Home /News /national-international /

Brahmos Missile: ચિનની ચિંતા વધી, ભારત ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ આપશે

Brahmos Missile: ચિનની ચિંતા વધી, ભારત ફિલિપાઈન્સને બ્રહ્મોસ મિસાઈલ આપશે

ભારત અને ફિલિપાઇન્સે (India And Philippines) શુક્રવારે અજ્ઞાત સંખ્યામાં બ્રહ્મોસ મિસાઇલોની (Brahmos Missile) સપ્લાય કરવા માટે 374 મિલિયન ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા.

ભારત અને ફિલિપાઇન્સે (India And Philippines) શુક્રવારે અજ્ઞાત સંખ્યામાં બ્રહ્મોસ મિસાઇલોની (Brahmos Missile) સપ્લાય કરવા માટે 374 મિલિયન ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા.

ભારતને શુક્રવારે બ્રહ્મોસ (brahmos) મિસાઈલો માટે તેનો પ્રથમ નિકાસ ઓર્ડર મળ્યો છે. ફિલિપાઈન્સ (Philippines)ના સંરક્ષણ મંત્રાલયે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ (BAPL) સાથે અજ્ઞાત સંખ્યામાં મિસાઈલોની સપ્લાય કરવા માટે 374 મિલિયન ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રસપ્રદ વાત એ છે કે ફિલિપાઈન્સ અમેરિકાનો સાથી દેશ છે પરંતુ ચીન (China) સામે લશ્કરી તૈયારી માટે તેણે ભારત અને રશિયા (India and Russia) દ્વારા સંયુક્ત રીતે બનાવેલી બ્રહ્મોસ મિસાઈલો (BrahMos missiles) પર આધાર રાખ્યો છે.

BAPL એક ઈન્ડો-રશિયન સંયુક્ત સાહસ છે જે સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસનું ઉત્પાદન કરે છે જેને સબમરીન, જહાજો, એરક્રાફ્ટ અથવા લેન્ડ પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. લશ્કરી અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પર અનેક વ્યૂહાત્મક સ્થળોએ પહેલેથી જ મોટી સંખ્યામાં બ્રહ્મોસ મિસાઇલો અને અન્ય પ્રમુખ સેનાઓ તૈનાત કરી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે BAPL એ ફિલિપાઈન્સને કોસ્ટ-બેઝ્ડ એન્ટિ-શિપ મિસાઈલ સિસ્ટમના સપ્લાય માટે 28 જાન્યુઆરી, 2022ના રોજ ફિલિપાઈન્સના રિપબ્લિકના રાષ્ટ્રીય સંરક્ષણ વિભાગ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

BAPL એ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનની સંયુક્ત સાહસ કંપની છે. આ કરાર ભારત સરકારની જવાબદાર સંરક્ષણ નિકાસને પ્રોત્સાહન આપવાની નીતિમાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. બ્રહ્મોસ નિકાસ ઓર્ડર આ ક્ષેત્રમાં દેશ માટે સૌથી મોટો હશે અને શસ્ત્રોની નિકાસ કરતા દેશોમાં ભારતને આગળ ધપાવશે. કારણ કે અન્ય મિત્ર દેશો પાસેથી પણ મિસાઈલ માટે વધુ ઓર્ડર મળવાની આશા છે. આ પણ કેટલાક અન્ય દેશો સાથેની વાતચીતના અંતિમ તબક્કામાં છે. વધારાની રેન્જ અને તેમાં અન્ય આધુનિક ટેક્નોલોજીના સમાવેશને કારણે મિસાઈલ પણ વધુ સક્ષમ બની રહી છે.

ફિલિપાઈન્સની સેના વધુ મજબૂત થશે

નિષ્ણાતોનું માનવું છે કે આ ખરીદી ફિલિપાઇન્સ સાથે ભારતના રણનીતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવી અપેક્ષા છે. હોંગકોંગથી પ્રકાશિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે નિષ્ણાતોના હવાલાથી કહ્યું છે કે, ફિલિપાઈન્સ વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક મિસાઈલ ખરીદવાના નિર્ણયથી તેની સેનાની તાકાતમાં ઘણો વધારો થશે. આ મિસાઈલ દ્વારા ફિલિપાઈન્સ તેના દરિયાકાંઠાના વિસ્તારોની રક્ષા કરી શકશે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ચીન સાગરમાં ચીનના અધિકારોને લઈને ફિલિપાઈન્સ સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ ક્રુઝ મિસાઈલ અવાજની ગતિ કરતા લગભગ ત્રણ ગણી વધુ ઝડપે ઉડાણ ભરે છે. આ વેરિઅન્ટ લગભગ 290 કિમીનું અંતર કાપી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં ફિલિપાઈનસે તેના સશસ્ત્ર દળોને આધુનિક બનાવવા માટે ઘણા સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કર્યા છે.
Published by:rakesh parmar
First published:

Tags: Brahmos, Missile, Philippines

આગામી સમાચાર