ભારતમાં કેમ ઘેરાયું ઑક્સિજનનું મહાસંકટ, આગામી સપ્તાહ સુધી સુધરી જશે સ્થિતિ?

ભારતમાં કેમ ઘેરાયું ઑક્સિજનનું મહાસંકટ, આગામી સપ્તાહ સુધી સુધરી જશે સ્થિતિ?
(AP)

દેશના મોટાભાગમાં ઓક્સિજન માટે કોહરામ જોવા મળી રહ્યો છે. ત્રણ લાખથી વધારે લોકો રોજ કોરોનાની બીજી લહેરમાં પ્રભાવી થઇ રહ્યા છે અને હજારોના મોત રોજ થઇ રહ્યા છે. આ મોત પાછળ સૌથી મોટું કારણ ઓક્જિસનની અછત માનવામાં આવી રહ્યું છે.

  • Share this:
દેશના મોટાભાગમાં ઓક્સિજન માટે કોહરામ જોવા મળી રહ્યો છે. ત્રણ લાખથી વધારે લોકો રોજ કોરોનાની બીજી લહેરમાં પ્રભાવી થઇ રહ્યા છે અને હજારોના મોત રોજ થઇ રહ્યા છે. આ મોત પાછળ સૌથી મોટું કારણ ઓક્જિસનની અછત માનવામાં આવી રહ્યું છે. સવાલ એ ઉભો થાય કે શું ઓક્સિજનની આ ભારે માંગણીના હિસાબે પહેલાથી તૈયારી કરવામાં આવી ન હતી કે જે ઝડપથી કોરોનાની સુનામી આવી તેમાં કોઇ પણ તૈયારી રહી શકે નહીં. સચ્ચાઇ આ બંનેની વચ્ચે છુપાયેલી છે.

દેશમાં લિક્વિડ ઓક્સિજનના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં ઉપયોગ પર ગૃહ મંત્રાલયે પ્રતિબંધ લગાવી દીધો છે. કંડલાના દીનદયાળ બંદરગાહ પર ઓક્સિજન સિલિન્ડર બનાવવા માટે ખાસ પ્રકારના સિલિન્ડર સ્ટિલ વિદેશથી મોટા માલવાહક જહાજમાં ભરીને લાવવામાં આવ્યા છે. સિંગાપુરમાં ઓક્સિજન કંસટ્રેટની મોટી સપ્લાય વિમાનો દ્વારા આવી રહી છે. ફ્રાન્સથી પોર્ટેબલ ઓક્સિજન જનરેટર મશીનો મંગાવવામાં આવી રહી છે. દેશનાં બધા સ્ટીલ પ્લાન્ટ્સ, પછી તે સાર્વજનિક હોય કે ખાનગી ક્ષેત્રમાં, ત્યાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ ઓક્સિજનને મેડિકલ ગ્રેડ ઓક્સિજનમાં યુદ્ધ સ્તર કન્વર્ટ કરવામાં આવી રહ્યા છે. દેશમાં ઓક્સિજન એક્સપ્રેસ તરીકે ચર્ચિત માલગાડીઓ પાટા પર દોડી રહી છે. આજે સવારે જ જામનગરથી મહારાષ્ટ્ર માટે ઓક્સિજન સ્પેશ્યલ ટ્રેન નીકળી છે. ઓક્સિજન ટેન્કર્સને ગ્રીન કોરિડોર બનાવીને હોસ્પિટલો સુધી પોલીસની સુરક્ષામાં લાવવામાં આવી રહ્યો છે. દેશના દરેક જિલ્લામાં પીએસએ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ બનાવવા માટે કેન્દ્રએ પૈસા આપવાની જાહેરાત કરી દીધી છે. દેશમાં ખાનગી ક્ષેત્રની મોટી કંપનીઓ તો ક્રાયોજેનિક લિક્વિડ ઓક્સિજન ટેન્કર વિદેશથી ખરીદીને ફટાફટ મંગાવી રહી છે કે પછી પોતાના પ્લાન્ટથી દેશના બધા રાજ્યોમાં ઓક્સિજનના ટેન્કર મોકલી રહી છે.ઓક્સિજનની અછત સૌથી વધારે દિલ્હીમાં

દિલ્હી, જ્યાં પાછલા દિવસોમાં ઓક્સિજનની સમસ્યા સૌથી ગંભીર રહી છે. તેના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બધા મોટો ઔદ્યોગિક સમૂહોને પત્ર લખીને ઓક્સિજન આપવાની પ્રાર્થના કરતા ફરી રહ્યા છે. જેમને કેટલા સમય પહેલા પાણી પી ને ગાળો આપી રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જેમની આગેવાનીમાં કેન્દ્ર સરકાર યુદ્ધ સ્તર પર ઓક્સિજન સપ્લાય કરવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે, તે એક પછી એક સતત મિટિંગો કરી રહ્યા છે. ક્યારેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે તો ક્યારેક ઓક્સિજન સપ્લાય કરનારી કંપનીઓ સાથે તો ક્યારેક ઓક્સિજનનું વિતરણ કરનાર કંપનીઓ સાથે, જેથી ઓક્સિજનની અછતને તાત્કાલિક દૂર કરવામાં આવી શકાય. જ્યારે વાત યુદ્ધ સ્તરની થઇ રહી છે, તો તે એક કહેવત નથી પણ ભારતીય વાયુસેનાના ગ્લોબમાસ્ટર સહિત બધા જ મોટા માલવાહક જહાજ દેશના એક ખુણેથી બીજા ખુણામાં ઓક્સિજન સપ્લાયવાળા ખાલી ટેન્કર્સને પહોંચાડી રહ્યા છે. જેથી તેમાં ઓક્સિજન ભરીને તાત્કાલિક જ્યાં જરૂર હોય તે પ્રમાણે સ્પેશ્યલ ઓક્સિજન ટ્રેનમાં ચડાવીને રવાના કરી શકાય.

ઓક્સિજનનું સંકટ કેમ ઘેરાયું

સવાલ એ ઉભો થાય કે જયારે આ બધા પ્રયત્નો થઇ રહ્યા છે તો પણ ઓક્સિજનની લઇને અછત કેમ જોવા મળી રહી છે. કેમ ઇચ્છીને પણ જલ્દી પોતાના ઘરે ઓક્સિજનનો સિલિન્ડર મળી રહ્યો નથી કે હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને લઇને પરેશાન છે કે પછી તેને ચલાવનાર ડોક્ટર ઘણી વખત કેમેરાની સામે પણ રડી રહ્યા છે. ત્યાં સુધી કે રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા શહેરોની હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવમાં દર્દીઓના મોતના સમાચાર આવી રહ્યા છે. લખનઉથી લઇ પટના, જયપુરથી લઇ ભોપાલ અને પૂણેથી લઇ મુંબઈ સુધી આવી જ સ્થિતિ છે.

શું ન હતી કોઇ તૈયારી

શું એ માનવામાં આવે કે ઓક્સિજનનું વિતરણ કરવા માટે કોઇ તૈયારી કરવામાં આવી ન હતી કે પછી જે તૈયારી કરવામાં આવે તે પુરતી ન હતી કે કોરોનાની સુનામી આવવા પર ડિમાન્ડ પ્રમાણે ઓક્સિજનની સપ્લાય થઇ શકે. આ યક્ષ પ્રશ્નનો સવાલ શોધવા માટે પહેલા દેશમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું અર્થશાસ્ત્ર સમજવું પડશે અને દેશમાં તે પ્રમાણે ઓક્સિજનની સપ્લાયની વ્યવસ્થાને સમજવી પડશે.

પહેલી લહેરમાં ન હતી ઓક્સિજનની અછત

ગત વર્ષે માર્ચમાં જ્યારે કોરોનાએ ભારતમાં દસ્તક દીધી હતી અને તેના એકલ-દોકલ કેસ સામે આવી રહ્યા હતા તેના ઠીક પહેલા ફેબ્રુઆરી મહિનામાં દેશમાં એવરેજ 1000-1200 મેટ્રિક ટન મેડિકલ ગ્રેડ ઓક્સિજનની સપ્લાયની જરૂર પડતી હતી. હોસ્પિટલોની અંદર સામાન્ય હાલતમાં ના વેન્ટિલેટરની વધારે જરૂર હતી અને ઓક્સિજનની અછત પણ ન હતી. કોઇપણ મોટી હોસ્પિટલમાં મહિનામાં એક વખત ઓક્સિજન ટેન્કર મંગાવવાની જરૂર પડતી હતી પણ એપ્રિલ 2020 આવતા આવતા કોરોનાના કેસ વધવાના શરૂ થયા તો આ માંગ 1500 મેટ્રિક ટનની ઉપર ગઈ ન હતી. સપ્ટેમ્બર આવતા આવતા દેશમાં કોરોનાનું જોર ઘટતું ગયું અને ઓક્સિજનની માંગ ફરી પાછી હજાર મેટ્રિક ટનના જૂના રુટિન સ્તર પર પહોંચી ગઈ હતી. આ એ સમય હતો જ્યારે દેશમાં વેક્સીનનું ડેવલપમેન્ટ થવાનું શરૂ થયું હતું, પીએમ મોદી પોતે ઘણા રિસર્ચ સેન્ટર પર વેક્સીન ડેવલપમેન્ટની પ્રોગ્રેસ જોવા માટે ગયા હતા અને આખરે 16 જાન્યુઆરી 2021થી કોરોના વોરિયર્સને વેક્સીન લગાવવાની પ્રક્રિયા શરુ પણ થઇ ગઈ હતી.

આ પણ વાંચો - ઘરે બેઠા ઓક્સિજન લેવલ કેવી રીતે જાળવી રાખશો? કોરોના અંગે મુંઝવતા પ્રશ્નો અંગે ડોક્ટરે કહ્યું આવું

વર્ષની શરૂઆતમાં દરેક રહ્યા બેજવાબદાર

દેશમાં મોટાભાગના લોકો અને રાજનીતિક પાર્ટીઓ કોરોનાની બીજી લહેરના ખતરાથી કેટલા અજાણ હતી તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે ઘણા રાજ્યોમાં સ્થાનિક સ્તરની ચૂંટણીઓ થઇ હતી. નેતા પણ માસ્ક પહેર્યા વગર ફોટો પડાવવા લાગ્યા હતા. માસ્ક નાક અને મો ના બદલે ગળાની શોભા વધારવાની ફેશન તરીકે ઉપયોગ થવા લાગ્યા હતા અને લગ્નની સિઝન જોરશોરમાં ચાલી હતી. મોટી સંખ્યામાં લોકો લગ્નમાં અને રાજનીતિક રેલીઓમાં ભેગા થવા લાગ્યા હતા. કોરોના ગાઇડલાઇનનો ખુલ્લેઆમ ભંગ થવા લાગ્યો હતો. હદ તો એ થઇ કે ટ્રેન અને વિમાન ભરીને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી લોકો યૂપી, બિહારના રાજ્યોમાં હોળી મનાવવા આવ્યા અને ભેટ તરીકે પોતાની સાથે કોરોના વાયરસ લઇને આવ્યા, જેણે મહારાષ્ટ્રમાં ફરી દસ્તક દીધી હતી. પરિણામ એ આવ્યું કે શહેરની સાથે ગામડાઓમાં પણ કોરોના સંક્રમણ વધવા લાગ્યું.

બેદરકારી દિલ્હીમાં પણ થઈ

રાજધાની દિલ્હીમાં ભીડને જોઈને એવું લાગતું હતું જાણે કે બધું સામાન્ય થઈ ગયું છે. શેરીઓમાં ભીડ જોઈને કોઈ એમ કહી શકે નહીં કે એક વર્ષ પહેલા કોરોનાએ આ શહેરમાં દેખા દીધી હતી. દેશના બાકીના શહેરોમાં પણ આવી જ હાલત હતી. લોકો પહેરવાનું તો ભૂલી જ ગયા હતા. ચાર જણા ભેગા થયા નથી કે માસ્ક ઉતારીને દિવસે ચા અને રાતે જામ છલકાવા લાગ્યા હતા. પરિણામે, 15 માર્ચથી 15 એપ્રિલના મહિના દરમિયાન, દેશમાં કોરોના વાયરસનું વાવાઝોડું ભયાનક સુનામીનું સ્વરૂપ લઈ ગયું, જેણે રોજ લાખો લોકોને ઝપટમાં લેવાનું શરૂ કરી દીધું.

ઓક્સિજનની માંગમાં સીધા છ ગણો વધારો થયો છે

વાયરસનું નવો સ્ટ્રેઇન એકથી પાંચ લોકો સુધી નહીં પણ એકથી ત્રીસ લોકો સુધી પહોંચી રહ્યો હતો અને તે પણ માત્ર 72 કલાકની અંદર અને તેથી જ એક દિવસમાં ત્રણ લાખ નવા કેસની સંખ્યામાં પહોંચવામાં થોડા અઠવાડિયા લાગ્યાં. અને આની સાથે જ, ભારત કે જેણે પ્રથમ લહેરનો હોશિયારીપૂર્વક સામનો કર્યો હતો તે બીજી લહેરમાં બેહોશ થતો નજરે પડ્યો. હોસ્પિટલમાં પહોંચતા અને મૃત્યુ પામી જતા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો અને આ સાથે ઓક્સિજનની માંગ રોકેટની જેમ ગગનચુંબી થઈ ગઈ. જે દેશમાં વર્ષ પહેલાં કોરોનાની પહેલી લહેરમાં ઑક્સીજનની માંગ દોઢ હજાર મેટ્રિક ટન અને સમાન્ય સ્થિતિમાં હજાર મેટ્રિક ટનથી ઉપર નહોતી ગઈ, એ માંગ સીધી છ હજાર મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ. આ સ્થિતિમાં ઑક્સીજનની આ માત્રાની સમસર સપ્લાય ન થતા હાહાકાર મચી ગયો.

ગત વર્ષે જ કેન્દ્રોએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી

શું પીએમ મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે તેના વિશે વિચાર્યું ન હતું અથવા તો પૂરતી તૈયારી નહોતી કરી. ઑક્સીજનના કિસ્સામાં, મોદી સરકારે યુરોપ અને અમેરિકામાં કોરોનાની બીજી લહેરને આવતી જોઈને ગત વર્ષના અંતમાં દેશના જુદા જુદા ભાગોમાં 162 પ્રેશર સ્વિંગ એબ્ઝૉર્શન (PSA) મેડિકલ ઑક્સીજન જનરેશન પ્લાન્ટ સ્થાપના માટે આશરે બસ્સો કરોડ રૂપિયાની રાશિ મંજૂર કરી દીધી હતી. જેના માટે ઑક્ટોબર 2020માં જ ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા હતા. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આખા દેશમાં આ પ્લાન્ટ સ્થાપવાના હતા. જ્યારે કે પ્લાન્ટ સ્થાપતા પહેલાં સંબંધિત સ્થળે સાઇટ તૈયાર કરાવવાનું કામ રાજ્ય સરકારોએ કરવાનું હતું. ઓક્સિજનનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા આ પ્લાન્ટ્સ સરકારી હોસ્પિટલોની સાથે સ્થાપિત કરવાના હતા જેથી સંકટ સમયે ટેન્કર પર સંપૂર્ણ નિર્ભર રહેવાની જરૂર ન ઉદ્ભવે.

પીએસએ ઑક્સીજન પ્લાન્ટ હવે દેશના દરેક જિલ્લામાં સ્થાપિત થશે

કોરોનાની બીજી લહેર પછી, આ રવિવારે, મોદી સરકારે પીએસએ પ્લાન્ટ પીએમ કેર ફંડથી વધુ 551 જિલ્લા સ્થાપવાની મંજૂરી આપી છે. પરંતુ વિધિની વક્રતા એ હતી કે ડિસેમ્બર 2020માં પ્લાન્ટ લગાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નહીં કારણ કે મોટાભાગની જગ્યાએ રાજ્ય સરકારોએ સાઇટ્સ તૈયાર કરી નહોતી અને આરોગ્ય મંત્રાલયને પીએસએ પ્લાન્ટ સ્થાપવા માટે જરૂરી સાઇટ પૂર્ણ કરવાના પ્રમાણપત્ર આપ્યા નહોતા. મંજૂર કરાયેલા ઉપકરણોની અડધી સંખ્યા પણ જમીન પર ઉતારી શકાઈ નહીં. રાજ્ય સરકારોએ એ આ વિષયને ગંભીરતાથી ન લીધો. રાજધાની દિલ્હીમાં જ્યાં સૌથી વધુ હાહાકાર મચી ગયો છે, ત્યાં પણ આઠ પીએસએ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, દિલ્હીમાં ફક્ત એક પ્લાન્ટ શરૂ થઈ શક્યો એ પણ બુરાડીની હૉસ્પિટલમાં આ વર્ષે 17મી માર્ચથી જ્યારે કોરોનાની સુનામીએ દેખા દઈ દીધી હતી. બાકીના સાત પ્લાન્ટ કાર્યરત થઈ શક્યા ન હતા. જો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સૂત્રોનું માનીએ તો, દિલ્હીની કેજરીવાલ સરકારે સ્થળને સમયસર પૂર્તિનું પ્રમાણપત્ર આપ્યું ન હતું, જેના કારણે પ્લાન્ટ લગાવવાનું કામ મોડું થયું હતું. આમાંના મોટાભાગના પ્લાન્ટ જે તે હોસ્પિટલોમાં સ્થાપિત કરવાના હતા જ્યાં કોરોના દર્દીઓ ઑક્સીજન માટે અટવાયા છે, પછી ભલે દીનદયાલ હોસ્પિટલ હોય કે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલ. જો પીએસએના આઠ પ્લાન્ટ્સ ચાલુ કરવામાં આવ્યાં હોત, તો દિલ્હીમાં લગભગ સાડા ચૌદ મેટ્રિક ટનનો પોતાનો ઑક્સીજન ભંડાર હોત, પરિસ્થિતિ એટલી વિનાશક ન હોત.

એપ્રિલ 2020માં જ મેડિકલ ગ્રેડ ઑક્સીજન બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી

સવાલ એ ઉભો થાય છે કે શું પીએસએ પ્લાન્ટથી જ મોદી સરકાર નિશ્ચિંત થઈ ગઈ હતી. ના એવું નહોતું. જો આ સ્થિતિ હતી, તો દેશમાં અચાનક જન્મેલી છ હજાર મેટ્રિક ટન મેડિકલ ગ્રેડ ઑક્સીજનની માંગ અનુસાર ઉત્પાદન શક્ય નહોતું. ગયા વર્ષે એપ્રિલમાં જ મોદી સરકારે આ માટે તૈયારી કરી લીધી હતી, જ્યારે કોરોનાની પહેલી લહેર દેશમાં પ્રવેશી હતી અને કોઈને ખબર નહોતી કે એક વર્ષ પછી, ઑક્સીજનની જરૂરિયાત એટલી મોટા પાયે સર્જાશે કે દેશ અને દુનિયામાં ભારતની સ્થિતિને લઈને હાહાકાર મચી જશે અને વિદેશી મીડિયામાં ઑક્સીજનની અછત હેડલાઇન બની જશે.

દેશમાં લગભગ સાડા આઠ હજાર મેટ્રિક ટન ઉત્પાદન કરવાની ક્ષમતા છે

એપ્રિલ 2020માં મોદી સરકારે એ દૂરંદેશી નિર્ણય કર્યો હતો કે જાહેર સહિતના જેટલા મહત્ત્વના ઉદ્યોગો છે જેમાં ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ ઑક્સીજનનું ઉત્પાદન થાય છે, એમને જરૂરિયાત સર્જાય તો મેડિકલ ગ્રેડ ઑક્સીજનનું ઉત્પાદન કરવાની સુવિધા આપવામાં આવે. તદનુસાર, આ બધા મોટા પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી હતી, તેમને તેના માટે જરૂરી ઉપકરણો અને વ્યવસ્થાઓ કરી હતી અને તેનાથી સંબંધિત તમામ પ્રોટોકોલ નક્કી કરવામાં આવ્યા હતા. આ જ કારણ છે કે જ્યારે છેલ્લા પખવાડિયામાં માંગમાં અચાનક સામાન્ય જરૂરિયાત કરતાં છ ગણો વધારો થયો છે, ત્યારે ઉત્પાદનના સ્તરે કોઈ પડકાર નહોતો. દેશમાં આશરે સાડા આઠ હજાર મેટ્રિક ટન ઓક્સિજન અને આશરે 40000 મેટ્રિક ટનનો સ્ટોક ઉત્પાદન કરવાની ક્ષમતા છે.

સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એ વાસ્તવિક સમસ્યા છે

તો પછી સવાલ એ ઉભો થાય છે કે જો કોરોના સુનામીનો સામનો કરવા માટે ઑક્સિજન ઉત્પન્ન કરવાની પૂરતી ક્ષમતા છે, તો દેશના ઘણા ભાગોમાં ઑક્સિજનનો પોકાર કેમ થઈ રહ્યો છે. અહીં પડકાર એ છે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ. ખરેખર, કોઈએ કલ્પના પણ નહોતી કરી કે અચાનક જ એટલી ઑક્સિજન આવી ગતિથી પરિવહન કરવાની સ્થિતિ આવશે, જે આખા દેશમાં એક સરખી પેટર્ન નથી, પરંતુ ખૂબ જ ઓછી અથવા તો ખૂબ વધુ એવું જોવા મળ્યું છે, મુંબઈ, પુણે, દિલ્હી, લખનઉ, પટના જેવા પશ્ચિમ અને ઉત્તર ભારતના રાજ્યોમાં મોટાભાગનું ઑક્સિજન સંકટ પેદા થયું છે, જ્યારે ઑક્સિજનના સૌથી વધુ ઉત્પાદન પ્લાન્ટ દેશના દક્ષિણ પૂર્વ ભાગ, વિશાખાપટ્ટનમ, જમશેદપુર, બોકારો, બર્નપુર, દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટથી લઈ અને રાઉરકેલા અને ભિલાઈ સુધી છે.

આ પણ વાંચો - પ્રોનિંગ : કોવિડ-19ના કાળા કેરમાં કેવી રીતે કરશો ‘સેલ્ફ કૅર’?

ઓક્સિજનનું પરિવહન સરળ નથી

ઑક્સિજનની પ્રકૃતિ તેના માર્ગમાં સૌથી મોટી અવરોધ છે. એક તરફ શ્વાસ ચલાવવા માટે તે જરૂરી છે, બીજી બાજુ તે જ્વલનશીલ પણ છે. આમાં તેનું પરિવહન કરવું એ સરળ કાર્ય નથી. તમે ભારતીય વાયુ સેનાના માલવાહક જહાજોમાંથી ઑક્સિજન વહન કરતા ખાલી ટેન્કરને થોડા કલાકોમાં દેશના એક ખૂણા પર લઈ જઈ શકો છો, પરંતુ ભરાયેલા ટેન્કરને ઝડપથી પહોંચાડવાનું શક્ય નથી. લિક્વિડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ) ટેન્કરવાળી ટ્રેનોની ઝડપ 60-65 કિમી / કલાકથી વધારી શકાતી નથી, તેથી રસ્તા પર પણ આ ટેન્કરની ગતિ 50 કિ.મી.થી વધી શકતી નથી.

ઑક્સિજન વહન કરવા માટે ક્રાયોજેનિક ટેન્કર ઝડપથી ખરીદી કરવામાં આવ્યા છે

જ્વલનશીલ પ્રકૃતિને કારણે, વિમાનમાં પ્રવાહી ઑક્સિજન વહન કરવું શક્ય નથી. આવી સ્થિતિમાં, ઉત્પાદન પૂરતું હોવા છતાં, પ્લાન્ટમાંથી જરૂરિયાતમંદ શહેરો અને હોસ્પિટલો સુધી પહોંચવામાં ઘણા દિવસોનો સમય લાગ્યો હતો. કોરોના સુનામી માટે કોઈ સિસ્ટમ પુરતી ન હતી. ન તો ઑક્સિજન વહન કરનારા ટેન્કર આટલી મોટી સંખ્યામાં નહોતા, ન તો નજીકના સ્થળોએ ભરણ મથકો હતા. તેથી જ ખાનગી ક્ષેત્રની મોટી કંપનીઓ પણ મદદ માટે કૂદી પડી. પ્રવાહી ઑક્સીજન વહન માટે ખાસ ક્રાયોજેનિક ટેન્કર ખરીદીને લાવી જેથી તેનું પરિવહન કરી શકાય. જે લિક્વિડ ઑક્સીજન -219 ડિગ્રી સેલ્સિયસ પર બર્ફ બની જાય છે અને -182 ડિગ્રી સેલ્સિયસ પર વરાળ પણ. સ્વાભાવિક છે એવા લિક્વિડ ઑક્સિજનના પરિવન માટે ખાસ ધાતુથી ટેન્કર બનાવવામાં આવે છે જેને લોકપ્રિય સંજ્ઞામાં ક્રાયોજેનિક ટેન્કર કહેવામાં આવે છે.

દિલ્હીની પોતાની પણ તૈયારી નહોતી

જ્યારે ઑક્સિજનની કટોકટી શરૂ થઈ ત્યારે તમામ રાજ્યોમાં અંધાધૂંધી હતી. ખાસ કરીને દિલ્હી અને તેના નજીકના રાજ્યોમાં. દિલ્હીની કેજરીવાલ સરકારે દિલ્હી માટે પોતાનો ઑક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપવાનો પ્રયાસ કર્યો ન હતો. પીએમ કેર્સ હેઠળ પીએસએ પ્લાન્ટ લગાવવાની યોજનાનો લાભ લેવાનો પણ પ્રયાસ થયો ન હતો. આ જ કારણ છે કે જ્યારે દિલ્હીમાં સંકટ વધુ ઉંડું બન્યું ત્યારે પીએસએનો એક જ પ્લાન્ટ તૈયાર હતો. એક તરફ દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સ્તરની મહોલ્લા ક્લિનિક યોજનાનો દેકારો હતો, બીજી તરફ, જ્યારે ઑક્સિજનની જરૂરિયાત સર્જાઈ તો કેન્દ્ર સહિત તમામ રાજ્યોમાંથી ઑક્સિજનની માંગ માટે હાથ જોડવાનો વારો આવ્યો. ત્યાં સુધી કે એવી કંપનીઓ પાસેથી પણ ઑક્સિજન માંગવાની જરૂરિયાત પડી કે જેને રાજનીતિ ચમકાવવાના ચક્કરમાં કેજરીવાલ દિવસરાત ભાંડતા રહ્યા હતા

NCRની સમસ્યા છે જટિલ

દિલ્હીની સમસ્યા ગંભીર હોવાનું બીજું કારણ પણ છે. એક તો દેશની રાજધાની, બીજું ઓપિનિયન મેકર્સનો જમાવડો. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આજે પણ ભલે કોરોનાના સૌથી વધારે કેસ આવી રહ્યા છે. પરંતુ દિલ્હીમાં હોબાળો મચ્યો છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના પચડા પણ દિલ્હી માટે મુસીબત છે. એક તરફ દિલ્હીની પોતાની વસ્તી, બીજી તરફ નોઈડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ, ગુડગાંવ, ફરીદાબાદ, સોનીપત જેવા શહેરોમાંથી અહીં રોજ લાખો લોકો આવે છે અને જાય છે. કહેવામાં તો આ બીજા શહેરોના રાજ્યો છે. પરંતુ વ્યવહારીક રીતે આની અસર પણ દિલ્હી ઉપર છે. કોઈ દિલ્હીમાં રહે છે અને આ શહેરોમાં નોકરી કરે છે. તો આનાથી ઉલટ મામલો પણ છે. એક ભાગીદારી કાર્યયોજના આ વહેતી થયેલી વસ્તી વગર મુશ્કેલ છે. આનાથી પણ મોટી વાત એ છે કે રાજધાની દિલ્હીમાં કેન્દ્ર સરકારના પોતાના નિયંત્રણવાળા ચાર મોટા હોસ્પિટલ, એમ્સ, સફદરજંગ, આરએમએલ અને લેડી હોર્ડિંગ. બાકીના બધા સરકારી હોસ્પિટલની જવાબદારી દિલ્હી સરકારના માથે છે. આ ચક્કરના કફ્યૂઝન અને કુપ્રબંધનની સંપૂર્ણ ગુંજાઈશ છે. બચેલી કસર કેજરીવાલે પૂરી કરી લીધી. જ્યારે પીએમ મોદી સાથે મુખ્યમંત્રીઓની બેઠક દરમિયાન પોતાની જવાબદારીઓ પલ્લુ ઝાડી દઈને ઓક્સિજનની કમીની જવાબદારી કેન્દ્ર સરકારના માથે નાંખવાની કોશિશ કરી હતી.

હેલ્થ સારું કરવાની જવાબદારી કોની

દિલ્હી તો ઠીક, દેશની મોટાભાગની વિપક્ષી સરકારોની ઓક્સિજનની અછતનો ઠીકરો મોદી સરકારના માથે ફોડવાની કોશિશ કરી છે. સવાલ માત્ર ઓક્સિજનનો નથી. વેન્ટીલેટરથી લઈને વેક્સીનની કમી સુધીનો છે. જોકે રાજ્યની શક્તિઓમાં કેન્દ્રના હસ્તક્ષેપનો રોતડા રોનારી મોટાભાગની રાજ્ય સરકારો ભુલી જાય છે કે ભારતીય બંધારણ વ્યવસતા અંતર્ગત પબ્લિક હેલ્થ અને હોસ્પિટલ રાજ્યની યાદીમાં આવે છે. ના કે કેન્દ્રીય સુચીમાં અને ના તો સમવર્તી યાદીમાં. કોરોના દરમિયાન રાજ્યોની આ સ્તર ઉપર ખામીઓને જોતા નાણાં આયોગે પબ્લિક હેલ્થના સમવર્તી સૂચીમાં રાખવાની સલાહ આપી છે. પરંતુ રાજ્ય સરકારોએ અત્યાર સુધી પોતાની સહમતિ વ્યક્ત કરી નથી.

સંકટ ઘેરાતા પીએમ મોદીએ પોતાના હાથોમાં કમાન લીધી

કેન્દ્ર અને રાજ્યની વચ્ચે આ વ્યવસ્તા વચ્ચે ઓક્સિજન સંકટનો ઠીકરું પણ પીએમના માથા ઉપર ઠીકરું ફોડવાની કોશિશ થઈ. સવાલ એ છે કે મોદીએ આ માટે શું કર્યું. શું રાજ્યોને ચેતવ્યા નથી. તૈયારી નથી થઈ. કોરોનાની બીજી આગાહી આપતા અનેક પત્રો કેન્દ્ર તરફથી રાજ્ય સરકારોને મોકલવામાં આવ્યા. પરંતુ મોટાભાગની રાજ્ય સરકારોએ આ સંકટને ખતમ માનતા તૈયારીઓ ન કરી. અંતે જ્યારે એપ્રિલના પહેલા સપ્તાહ બાદ સંકટ ખુબ જ ગહેરું બન્યું. પીએમને મેદાનમાં કૂદવું પડ્યું. બે વખત રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે બેઠક અને એક વખત રાજ્યપાલોની સાથ બેઠક થઈ.

સપ્તાહમાં સપ્લાય ઠીક થવાની આશા

ઓક્સિજનના કોટાને લઈને એક-બીજાની અહીં ઓક્સિજનના ટેન્કર રોકવાની મુશ્કેલીને પણ પીએમ મોદીને ઉકેલવી પડી હતી. સમસ્યાને હલ કરવા માટે જહાજથી લઈને ટ્રેન સુધ્ધા ચલાવવી પડી. જો ઉચ્ચ પદસ્થ સૂત્રોની માનીએ તો આ તમામ પ્રયત્નોથી આગામી એક સપ્તાહની અંદર દેશમાં મોટાભાગ ભાગોમાં ઓક્સિજનની સપ્લાય સામાન્ય થઈ જશે. આટલા માટે મચેલો કોહરામ ખતમ થયો. આ સાથે જ કોરોનાની સુનામી જેવી બીજી લહે પણ અધિકતમ ઉંચાઈ અડ્યા પછી નીચે તરફ આવવાની શરૂ થઈ જશે.

કોરોનાની સુનામી બધા માટે સબક

આ સુનામીના અનેક સબક છે. રાજ્ય સરકારોને સપ્લાઈ ચેન દુરસ્ત કરવા અંગે વિચારવું પડશે. દરેક જિલ્લામાં ઓક્સિજનના પીએસએ પ્લાન્ટ સ્થાપિત કરવા પડશે ખાનગી હોસ્પિટલોને પણ જરૂરતના હિસાબથી પોતાની સપ્લાઈ દુરુસ્ત કરવી પડશે. દેશમાં મેડિકલ ઓક્સિજનનો ધંધો મોટાભાગે ખાનગી હાથોમાં છે. આઈનોક્સ અને લિંડ જેવી કંપનીઓના નામ રાતોરાત દેશના લોકોના મોઢે ચડી ગયા છે. કારણ કે આ કંપનીઓના ઓક્સિજન ટેન્કરોએ સંજીવની જેવી ભૂમિકા ભજવી છે. અત્યારે આમા લાદેલો ઓક્સિજન મળી ગયો જીવ બચી જશે. સમયસર ટેન્કર નહીં આવે તો કોહરામ મચી જશે. દર્દીઓના જીવ સાંસતમાં છે, જીવ જવાનો ગંભીર ખતરો છે. આ સ્થિતિ ક્યાંયથી પણ યોગ્ય નથી. આ માટે આવસ્યક છે કે દરેક જિલ્લામાં પ્રાથમિકતાના આધાર ઉપર પીએમ કેર્યની ફંડિંગવાળા પીએસએ પ્લાન્ટ લગાવવામાં આવે. જેથી કરીને સામાન્ય હાલતમાં ઓક્સિજનની સપ્લાઈ દૂર વિસ્તારોમાં પણ ઓક્સિજનને લઈને ટેન્કર સેવા ટોપઅપ રીતે સુનિશ્ચિત કરી શકાય. ઓક્સિજનની સ્થાનિક વ્યવસ્થા પ્રચુર માત્રામાં ન હોવાના કારણે કોહરામ મચ્યો છે.

જ્યાં તૈયારી હતી ત્યાં કોહરામ મચ્યો નથી

પરંતુ આ કોહરામનો અસર એવા શહેરો અને રાજ્યો ઉપર નથી પડ્યો જ્યાં કોરોનાની સુનામીની આશંકાને ધ્યાનમાં રાખીને તૈયારી કરી લીધી હતી. જમ્મુ કાશ્મીરના લેફ્ટનેન્ટ ગવર્નર મનોજ સિંહે ત્રણ મહિલા પહેલા જ કેન્દ્ર શાસિત પ્રદેશના દરેક જિલ્લામાં કેપ્ટિવ ઓક્સીજન પ્લાન્ટ લગાવાની યોજના ઉપર કામ શરૂ કરી દીધું હતું. જેના આરંભમાં અહીંના નોકરશાહીનો પણ વિરોધ હતો. જાણે એવું માનવામાં આવી રહ્યું હતું કે અહીં જરૂર નહીં પડે. સિંહાને ખબર હતી કે જો જરૂરત પડી ગઈ તો અહીં પહાડી પ્રદેશમાં ઓક્સિજનની સપ્લાઈ આસાન નથી. મેદાની વિસ્તારમાં ઓક્સિજન ટેન્કર પહોંચવા માટે અનેક દિવસ લાગી જશે. આ દરમિયાન દર્દીઓના જીવ નીકળી જશે. સિન્હાની આ તૈયારી જમ્મુ કાશ્મીરમાં કામ આવી રહી છે.

આ જ હાલત ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં રહી છે. અમદાવાદ નગર નિગરના 60 લાખથી વધારે વસ્તી ધરાવતા શહેરમાં ઓક્સિજનની સમસ્યા પેદા થવાનો અંદાજો લગાવ્યો હતો. આવી સ્થિતિમાં નગર નિગમના અધિકારીઓએ રાતોરાત કલોલ અને કચ્છથી ઓક્સિજનના સિલિન્ડર ખરીદી કરી મંગાવી લીધા હતા. અને પોતાની સ્ટોરેજ કેપેસીટી સ્ટોરેજને દુરુસ્ત કરી લીધી હતી. એટલું જ નહીં અલંગના શિપ બ્રેકિંગ યાર્ડમાંથી જૂના જહાજો ઉપર લાગેલા ઓક્સિજન સિલિન્ડરને પણ ફટાફટ કરીને મંગાવી લીધા હતા. શહેનરા ઔદ્યોગિક એકમોને પણ ઉદ્યોગની જગ્યાએ મેડિકલ ઉપયોગ માટે ઓક્સિજન આપવા માટે રાજી કરી લીધા હતા. ઓક્સિજન માટે અમદાવાદમાં દિલ્હી જેવો કોહરામ મચ્યો નથી.

સારા સમન્વય અને મોનિટરિંગની જરૂરત છે

દેશના કોઈપણ હિસ્સામાં આવો કોહરામ મચ્યો નથી. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને કામ કરવું પડશે. કેન્દ્રને રાજ્યમાં સ્વાસ્થ્ય સંબંધી યોજનાઓ લાગુ થાય. આ બદલાવ સુનિશ્ચિત કરવી પડશે. મોનિટર કરવી પડશે. રાજ્યોને પોતાના આળશ ત્યાગવી પડે. એવા મોટા કોર્પોરેટ હોસ્પિટલોને ઓક્સિજન સપ્લાઈની ચિંતા કરવી પડશે. જે કોરોનાના આ કાળમાં લાખો રૂપિયા પ્રતિ દિન દર્દી પાસેથી ચાર્જ કરી રહી છે. પરંતુ ઓક્સિજનની પોતાની વ્યવસ્થા ન કરીને સરકાર સામે રોતડા રડે છે. જો આ બધા સંબંધીત પક્ષોએ પોતાનું કામ નહીં કરે તો આવી એક સુનામી આવશે અને ફરી વ્યવસ્થાની ધજ્જીયા ઉડશે. કોહરામ મચી જશે. હજારો લોકોનો જીવ જશે. ઓક્સિજનના અભાવમાં આ પ્રાણવાયુના અભાવમાં જેની સામાન્ય હાલતમાં કિંમત 17-18 રૂપિયા પ્રતિ કિલોલીટર હોય છે તે વધીને 35-36 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.

સામાન્ય જનતાને પણ નિભાવવી પડશે પોતાની જવાબદારી

કોહરામ મચાવનાર લોકોએ પણ કોરોનાથી બચવા માટે સાવધાનીઓ વર્તવી પડશે. નહીં તો કોરોના પીડિતોને એક ટકા ભાગ, જેમાં ઓક્સિજનની ખાસ જરૂર પડે છે. તેમને પણ ઓક્સિજન પહોંચાડવા માટે મુશ્કેલીઓ પૂર્ણ થઈ જશે. કોરોનાનો ગંભીર રીતે શિકાર થવા ઉપર વ્યક્તિ દરેક મિનિટ ઓક્સીજન સપોર્ટ ઉપર રહેવા દરમિયાન 10 લીટર અને વેન્ટીલેટર ઉપર ચડાવવા પર 60 લીટર ઓક્સીજન પીવે છે. જેનો જથ્થો 24 કલાકમાં હજારો લીટર થઈ જાય છે. એટલા માટે ક્યાંય કોઈ વ્યવસ્થા કરવી શક્ય બનતી નથી. જો સુનામી જેવી હાલત થઈ જાય તો તમે ગમે તેટલા માથા પટકો કે હંગામો મચાવો કે પછી જીવ જતો રહે. એ અદાલતો અને ગ્રીન ટ્રીબ્યૂનલોને પણ વિચારવું પડશે. જે આગ લાગવા ઉપર કુવો ખોદવા જેવી તેજી સાથે આદેશ તો આપે છે પરંતુ સામાન્ય હાલતમાં પર્યાવરણ નિયમોને આગળ ધરીને એવા સંયંત્રોને લગાવવા દેતી નથી અથવા લગાવ્યા બાદ ચાલવા નથી દેતી. તમિલનાડુનો વેદાંતા પ્લાન્ટ આનું ઉદાહરણ છે. જે હજાર મેટ્રીક ટન ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે છે. અદાલતી પચડોમાં પોતે હવા ખાઈ રહ્યો છે. આ સુનામીમાં સબક લેવાની જરૂરત છે અથવા બધાએ ગંભીર કિંમત ચુકવવાની તૈયારી રાખવી પડશે.

(Disclaimer: બ્રજેશ કુમાર સિંહ નેટવર્ક 18 સમૂહના મેનેજિંગ એડિટર તરીકે કાર્યરત છે.આ લેખકના અંગત વિચાર છે)
Published by:Ashish Goyal
First published:April 26, 2021, 20:26 pm

ટૉપ ન્યૂઝ