સાથે વીએચપીના મહાસચિવ પ્રવીણ તોગડિયા, જે એક સમયના હાર્ડકોર, ફાયરબ્રાન્ડ હિન્દુત્વનો મોટો ચહેરો હતા અને ઝડફિયા તથા કેશુભાઈ જેવા ગુજરાતના શક્તિશાળી પટેલ સમાજમાંથી આવતા હતા. આવી સ્થિતિમાં મોદીએ 2007ની વિધાનસભાની ચૂંટણી બે મોરચા પર લડવી પડી હતી, એક તરફ કોંગ્રેસ હતી, જેમની કેન્દ્ર મનમોહન સિંઘની સરકાર હતી, અને બીજી બાજુ તેના પોતાના લોકો હતા, જેઓ સામે ઉભા રહી પડકાર ફેંકી રહ્યા હતા. ગુજરાતમાં ખાસ કરીને પટેલ સમાજ મહત્વપૂર્ણ વોટ બેન્ક રહ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં. મોદીને હરાવવા માટે આ સમુદાયને પણ પાર્ટીથી દુર કરવાની કોશિશ કરવામાં આવી, મોદીને કિસાન વિરોધી અને પટેલ વિરોધી જાહેર કરવાની કોશિશ કરવામાં આવી, કેમ કે ચૂંટણી પહેલા જ મોદીએ વીજ ચોરી અટકાવવા માટે ખાસ પોલીસ સ્ટેશનો બનાવ્યા હતા, જેમાં કડક સજા કરવાનું કહ્યું હતું. બસ આ વાતને કિસાન વિોધી તરીકે દર્શાવવામાં આવી. આ ત્રિકોણીય લડાઈમાં, મોદી વિજયી તરીકે ઉભરી આવ્યા, મૌન એ તેમનું શસ્ત્ર રહ્યું હતું, તેમણે ક્યારે પણ પક્ષની અંદર પોતાના વિરોધીઓને લઈ જાહેરમાં કોઈ નિવેદન આપતા નહોતા, પરંતુ જ્યારે તક મળે ત્યારે ચૂંટણીમાં તેઓ ઉધડો લઈ લેતા હતા.
અમેરિકાએ વિઝા આપવા માટે ના પાડી ત્યારે પણ રહ્યા ચુપ
મોદીની સામે પડકારો ક્યારે ઓછા નથી થયા. એક તરફ મોદી જ્યાં 2003થી જ સતત વાઇબ્રન્ટ ગુજરાત સમ્મેલન કરી રાજ્યમાં દેશી-વિદેશી રોકાણ મેળવીને વિકાસનું પોતાનું ગુજરાત મોડલ વિકસિત કરવા લાગ્યા હતા. ત્યારે બીજી તરફ તેમના રાજકીય વિરોધી સતત કેમ્પેનમાં લાગ્યા હતા. આમાં માત્ર રાજકીય પાર્ટીઓ જ ન નહીં એ એજન્સીઓ અને આક્રામક તેવર રાખનાર ઈન્ટરનેશનલ મીડિયા પણ હતું. જેને મોદીને 2002ની હિંસાના કારણે ખલનાયક છોડીને કોઈ અન્ય રોલમાં ન દેખાડવાની કસમ ખાધી હતી. આ જ કારણ રહ્યું હતું કે 2005માં જ્યારે મોદીને હવે અમેરિકા જઈને ત્યાં વરસનારા અપ્રવાસી ભારતીઓના સમ્મેલનને સંબોધિત કરવાનું હતું. અને ગુજરાતમાં રોકાણ લાવવાનો માહોલ બનાવવાનો હતો. આવી સ્થિતિ પર અમેરિકી સરકારે મોદીને વિઝા આપવા માટે ના પાડી દીધી હતી. એવું પહેલીવાર થયું હશે કે ભારતના કોઈ મોટા ઔદ્યોગિત રીતે સંપન્ન રાજ્યના સીએમને અમેરિકાની એનજીઓ અને વિરોધી લોબીના દબાણમાં વિઝા આપવાથી ના કહી દીધી હતી. મોદીએ એ અવસર ઉપર સાર્વજનીક રીતે કંઈ બોલ્યા નહીં, ચુપ જ રહ્યા. વીડિયો કોન્ફરન્સિંગથી એ સમ્મેલનને સંબોધિત કર્યું. આ વિઝા બેન બાદ મોદી સીધા 2014માં અમેરિકા ગયા જ્યારે તે સીએમથી પીએમ બની ચૂક્યા હતા. સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધિત કરી અને ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે બરાક ઓબામાએ વ્હાઈટ હાઉસમાં મોદીની મેજબાની કરી હતી. અમેરિકી શાસન અને શક્તિનું વાઈટ હાઉસ સૌથી મોટું પ્રતિક છે. મોદી નવ વર્ષ સુધી ચુપ રહ્યા હતા કંઈ જ ન કહ્યું. પરંતુ આલોચકોએ પોતાના ગાલ ઉપર થપ્પડ અનુભવી હતી. જ્યારે મોદીના સ્વાગતમાં આખા વ્હાઈટ હાઉસ સજાવ્યું હતું.
આરોપ લાગ્યા, ચુપ રહ્યા, ક્લીન ચિટ મળી ત્યારે કહ્યું સત્યમેવ જયતે
એવું ન હતું કે ગુજરાતમાં 2002 અને પછી 2007માં ચૂંટણી જીત્યા બાદ મોદી માટે પરેશાનીઓ ખતમ થઈ હતી. મોદીની સામે ષડયંત્રો ઓછા ન થયા. કોઈના કોઈ બહાને કોર્ટમાં મોદી સામે અરજીઓ દાખલ થતી રહી. દેશની સર્વોચ્ચ અદાલત તરીકે સુપ્રીમ કોર્ટે વિશેષ તપાસ સમિતી એટલે કે એસઆઈટીની રચના કરી અને આના થકી ગુજરાત હિંસાની રચનાથી સંબંધિત ઝાકિયા જાફરીની અરજીમાં લગાવેલા આરોપોની તપાસ કરાવી. આ દરમિયાન પોતે ગુજરાત પોલીસના અનેક અધિકારીઓ ખુલ્લેઆમ મોદીની મુખાલફત કરી રહ્યા હતા. પરંતુ મોદીએ ચુપ્પી સાધી રાખી. છેવટે ખુદ એસઆઈટીના સંબંધિત કોર્ટમાં પોતાની રિપોર્ટ દાખલ કરવી પડી. સુપ્રીમ કોર્ટની સ્ક્રુટિની બાદ, જેને કોર્ટમાં મંજૂર કર્યો, મોદીની ક્લીન ચિટ મળી. મોદીએ કોઈ સાર્વજનિક અટ્ટહાસ ન કર્યું. નિર્ણય બાદ માત્ર એક બ્લોગ લખ્યો. દેશની જનતાના નામ, શિર્ષક હતું સત્યમેવ જયતે.
યુપીએએ કર્યું હતું મોદીને અંદર કરવાનું ષડયંત્ર
એક તરફ કોર્ટમાં દાવ પેંચ, તો બીજી તરફ સીબીઆઈનો ઉપયોગ કરીને ફંસાવવા માટે કરવામાં આવતો હતો. કેન્દ્રમાં શાસનમાં કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર હતી. ત્યારે એ સમય હતો જ્યારે સીબીઆઈને પિંજરાનો પોપટ કહેવામાં આવતો હતો. એ પોપટે પોતાના રાજનીતિક આકાઓના ઈશારે ગુજરાતના તત્કાલિન ગૃહ રાજ્યમંત્રી અમિત શાહને ઇશરત જહાં એન્કાઉન્ટર કેસના આરોપી બતાવીને વિશેષ અદાલતમાં તેમની સામે ચાર્જશીટ કરી હતી. અમિત શાહ સામે સરેન્ડર સિવાય કોઈ વિકલ્પ ન બચ્યો. જે ગુજરાતમાં અમિત જેલ મંત્રી હતી. એ રાજ્યની સૌથી મોટી સાબરતમી સેન્ટ્રલ જેલમાં તેમને અનેક મહિનાઓ પસાર કરવા પડ્યા હતા. એ સમયે કોશિશ એ હતી કે અમિત શાહ બાદ મોદીને પણ આ મામલામાં પકડવામાં આવે. ફસાવવામાં આવે. સીબીઆઈના જે દસ્તાવેજો એ સમયે લીક થયા હતા. તેમાં એ વાત ચોખ્ખી રીતે સામે આવી હતી. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે પણ મોદી ચુપ હતા. તેઓ માત્ર મૌન જ નહીં પરંતુ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ક્યારે અમિત શાહને મોલા માટે ગયા નહીં. સીએમ તરીકે પોતાના પદની મર્યાદાનું તેમણે ખ્યાલ રાખ્યું હતું. એટલા માટે તેમણે જેલ જઈને મુલાકાત ન લીધી. એ સમયે પણ રાજકીય દુશ્મનોએ જોર-શોરથી એ ખબર પ્લાન્ટ કરવા કે મોદીએ પોતાના સૌથી સૌથી ખાસ સહયોગી અમિત શાહનો પણ સાથ છોડી દીધો. જેવો અત્યારે આરોપ લાગી રહ્યો છે કે મોદીએ પશ્વિમ બંગાળના પોતાના સમર્થકોનો સાથ છોડી દીધો છે. કેમ ખુલીને તેઓ તેમનો સાથ નથી આપી રહ્યા, મમતાની સામે અવાજ બુલંદ કરી રહ્યા છે. આ સમયે જે વાત માટે મોદીની આલોચના થઈ રહી છે. 2010માં પણ મોદીએ ચુપ્પી માટે આલોચના થઈ રહી હતી. તેમના ઉશ્કેરવા છતાં પણ મોદીએ પોતાનું ધૈર્ય ન ખોયું. મોદીને ખબર હતી કે તેમની સરકારનું પ્રદર્શન અને જનતા માટે કરવામાં આવેલું કામ જ અંતે તેમને કામ આવશે. આ મિશન સાથે તેઓ લાગ્યા રહ્યા. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ફરીથી મોટા માર્જીન સાથે જીત્યા, એ પણ ત્યારે જ્યારે એકવાર ફરીથી તેમની સામે મેદાનમાં કોંગ્રેસ ઉપરાંત ગુજરાત પરિવર્તન પાર્ટીના બેનર હેઠળ કેશુભાઈ પટેલ ઊભા હતા. તેમના હટાવ્યા બાદ મોદી પહેલીવાર ગુજરાતના સીએમ બન્યા હતા. 2001માં. પરંતુ મોદીએ આ પડકારનો પણ મજબૂતીથી મુકાબલો કર્યો હતો અને ત્રીજી વાર ગુજરાતમાં પાર્ટીને પોતાની આગેવાનીમાં જીત અપાવી.
અડવાણીએ મોદીના પીએમ ઉમેદવારીનો વિરોધ કર્યો ત્યારે પણ ચુપ રહ્યા
પડોશમાં ત્રણ રાજ્યો- મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ 2013માં એ પાર્ટીની સૌથી મોટી કેમ્પેનર રહેલા અને ત્યાં પણ પાર્ટીને સફળતા અપાવી હતી. આવી રીતે સિદ્ધિ વચ્ચે જ્યારે આખો દેશમાં મોદી માટે માહોલ સજાયો હતો. મોદીને એકવાર ફરીથી અંદરથી જ પડકાર મળ્યો હતો. લાલકૃષ્મ અડવાણીએ મોદીની પીએમ તરીકે ઉમેદવારીનો વિરોધ કર્યો હતો. મોદીએ ત્યારે પણ પોતાનું ધૈર્ય ન ખોયું. કોઈ નિવેદન ન આપ્યું. અને પોતાના દમ ઉપર પાર્ટીને 2014માં કેન્દ્રમાં સત્તા લઈને આવ્યા. બીજેપીની પોતાના દમ ઉપર કેન્દ્રમાં આ પહેલી સરકાર હતી. એ નક્કી છે કે ત્યારબાદથી ઈતિહાસ બદલાઈ ચુક્યો છે. તમામ કેસોમાં એક બાદ એક અમિત શાહને રાહત મળી. મોદીના વિશ્વાસું અમિત શાહ પાર્ટીના હાલના વર્ષોના સૌથી સફળ અધ્યક્ષ રહ્યા અને 2019થી દેશના ગૃહમંત્રી છે. આખા નવ વર્ષ બાદ સરકારમાં વાપસી કરી. રાજ્યથી સીધા કેનદ્રમાં એ પણ મોદીની આગેવાનીમાં જ.
જ્યાં સુધી મોદીનો સવાર છે. પીએમ બન્યા બાદ પણ પડકારો ખતમ ન થયા. ક્યારેક નોટબંધીને લઈને તેમના સામે વિરોધી માહોલ બન્યો. તો ક્યારેક જીએસટી લાગુ કર્યાને લઈને, ક્યારેક કાશ્મીરમાં ધારા 370ને ખત્મ કરવાને લઈને તે વિપક્ષના નિશાના ઉપર રહ્યા છે. તો ક્યારે સીએેએને લઈને. પરંતુ મોદી સાર્વજનિક રીતે આના ઉપર પણ ચુપ રહ્યા. મોદીની આ વાતને લઈને આલોચના થતી રહી કે તે બોલતા કેમ નથી, મૌન બાબ કેમ બની જાય છે.
પરંતુ મોદીને સારી રીતે ખબર છે કે કામ બોલે છે અને આ જનતા છે બધુ જાણે છે. જ્યારે 2018માં બીજેપી એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર નહીં બનાવી શકી. ત્યારે રાજનીતિક ભવિષ્યવેતાઓને 2019 લોકસભા ચૂંટણી પહેલા મોદીના સ્ટાર ડૂબતો દેખાડવાનું શરું કર્યું હતું. પરંતુ ઉલ્ટું થયું. આ જ રાજ્યોમાં મતદાતાઓએ માત્ર કેટલાક મહિનાઓની અંદર જ હાથ ખોલકર મોદીની જોલીમાં લોકસભાની સીટો આપી દીધી.
મોદી મોદીનું મૌન છે ખતરનાક
આ જ હાલ એકવાર ફરીથી છે. પશ્વિમ બંગાળમાં મતતાની જીત બાદ આ જ પ્રકારનો માહોલ વિપક્ષ બનાવી રહ્યો છે. જાણે મોદી માટે ઉલ્ટી ગિનતી શરૂ થઈ છે. બાકી ખાસ વિપક્ષને કોરોનાની મહાઆપદાથી છે. એટલા માટે કેન્દ્રથી સહયોગનો ભાવ નહીં બરાબર, પહેલા લોકડાઉન કર્યું તો કેમ કર્યું અને જ્યારે મોદીને આ માટે રાજ્યો ઉપર રાજ્યો ઉપર જવાબદારી નાંખી, તો લોકડાઉન કેમ ન કરી રહ્યા. મોદી ઉપર આરોપ. પરંતુ મોદી જુબાની જંગમાં સામેલ ન્હોતા થઈ રહ્યા. તેમને ખબર છે કે ચર્ચા કરી અને જીભ ચાલવાની જગ્યાએ સેવામાં પોતાનો વધારે સમય ખર્ચ કરવાો સારો રહેશે. મોદી માટે જનતા જનાર્દન છે. અને તેઓ જાણએ છે કે આ જનતા યોગ્ય સમય આવવા પર સાચા ખોટાનો નિર્ણય કરી દે છે. જેવા કે તેમની રાજનીતિક કેરિયરમાં હંમેશા હર કેટલાક વર્ષો પર એવું થતું આવ્યું છે. જો સાવધાની રાખવાની આવશ્યક્તા છે વિપક્ષને કારણે મોદીની ચુપ્પી હંમેશા ખતરનાક હોય છે. તૂફાન પહેલાની શાંતિ જેવી. અને જ્યાં સુધી સમર્થકોનો સવાલ છે તેમને ધ્યાન હશે કે મોદી ક્યારે કોઈને ભુલતા નથી. સાથે જે હોય તેમનું દુઃખ દર્દ હંમેશા તેમની પ્રાથમિકાતમાં હોય છે. વિશ્વાસ ન તો આંખ ઉઠાવીને જોઈ લે એવા લોકો અંગે માનવામાં આવી રહ્યું હતું કે, મોદીએ તેમને કિનારે કરી દીધા છે અને તે સૌથી નજીક અને સૌથી મજબૂત છે.
જવાબ આપવા માટે સમય પોતાના હિસાબથી પસંદ કરે છે મોદી
અને અહીં છેલ્લી વાત મોદી દરેક પડકારનો જવાબ આપવા માટે પોતાના હિસાબથી સમય નક્કી કરે છે. યાદ કરી લઈએ કે 2016માં ઉરીમાં થયેલા આતંકી હુમલાઓ બાદ મોદી ઉપર કેટલાય કટાક્ષો કરવામાં આવી રહ્યા હતા. વિરોધીઓ તો ઠીક, સમર્થકોમાં પણ નિરાશા હતા. પરંતુ મોદીએ તેનો જવાબ આપ્યો એ પણ દેશ અને દુનિયાને જાણ કર્યા વગર, મોઢું ખોલ્યા વગર, દુશ્મન દેશ પાકિસ્તાનને ખબર ન પડી કે ક્યારે સર્જિકલ સ્ટ્રાઈક થઈ. એટલું જ નહીં, પુલવામાં હુમલા બાદ પણ મોદી કંઈ જ કહ્યું નથી, ચુપ્પી બનાવી રાખી, અને 2019માં સીમા પાર બાલાકોટમાં એર ટ્રાઈક કરી નાંખી. બંને મોકા પર દેશ અને દુનિયાને વિશ્વાસ ન થયો કે જો પાકિસ્તાન પોતાની ન્યુક્લિયર તાકાતના બલ ઉપર એ માની બેઠું હતું કે ભારત તેની સમામાં ઘૂસીને ક્યારે હુમલો નહીં કરે. તે આ માટે કેવી રીતે હિંમ્મત ભેગી કરી શક્યા. મોદીએ ક્યારે પણ બદલો લેવા પહેલા ગાઈ વગાડ્યું નથી. સબક સીખવાડવાનો હુલ્લો કર્યો નથી અને બદલો લીધો તો પાકિસ્તાન શું આખી દુનિયાને ખબર પડી ગઈ. મોદી વિરોધી જ નહીં સમર્થકોએ પણ એ હંમેશા યાદ રાખવું પડશે કે મોદીની ચુપ્પી કાયરતાનો સંકેત નથી પરંતુ યોગ્ય સમય ઉપર જવાબનો સંકેત હોય છે. ખતરનાક હોય છે. છેલ્લા અઢી દશકોનો ઇતિહાસ આ જ બતાવે છે.
(આ લેખકના અંગત વિચાર છે, લેખક નેટવર્ક સમૂહ 18ના મેનેજિંગ એડિટર તરીકે કાર્યરત છે)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર