Home /News /national-international /પોતાના ક્ષેત્રનો કેવી રીતે કરે વિકાસ, પીએમ મોદી પાસેથી શીખે જન પ્રતિનિધિ

પોતાના ક્ષેત્રનો કેવી રીતે કરે વિકાસ, પીએમ મોદી પાસેથી શીખે જન પ્રતિનિધિ

નરેન્દ્ર મોદી (PTI)

વારાણસીના સાંસદ તરીકે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના લોકસભા ક્ષેત્રમાં વિકાસની ગંગા વહેડાવવાનું કામ કર્યું છે. 2014થી આ ક્રમ યથાવત્ છે, જ્યાર તે પ્રથમ વખત અહીંથી લોકસભા માટે પસંદ થયા હતા. દુનિયાની સૌથી પ્રાચીન જીવંત નગરી તરીકે પ્રખ્યાત કાશીના મૂળ મિજાજ અને સંસ્કૃતિને યથાવત્ રાખીને પીએમ મોદી આમ કરવામાં સફળ રહ્યા છે. મોદીએ આવું કરીને તે સાંસદો, ધારાસભ્યો અને અન્ય જન પ્રતિનિધિયોને જગાડવાનું કામ કર્યું છે જે ચૂંટાય તો છે પણ પોતાની જનતાની આશા પર ખરા ઉતરતા નથી

વધુ જુઓ ...
વારાણસીના સાંસદ તરીકે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના લોકસભા ક્ષેત્રમાં વિકાસની ગંગા વહેડાવવાનું કામ કર્યું છે. 2014થી આ ક્રમ યથાવત્ છે, જ્યાર તે પ્રથમ વખત અહીંથી લોકસભા માટે પસંદ થયા હતા. દુનિયાની સૌથી પ્રાચીન જીવંત નગરી તરીકે પ્રખ્યાત કાશીના મૂળ મિજાજ અને સંસ્કૃતિને યથાવત્ રાખીને પીએમ મોદી આમ કરવામાં સફળ રહ્યા છે. મોદીએ આવું કરીને તે સાંસદો, ધારાસભ્યો અને અન્ય જન પ્રતિનિધિયોને જગાડવાનું કામ કર્યું છે જે ચૂંટાય તો છે પણ પોતાની જનતાની આશા પર ખરા ઉતરતા નથી.

સાંસદ તરીકે પોતાની ભૂમિકાનું નિર્વાહ કરતા પીએમ મોદી આજે વારાણસી પહોંચ્યા. પ્રસંગ હતો વારાણસીમાં હોસ્પિટલ અને આંતરરાષ્ટ્રીય સ્તરના કન્વેશન સેન્ટર રુદ્રાક્ષ સહિત ઘણી મોટી પરિયોજનાનું ઉદ્ઘાટનનો. હર-હર મહાદેવના નાદ સાથે શરૂઆત કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પછી એક બે સભાને સંબોધિત કરી હતી. આવું ભાગ્યે જ થાય છે જ્યારે પીએમ મોદીના ભાષણની શરૂઆત આ પ્રકારે થાય છે. જોકે પ્રસંગ ખાસ હતો. નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી કરતા વારાણસીના સાંસદ તરીકે કાશી નગરીમાં હતા. જો તમે કાશીના મિજાજને સમજો તો હર-હર નાદના મહાદેવના નાદનો ઉર્જા અહીં કાંઇક એવો જ છે જે જેમ બાકી ભારતમાં ભારત માતાની જયના નારાનો છે. આ કદાચ તેના કરતા પણ વધારે. આવામાં પોતાના ક્ષેત્રના લોકો વચ્ચે હર-હર મહાદેવનો નાદ મોદી માટે સ્વાભાવિક જ હતો.

7 વર્ષમાં 27 વખત પોતાના લોકસભા ક્ષેત્રનો પ્રવાસ કરી ચૂક્યા છે મોદી

એવું નથી કે પીએમ મોદી માટે પોતાના લોકસભા ક્ષેત્રમાં આવવું કોઈ અસામાન્ય ઘટના રહી હોય, જેમ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રધાનમંત્રીની ખુરશી સંભાળનાર મોટાભાગના પ્રધાનમંત્રીઓ સાથે રહી હોય. મોદીનો આજનો વારાણસી પ્રવાસ છેલ્લા સાત વર્ષમાં તેમનો 27મો પ્રવાસ છે. એટલે કે વર્ષમાં ચાર વખત એવરેજ, જ્યારે ઘણા પ્રધાનમંત્રી તો વર્ષમાં એક વખત પણ પોતાના લોકસભા ક્ષેત્રનો પ્રવાસ કરતા ન હતા. જો છેલ્લા સવા વર્ષથી કોરોનાની મહામારીએ દેશ અને દુનિયાને પોતાની પકડમાં ના લીધી હોત તો મોદીનો પોતાના લોકસભા ક્ષેત્રના પ્રવાસનો આંકડો કદાચ 30 કરતા ઉપર હોત. કોરોનાની મહામારી સામે દેશની લડાઇની આગેવાની કરનાર પીએમ મોદી આઠ મહિનાના અંતરાળ પછી આજે પોતાના લોકસભા ક્ષેત્રમાં પહોંચ્યા હતા, જેથી કોરોનાની લહેર વચ્ચે તેમના પ્રવાસના ચક્કરમાં પહેલા કોઇ ગરબડી ના થાય અને કોરાના સામેની લડાઇ કમજોર ના પડે. જ્યારે પરિસ્થિતિ સામાન્ય તરફ વધી છે ત્યારે મોદીએ પોતાના ક્ષેત્રમાં જવાનો નિર્ણય કર્યો.

કોરોના કાળમાં સતત કાશીની વ્યવસ્થા જોતા રહ્યા મોદી

જોકે એવું નથી કે છેલ્લા આઠ મહિના દરમિયાન તેમનો પોતાના ક્ષેત્ર સાથે કોઇ સંપર્ક ના રહ્યો હોય. કોરોના કાળમાં ઘણી વખત વીડિયો કોન્ફરન્સ દ્વારા વારાણસીના હાલાતની સમીક્ષા કરતા જોવા મળ્યા. હોસ્પિટલમાં બેડની ચિંતા કરવાથી લઇને ટિકાકરણ અને ઓક્સિજનની વ્યવસ્થા પોતાના ક્ષેત્રના મતદાતાઓ માટે કરતા જોવા મળ્યા મોદી, અધિકારીઓને તે માટે નિર્દેશ આપ્યો હતો.

મોદી પોતાના ક્ષેત્રની રોજ હાલચાલ જાણે છે

યૂપી બીજેપીના સહ પ્રભારી અને વારાણસી લોકસભા ક્ષેત્રમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સતત નજર રાખનાર સુનીલ ઓઝાનું માનવામાં આવે તો કોઇપણ દિવસ એવો જતો ન હતો જ્યારે પોતાના લોકસભા ક્ષેત્રના લોકો સાથે મોદી કોઇના કોઇ સંદર્ભમાં વાત ના કરે, જે ભાગ્યે જ સાર્વજનિક રીતે કોઇના ધ્યાનમાં આવે છે. વિકાસ કાર્યો વિશે સમીક્ષા કરવાની હોય કે કોઇ ખુશી અને ગમનો પ્રસંગ હોય, મોદી પ્રધાનમંત્રી તરીકે પોતાની અતિ વ્યસ્ત દિનચર્યા છતા પોતાના લોકસભા ક્ષેત્રના વિકાસની ચિંતા અને અહીંના લોકો સાથે જોડાઇ રહેવાનો તક કાઢી જ લેશે.સાત વર્ષમાં બદલી ગઈ છે વારાણસીની તસવીર

અહીં સતત સંપર્ક છે કે છેલ્લા સાત વર્ષમાં વારાણસીની તસવીર બદલી ગઈ છે. એક સમયે રાંડ, સાંઢ, સીઢી અને સંન્યાસી તરીકે વારાણસીની ઓળખ ગણાવવામાં આવતી હતી. જે પોતાના પ્રાચીન નામ કાશી તરીકે સ્થાનીય લોકોના દિલમાં વસે છે. દુનિયાના પ્રાચીનતમ જીવંત શહેર તરીકે ઓળખ રાખનારી કાશીના રસ્તા અને ગલીયો સાંકડી, ચારેય તરફ ગંદકીનો અંબાર, માથાની ઉપર ખતરનાક ઢંગથી લટકતા વીજળીના તાર, દુર્ગંધ અને કચરાથી ભરેલા અહીંના ઘાટ અને ગંગામાં વહેતું નાળાનું પાણી, આજ ઓળખ હતી સાત વર્ષ પહેલા કાશીની, જ્યારે મોદી વારાણસીથી લોકસભાની ચૂંટણી પ્રથમ વખત લડવા માટે કાશી આવ્યા હતા.

શું મોદી વારાણસીના સાંસદ બન્યા રહેશે, લોકોના મનમાં હતી એક સમયે શંકા

મોદી જ્યારે 2014માં ચૂંટણી લડવા માટે આવ્યા તો મોટા-મોટા રાજનીતિક પંડિત એ ભવિષ્યવાણી કરવામાં લાગ્યા હતા કે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મતદાતાઓને લલચાવવા માટે મોદી વારાણસીથી ચૂંટણી લડવા આવ્યા છે અને સરકાર બન્યા પછી તે વારાણસીનો પરિત્યાગ કરીને વડોદરાથી જ સાંસદ બન્યા રહેશે. જ્યાંથી પણ ચૂંટણી લડ્યા હતા મોદી. બંને સ્થાને મોદીની જીતને લઇને કોઇના મનમાં શંકા ન હતી કારણ કે બીજેપીના પીએમ ઉમેદવાર તરીકે દેશનો પ્રવાસ કરી રહેલ મોદી માટે ચારેય તરફથી જન સમર્થનની લહેર હતી.

વડોદરાના સ્થાને વારાણસીને પ્રાથમિકતા આપી

જોકે મોદીએ આ અટકળબાજીઓને કિનારે કરતા પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની વડોદરાની સીટનો જીત પછી પરિત્યાગ કરતા વારાણસીના પ્રતિનિધિ બનવાનું મંજૂર કર્યું અને એ સાબિત કર્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન જે માતા ગંગાના બોલાવવા પર તે કાશી આવવાની વાત કરતા હતા, તે મા ગંગાના ચરણોમાં બન્યા રહેવાના છે. બાબા વિશ્વનાથની નગરીનું લોકસભામાનં પ્રતિનિધિત્વ કરતા. આમ પણ ભોલે બાબાનો મોદી સાથે જૂનો નાતો રહ્યો છે, પોતાની જન્મભૂમિ વડનગરમાં ભગવાન શિવની આરાધનાથી જે શરૂઆત થઇ હતી 2019ની ચૂંટણી દરમિયાન આખા દેશ અને દુનિયાએ કેદારનાથમાં તપસ્યાલીન મોદીને જોઈને શિવભક્તિને મહેસુસ કરી હતી. કાશીમાં તો તે બાબા વિશ્વનાથના આશીર્વાદ દરેક પ્રસંગે લેવાનું ભૂલતા નથી.

કાશીના લોકોના વિશ્વાસ પર ખરા ઉતર્યા મોદી

મોદી પર કાશીના લોકોએ જે પ્રકારનો વિશ્વાસ બતાવ્યો, પહેલા 2014માં અને પછી 2019માં મોદીએ સાંસદ તરીકે તે વિશ્વાસ પર ખરા ઉતરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. આ ઉત્તરપ્રદેશ માટે એક સંપૂર્ણપણે નવી બાબત હતી, જે પ્રદેશનું પ્રતિનિધિત્વ સંસદમાં તેમના પહેલા એક નહીં, પણ આઠ-આઠ વડા પ્રધાનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પછી લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી, ચૌધરી ચરણ સિંહ, રાજીવ ગાંધી, વિશ્વનાથ પ્રતાપસિંહ અને ચંદ્રશેખરથી લઈ અટલ બિહારી વાજપેયી સુધી પહોંચી હતી, જે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌથી ચૂંટાઈને પીએમ તરીકે સંસદમાં જતા રહ્યા.મોદીથી વિપરીત, પૂર્વ વડા પ્રધાનોએ તેમના ક્ષેત્રની સંભાળ લીધી ન હતી

પરંતુ તેમાંના મોટાભાગના લોકોએ તેમના લોકસભા મત વિસ્તારો માટે કશું જ કર્યું ન હતું, જ્યાંથી જનતાએ તેમને મોટી આશા અને વિશ્વાસ સાથે ચૂંટણી જીતીને મોકલવાનું ચાલુ રાખ્યું હતું. નહેરુના ફૂલપુર, ઈન્દિરા ગાંધીના રાયબરેલી અથવા રાજીવ ગાંધીની લોકસભા બેઠક, અમેઠીમાં કઈં ખાસ થયું નથી, જે નેતાઓએ દેશના વડા પ્રધાન તરીકે લાંબો સમય શાસન સંભાળ્યું. જ્યારે આ નેતાઓએ કઈં ના કર્યું તોસ પછી ચરણસિંહ, ચંદ્રશેખર અને વી.પી.સિંઘ વિશે શું વાત કરવી, જેમના હાથમાં દેશનું શાશન ફક્ત ચાર મહિનાથી દોઢ વર્ષ સુધી જ આવ્યું. આ બધા પૂર્વ વડા પ્રધાનોના લોકસભા મતક્ષેત્રોમાં આજે એવું કંઈ નથી, જેના માટે તે વિસ્તારના લોકો ગર્વ અનુભવી શકે કે, સાંસદ હતા ત્યારે કોઈ વડા પ્રધાને તેમના માટે કંઇક ખાસ કર્યું છે. વાજપેયી ચોક્કસ લખનૌની થોડી ચિંતા કરતા જોવા મળ્યા હતા.

મોદી જન પ્રતિનિધિ તરીકેની પોતાની ભૂમિકાને ગંભીરતાથી લે છે

પરંતુ મોદી આ મામલે જુદા છે. મોદી હંમેશાં માને છે કે, તમે રાજ્યના મુખ્ય પ્રધાન હો કે દેશના વડા પ્રધાન, તમારી વ્યસ્તતા અને મોટી જવાબદારીને આગળ રાખીને, તમને જે મતદારોએ વિધાનસભા અથવા લોકસભામાં ચૂંટ્યા છે, તેમની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ સાથે તમે રમી શકતા નથી. તેમના પ્રતિનિધિ તરીકે તેમણે મોકલ્યા છે. આ તે જ વિચારસરણી છે, જેના કારણે મોદીએ પોણા તેર વર્ષ દરમિયાન મુખ્યમંત્રી તરીકે મોદીએ ગુજરાતમાં તેમની વિધાનસભા બેઠક મણિનગરમાં સર્વાંગી વિકાસ કર્યો અને એક રીતે તેમના ગુજરાત વિકાસ મોડેલનું સૌથી મોટું ઉદાહરણ બનાવ્યું. શિક્ષણથી લઈ, આરોગ્ય અને રસ્તાઓથી લઈ, સફાઇ-સ્વચ્છતા સુધી, તમામ બાબતો પર ધ્યાન આપતા રહ્યા.

વિધાનસભા બેઠકની જેમ મોદીએ લોકસભા બેઠક માટે પણ બ્લુપ્રિન્ટ બનાવ્યો હતો

વારાણસીના સાંસદ તરીકે છેલ્લા સાત વર્ષોમાં મોદીએ આ જ કર્યું છે. તેમના ક્ષેત્રનો વિકાસ કેવી રીતે કરવો, મોદી પાસે પહેલાથી જ તેનો પ્લાન તૈયાર હતો, આખરે મણિનગરમાં બાર વર્ષથી આ કામગીરી તો કરી હતી, જ્યારે તેઓ 2002માં પહેલી વાર અહીંથી ચૂંટણી જીત્યા હતા અને ત્યારબાદ ધારાસભ્ય તરીકે અહીંથી તેમણે મે 2014માં રાજીનામું આપ્યું હતું. આ સાથે તે વારાણસીના સાંસદ બની દેશના વડા પ્રધાન બન્યા હતા. જો ત્યાં કોઈ ફર્ક હતો તો, તે ફક્ત વિધાનસભાને બદલે, તેમણે લોકસભા મત વિસ્તારનો વિકાસ કરવાનો હતો.

મોદી કાશીના યોગ્ય વિકાસમાં સફળ રહ્યા છે

મોદી તેમના ઇરાદામાં મોટા પ્રમાણમાં સફળ રહ્યા છે. જો કોઈ સંક્ષિપ્તમાં પણ છેલ્લા સાત વર્ષમાં વારાણસી માટે કરેલા તેમના કામ તરફ ધ્યાન આપે છે, તો તે અનુભૂતિ થાય છે. વારાણસી શહેરના રસ્તાઓ, જે ટ્રાફિક જામ અને ગંદકીનું ચિત્ર પ્રસ્તુત કરતા હતા, આજે તેની પહોળાઈ વધી ગઈ છે, ગંદકી ગાયબ થઈ ગઈ છે. આ જ સ્થિતિ ગંગાના ઘાટ અને ખુદ ગંગાની છે, જેમાં હવે નાળાઓનું પાણી વહી રહ્યું નથી.

વારાણસીનો સર્વાંગી વિકાસ

શહેરના અંદરના રસ્તાઓથી લઈ રીંગ રોડનો વિકાસ, તો બાબતપુર એરપોર્ટથી શહેર તરફના રસ્તાને ચકચકિત અને પહોળો કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, જે કાશીથી પ્રયાગરાજની યાત્રા પાંચથી છ કલાકે થતી હતી, તે જગ્યાએ આજે મોદી કાશીથી પ્રયાગરાજ સુધીનો છ-લેનનો રસ્તો બનાવવામાં સફળ થયા છે, હવે આ યાત્રા માત્ર દોઢ કલાકમાં થઈ જાય છે.

વારાણસી સ્ટેશનો એરપોર્ટ જેવા લાગે છે

વારાણસીની અંદર આવતા રેલ્વે સ્ટેશનોનું ચિત્ર પણ બદલાઈ ગયું છે, રેલ્વે સ્ટેશન અને તેના પ્લેટફોર્મ એરપોર્ટ જેવા લાગે છે. સારી લાઇટિંગથી માંડીને સ્વચ્છતા સુધી મોદીએ ગંગાના તમામ 84 ઘાટને નવતર બનાવ્યા છે. રસ્તાની બાજુમાં, જ્યાં તમામ ઇલેક્ટ્રિક પોલ્સ ઉપર વાયર જોખમી રીતે લટકતા જોવા મળતા હતા, તેમાંથી મોટાભાગના ભૂગર્ભમાં કરી દીધા, અને જ્યાં હજી પણ વાયર ઉપર જ છે, એ થાંભલાઓને મોદીએ હેરિટેજ લુક આપ્યો છે.

કાશી વિશ્વનાથ પ્રાંગણનો અદભૂત વિકાસ

કાશી દેશ અને વિશ્વમાં એક ધાર્મિક શહેર તરીકે પ્રખ્યાત છે. અને જો કાશીની ચર્ચા કરવામાં આવે તો તેની શરૂઆત બાબા વિશ્વનાથથી થાય છે. મોદી સાંસદ બન્યા તે પહેલા વિશ્વનાથ મંદિરનું પ્રાંગણ, જેનો ઉપયોગ ફક્ત ચોવીસસો ચોરસ મીટરનું હતું, આજે તે સુંદર રીતે વિકસિત થયું છે અને પચાસ હજાર ચોરસ મીટરથી વધુ વધી ગયું છે. આજુબાજુની તમામ રહેણાંક ઇમારતો અને દુકાનોને સમજાવાની દૂર કરવામાં આવી છે અને તેમાંથી નીકળેલા 67 શિખરબદ્ધ મંદિરોની પણ કાયાકલ્પ કરવામાં આવી છે, જે એક સમયે બાબા વિશ્વનાથના વિરાટ દરબારનો જ એક ભાગ હતા. જે કાશી વિશ્વનાથ મંદિરથી કોઈએ ગંગાના કાંઠે પહોંચવા માટે પરસેવો પાડવો પડતો હતો, ત્યાં સાત વર્ષની અંદર, પરિસ્થિતિ એટલી સુધરી ગઈ છે કે તમે લલિતા ઘાટથી ગંગામાં સીધુ સ્નાન કરી બાબા વિશ્વનાથ સુધી પહોંચી શકો, કોઈ પણ અવરોધ વિના. અને માત્ર બાબા વિશ્વનાથના કિસ્સામાં આવું બન્યું નથી. પંચકોસી પરિક્રમાનો માર્ગ પણ સુધારાયો છે, આસપાસના ગામો સુધારવામાં આવ્યા છે. જે મોદીએ પોતે વડા પ્રધાન તરીકે સંસદ આદર્શ ગ્રામ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, આ યોજના હેઠળ એક બે નહીં, પરંતુ તેમના જ લોકસભા મત વિસ્તારના અડધો ડઝન ગામોને આદર્શ ગામ પરિવર્તિત કરવામાં આવ્યા છે.

પર્યટન સંબંધિત સુવિધાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે

મોદીએ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે પણ ઘણું કર્યું છે. કાશી સાથે જોડતા સડક માર્ગ, રેલ અને હવાઈ માર્ગની કનેક્ટીવીટી સુધારવામાં આવી, સાથે વારાણસીમાં પણ પર્યટન સુવિધાઓનો વિકાસ થયો છે. આ અંતર્ગત ગંગામાં ક્રુઝ સેવા શરૂ કરવામાં આવી છે, સાથે પીએમ મોદીએ રો-રો ફેરી સર્વિસ પણ શરૂ કરી છે. શહેરની આજુબાજુ મોટા-મોટા ઇલેક્ટ્રોનિક બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે, જે તમને પર્યટન સ્થળો અને કાશીના મહત્વ વિશે તમામ પ્રકારની માહિતી મળશે, આ સિવાય તમે શહેરના બાબા વિશ્વનાથના મંદિરમાં થતી ગંગા આરતી અને પૂજા ગમે તે સ્થળથી જોઈ શકો છો.

વારાણસી બની ગયું છે હેલ્થ હબ

શિક્ષણ અને સ્વાસ્થ્ય પણ મોદીની પ્રાથમિકતાઓમાં રહ્યાં છે. આજના દિવસે તેમણે મહિલાઓ અને બાળ ચિકિત્સા માટે બીએચયુ સહિત અનેક જગ્યાઓ પર સો બેડથી પણ વધારે સુવિધાઓવાળા હેલ્થ બ્લોકને લોન્ચ કર્યા, જ્યારે આંખો માટે ક્ષેત્રીય હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પહેલા પણ બીએચયુમાં અત્યાધુનિક ટ્રોમા સેન્ટરની શરુઆત કરી છે. અને હોસ્પિટલના સ્તરને પણ સારું કરવામાં આવ્યું છે. હવે સ્થિતિ એવી છે કે કેન્સર જેવી બીમારીની સારવાર માટે કાશીવાસીઓને દિલ્હી કે મુંબઈના ચક્કર લગાવવા પડતા નથી. તેમને પોતાના શહેર વારાણસીમાં જ આની સારવારની અત્યાધુનિક સુવિધાઓ હાજર છે. વારાણસીની આ હોસ્પિટલ માત્ર કાશીવાસીઓનું જ ધ્યાન નથી રાખતી પરંતુ પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશના સીમાવર્તી વિસ્તારોથી આવનારા લોકોનું પણ ધ્યાન રાખે છે. પીએમ મોદીને પણ આનો અહેસાસ છે એટલા માટે કાશીમાં સતત સ્વાસ્થ્ય સુવિધાઓનો વિસ્તાર છેલ્લા સાત વર્ષોમાં કર્યો છે.

રોજગારના અવસર વધારવાની થઈ છે કોશિશ

લોકોને રોજગાર મળે એ માટે આઈટીઆઈથી લઈને પોલિટેક્નીક સુધી સંસ્થાન ખોલવામાં આવ્યા છે. એટલું જ નહીં જે કાશી પોતાની બનારસી સાડીઓ અને વણકરોથી પ્રસિદ્ધ છે. એ વણકરોની સુવિધા માટે દીનદયાલ હસ્તકલા સંકુલ તરીકે અત્યાધુનિક ટ્રેડ ફેલિસિટેશન સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. જોકે જ્યારે મોદી 2014માં પહેલીવાર ચુંટણી લડવા માટે આવ્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના ઉમેદવારે વણકરોને સાંપ્રદાયિક આધાર ઉપર તેમની સામે ગોલબંધ કરવાની કોશિશ કરી હતી. વણકરોની આગળ મોદીએ ખેડૂતો માટે ખાસ હાટ અને ગોડાઉનની વ્યવસ્થા કરી છે. જેના થકી તે પોતાનો સામાન દેશના કોઈપણ ભાગમાં મોકલી શકે છે. હવે સ્થિતિ એવી છે કે વારાણસીએ ખેડૂત પોતાના ઉત્પાદનોની નિકાસ વિદેશોમાં કરી રહ્યા છે. ખાસ કરીને ફળ અને શાકભાજીની.

રુદ્રાક્ષમાં હવે થશે સ્વર સાધના

કાશી ભારતીય સંસ્કૃતિની પ્રતિનિધિ નગરી છે. ગીત-સંગીત એના દિલમાં વશે છે. તબલાથી લઈને ગાયન સુધીની સમૃદ્ધ પરંપરા રહી છે. આને ધ્યાનમાં રાખીને મોદીએ આજના દિવસે રુદ્રાક્ષ નામ વાળા એ કન્વેશન સેન્ટરનું ઉદ્ધાટન કર્યું છે જ્યાં હજારથી વધારે લોકો એક સાથે બેશીને માત્ર ગીત -સંગીતનો લુફ્ત ઉઠાવી શકે છે પરંતુ આ સેન્ટરની અંદ મોટા મોટા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનાર અને વર્કશોપ થઈ શકે છે. પ્રદર્શનીઓ લાગી શકે છે.આઠ હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓ ઉપર ચાલી રહ્યું કામ

મોદીએ આજના દિવસે આશરે પંદર સો કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે. આ પહેલા પણ છેલ્લા સાત વર્ષોમાં ડઝનો મોટી પરિયોજનાઓ અહીં લાગી ચુકી છે. ખુદ મોદીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે આશરે આઠ હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓ લાગુ થયાના અલગ અલગ સ્ટેજ ઉપર છે. જોકે, વારાણસીના લોકોને એક વાત તો સારી રીતે સમજમાં આવે છે કે મોદી માત્ર ઔપચારિક્તા માટે શિલાન્યાસ નથી કરતા પરંતુ પરિયોજનાઓને પુરી કરીને તેમનું ઉદ્ઘાટન કરવાની ઈચ્છા અને ઇરાદો પણ રાખે છે. નહીં તો પહેલા એવું બનતું હતું કે વડાપ્રધાન કોઈ યોજનાનો શિલાન્યાસ કરતા હતા અને બીજા કોઈ તેનું ઉદ્ઘાટન કરવા માટે આવતા હતા. કારણ કે પરિયોજનાઓને લાગુ થવામાં જ આટલું બધું મોડું થઈ જતું હતું.

માત્ર શિલાન્યાસ નહીં, પરિયોજનાને પુરી કરવા ઉપર પીએમ મોદી મુકે છે ભાર

મોદીએ એ સુનિશ્ચિત કર્યું છે કે જે પરિયોજનાનું તે શિલાન્યાસ કરે છે તેનું ઉદ્ઘાટન પણ મોદી જ કરે છે. એ ત્યારે જ સંભવ થઈ શકે છે જ્યારે પરિયોજનાઓ લાગુ કરવાની પાછળ તમારો નિશ્ચય દ્રઢ હોય. મોદીમાં આ સંકલ્પ પહેલાથી જ છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે પણ હંમેશા એ પૂછ્યા કરતા હતા કે જે પરિયોજનાઓનું શિલાન્યાસ કરવા માટે બોલાવવામાં આવે છે તેનું લોકાર્પણ કે ઉદ્ધાટન કરવા માટે તેમને ક્યારે બોલાવવામાં આવશે, એ નક્કી કરવામાં આવે.

ઝડપથી પુરી થઈ રહી છે વારાણસીની વિકાસની પરિયોજનાઓ

મોદીએ આ કામ રાષ્ટ્રીય સ્તર ઉપર કર્યું છે અને પોતાના લોકસભા ક્ષેત્ર વારાણસીમાં પણ આ મિસાલ રજૂ કરી છે. જે રુદ્રાક્ષ કન્વેશન સેન્ટર પરિયોજનાઓની શરુઆત જાપાન સરકારની આર્થિક મદદથી પાંચ વર્ષ પહેલા થઈ હતી. જે કોરોનાના સવા વર્ષ જેટલા લાંબા કાર્યકાળ હોવા છતાં પણ સમયથી પુરી થઈ ગઈ છે. જેનું ઉદ્ઘાટન કરવા માટે આજે પીએમ મોદી જાપાની રાજદૂતી હાજરીમાં પહોંચ્યો હતા. 2014માં જ્યારે પીએમ મોદી તરીકે જાપાનની મુલાકાત કરી તો તેની શરુઆત પણ ક્યોટોથી કરી હતી. જે જાપાનનું પ્રાચીન શહેર છે. અને પુરાતન અને આધુનિકતાની સાથે સહજ ઢંગથી આગળ વધી શકાય છે. તેની દુનિયા ભરમાં મિસાલ છે. મોદીએ ત્યાંથી ક્યોટોથી કાશીનો નારો બુલંદ કર્યો હતો અને સાત વર્ષની અંદર આ નારાને જમીન ઉપર ઉતારવામાં સફળ રહ્યા છે. જ્યારે કાશી પોતાની અલ્હડતા અને પુરાતન, સનાતન સંસ્કૃતિનો ધ્વજવાહક બની રહેવાની સાથે જ આધુનિક સુવિધાઓ અને પરિયોજનાઓને પોતાના ખોળામાં ઝડપથી સમેટીને આગળ વધી રહી છે. પોતાના નિવાસીઓનું જીવન સારું કરી રહી છે.

મોદીએ જન પ્રતિનિધિ તરીકે આદર્શ સ્થાપિત કર્યું છે

પુલ, રસ્તા, વીજળી, પાણી, ગેસ, રોશની, સફાઈ, સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગારી, પર્યટન, પાર્કિંગ જેવી તમામ સુવિધાઓના મામલે કાશી નવું માનક સ્થાપિત કરી રહી છે. પોતાના જન પ્રતિનિધિ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં, જે દેશના પીએમની સાથે જ વારાણસીના લોકસભામાં પ્રતિનિધિ છે. એક સાંસદ ઈચ્છે તો કેવી રીતે પોતાના ક્ષેત્રનો વિકાસ કરી શકે છે. આની મિસાલ મોદીએ રજૂ કરી છે. અને માત્ર સુવિધાઓ જ નહીં સંભળાઈ પણ. મોદી ભલે વારાણસીમાં પોતે રહેતા નથી પરંતુ વારાણસીમાં તેમનું એક સાંસદ કાર્યાલય રજા વગર આખું વરસ ચાલે છે. ક્ષેત્રની કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. જેનું સમય સીમાની અંદર સમાધાન કરવાની વ્યવસ્થા મોદીએ કરી છે.

કાશીમાં હર-હર મહાદેવથી થાય છે મોદીના ભાષણની શરુઆત

કાશીમાં લોકો જે 2014ની લોકસભા ચૂંટણી પહેલા એ વિચારતા હતા કે પીએમ તરીકે મોદી વારાણસી ઉપર ક્યાં ધ્યાન આપી શકશે. છેલ્લા સાત વર્ષમાં મોદીએ સાંસદ તરીકે પોતાના કામકાજ થી તેમને સુખદ આશ્ચર્યમાં મુકી દીધા છે. પોતાની નિષ્ઠાથી મતદાતાઓ પ્રત્યે પોતાના પ્રેમના કારણે. એ પ્રેમ જે પોતાના આલોચકોની ચિંતા કર્યા વગર મોદી પોતાના કાશીમાં પોતાના લોકો વચ્ચે હર-હર મહાદેવના નાદ ગર્વ સાથે કરે છે. તેનાથી જ પોતાના ભાષણની શરુઆત કરે છે અને તેનાથી જ સમાપન પણ કરે છે. સાથે જ ઠેઠ બનારસીમાં કેટલીક પંક્તિઓ પણ બોલે છે. જો મોદીને કોઈ અંદાજ અને કામકાજથી બાકી જન પ્રતિનિધિ પણ પ્રેરણા લઈને સાર્થક કામ કરે તો ચુંટણી જીતવાની ચિંતા નહીં કરવી પડે. સેફ સીટની શોધમાં ઉત્તરથી દક્ષિણની દોડ લગાવવી ન પડે. આવું ભારતીય રાજનીતિમાં અનેક વખત થઈ ગયું છે. મોટી રાજનીતિક વિરાસત ધરાવનારા લોકો સામે આ તકલીફ આવી છે.
First published:

Tags: Brajesh Kumar Singh Blog, Development of kashi, Kashi, Varanasi, પીએમ મોદી