નવી દિલ્હીઃ સૈન્ય શક્તિનો વિસ્તાર કરી રહેલા ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ભારતીય નૌસેના (Indian Navy)એ રવિવારે અરબ સાગર (Arabian Sea)માં પોતાની જંગી યુદ્ધ જહાજ આઇએનએસ ચેન્નઈ (INS Chennai)થી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ (Brahmos Supresonic Cruise Missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. મળતી જાણકારી મુજબ બ્રહ્મોસે પોતાના ટાર્ગેટને ચોકસાઇથી વેધી દીધું છે. તેનાથી ભારતીય નૌસેનાની તાકાત અનેક ગણી વધી ગઈ છે. તેને જંગી યુદ્ધ જહાજોમાં સુરક્ષા માટે લગાવવા અંગેની વાત સામે આવી રહી છે. આ લાંબા અંતરની ઘાતક મિસાઇલ છે.
નોંધનીય છે કે, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ 400 કિલોમીટરથી વધુ અંતર સુધી ટાર્ગેટને ધ્વસ્ત કરી શકે છે. બ્રહ્મોસ એક રેમેજટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જેને સબમરીન, યુદ્ધ જહાજ, ફાઇટર પ્લેનો અને જમીનથી પણ લૉન્ચ કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઇલને ભારત અને રશિયાએ સંયુક્ત ઉપક્રમ હેઠળ વિકસિત કરવામાં આવી છે.
BRAHMOS, the supersonic cruise missile was successfully test fired today on 18th October 2020 from Indian Navy’s indigenously-built stealth destroyer
INS Chennai, hitting a target in the Arabian Sea. The missile hit the target successfully with pin-point accuracy.
બ્રહ્મોસ મિસાઇલ ભારતીય નૌસેનાને દિવસ કે રાત કોઈ પણ સમયે અને કોઇ પણ મૌસમની સ્થિતિમાં સમુદ્ર કે જમીન પર કોઈ પણ ટાર્ગેટ પર પિનપોઇન્ટ ચોકસાઇ સાથે લાંબા અંતરથી હુમલો કરવા ક્ષમતા પ્રદાન કરે છે.
BrahMos as ‘prime strike weapon’ will ensure the warship’s invincibility by engaging naval surface targets at long ranges. https://t.co/DpbbxrB9FU
આ પહેલા ભારતે શુક્રવાર રાત્રે ઓડિશાના એક પરીક્ષણ કેન્દ્રથી સેનાના પ્રાયોગિક પરીક્ષણ હેઠળ પરમાણુ વિસ્ફોટક લઈ જવામાં સક્ષમ અને સ્વદેશમાં વિકસિત પૃથ્વી-2 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. રક્ષા સૂત્રોએ જણાવ્યું કે જમીનથી જમીન પર માર કરનારી અત્યાધુનિક મિસાઇલને બાલાસોરની નજીક ચાંદીપુર સ્થિત એકીકૃત પરીક્ષણ કેન્દ્ર (આઇટીઆર)ના પ્રક્ષેપણ પરિસર-3થી રાત્રે લગભગ સાડા સાત વાગ્યે છોડવામાં આવી અને પરીક્ષણ સફળ રહ્યું.
થોડા દિવસો પહેલા ભારત જમીનથી જમીન પર માર કરનારી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસના આ નવા સંસ્કરણનું એક પરીક્ષણ કરી ચૂક્યું છે. તેની સાથે જ વિકિરણ રોધી મિસાઇલ રૂદ્રમ-1 સહિત અનેક મિસાઇલનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. લેઝર નિર્દેશિત ટેન્ક રોધી મિસાઇલ અને પરમાણુ ક્ષમતાવાળી હાઇપર સોનિક મિસાઇલ ‘શૌર્ય’નું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
રૂદ્રમ-1ના સફળ પરીક્ષણને એક મોટી ઉપલબ્ધિ તરીકે જોવામાં આવે છે કારણ કે તે ભારત દ્વારા વિકસિત પહેલું વિકિરણ રોધી હથિયાર છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર