નવી દિલ્હી. 5 દિવસથી તન્વી નામની આ મહિલા ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે. વેન્ટિલેટર ઉપર થોડા દિવસોની સારવાર બાદ હવે ડોકટરોએ તન્વીને બ્રેન ડેડ જાહેર કરી દીધી છે. તન્વીના પિતા અને મામા દરેક ક્ષણ એ ડરમાં છે કે, ખબર નહી હવે હોસ્પિટલવાળા તન્વીને ઘરે લઈ જવા ક્યારે પણ બોલી શકે છે. તે જ સમયે, તન્વીની 8 વર્ષની માયરા અને 7 વર્ષના આહાનનો પણ કોઈ પતો નથી. તન્વીની હાલત આવી કેવી રીતે થઈ તે પણ પરિવારના સભ્યોને ખબર નથી. માતા આ સ્થિતિમાં કેવી રીતે પહોંચી તે ફક્ત બાળકો જ કહી શકે તેમ છે, પરંતુ તેઓ પણ ગુમ છે. તન્વીના મામા વિનોદનો આરોપ છે કે, સાસુ-સસરાએ તેની સાથે આવું વર્તન કર્યું છે. દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
જો દીકરો નથી તો દીકરીના નામે મિલકત કેમ નથી કરી દેતા
તન્વીના પિતા વિશ્વંભર દયાલે પોલીસ મથક રૂપનગરમાં એફઆઈઆર નોંધાવી છે. પિતાનો આરોપ છે કે, "તન્વીના સાસરિયાઓ બે કરોડની માંગ કરી રહ્યા હતા. હું અગાઉ પણ નાની-મોટ માંગણીઓ પૂરી કરી રહ્યો છું. પણ બે કરોડ જેવી આટલી મોટી રકમ હું ક્યાંથી આપી શકુ, એટલે મેં ના પાડી. જેના પર તન્વીના સાસુ-સસરાએ કહ્યું કે, 'તમને કોઈ દીકરો નથી, તો પછી તું આ બધું ક્યાં લઇશ. દીકરીના નામે કરો.'
તન્વીના મામા વિનોદે જણાવ્યું હતું કે, 'તન્વીનો પતિ એમસીડીમાં એન્જિનિયર છે. સસરા એમસીડીમાં મોટા પદ રકથી નિવૃત્ત થયા છે. તો, તન્વીની એક નણંદ દિલ્હીમાં જજ છે. 26 ડિસેમ્બરે બનેલી ઘટના બાદ મહિલા પંચના દખલ દીધા બાદ આ એફઆઈઆર નોંધાઈ હતી.
પરંતુ ત્યારબાદ પણ કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. ઉલટું, દિલ્હી પોલીસે અમને ક્રાઈમ સીન સમજાવી અને કહ્યું કે, આ આત્મહત્યાનો મામલો છે. તન્વીના સાસુ-સસરા પણ ફરાર થઈ ગયા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર