મહિલા ઇજાગ્રસ્ત થઇ પણ હિંમત ના હારી, ભાગી રહેલા બે લૂટારાને ઝાપટ મારીને પકડ્યા

મહિલાની બહાદુરીની ઘણી ચર્ચા થઇ રહી છે

Crime News- મહિલાની બહાદુરીની ઘણી ચર્ચા થઇ રહી, મહિલાએ બદમાશોને પોલીસના હવાલે કર્યા

 • Share this:
  ગાજિયાબાદ : ગાજિયાબાદમાં (Ghaziabad) એક બહાદુર મહિલા ઇજાગ્રસ્ત થઇ હોવા છતા પણ બે લૂટારાને પકડીને પોલીસના હવાલે કર્યા છે. મહિલાની બહાદુરીની ઘણી ચર્ચા થઇ રહી છે. લૂટ દરમિયાન મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. જોકે મહિલાએ બહાદુરી બતાવતા બંને બદમાશોને દબોચી લીધા છે. આ પછી પોલીસ સ્ટેશન (Police Station) લઇને પહોંચી અને પોલીસના હવાલે કર્યા હતા. પોલીસ બંને બદમાશોની પૂછપરછ કરી રહી છે. બંને બદમાશોએ બાઇક પર જઈ રહેલી મહિલા પાસેથી મોબાઇલ છીનવી લીધો હતો. જોકે જ્યારે મહિલાને ધક્કો મારીને ભાગવાનો પ્રયત્ન કર્યો તો મહિલાએ લૂટારાને ઝડપી લીધા હતા.

  ઘટના ગાજિયાબાદના સાહિબાબાદ સ્ટેશન ક્ષેત્રમાં હિડન એર ફોર્સ સ્ટેશન પાસે બની છે. જ્યારે રોડ પર મહિલા પ્રીતિ પોતાના પુત્ર અને દિયર સાથે બાઇક પર જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી બે બદમાશ બાઇક પર આવ્યા અને તેનો મોબાઇલ ઝૂંટવવાનો પ્રયત્ન કર્યો અને ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન બદમાશોએ બાઇક પર રહેલી મહિલાને ધક્કો પણ માર્યો હતો જેથી તે બાઇકમાંથી નીચે પડી ગઈ હતી. જેના કારણે મહિલાના ચહેરા પર ઇજા પહોંચી હતી.

  આ પણ વાંચો - ભારતની 25 વર્ષની યુવતીની મેક્સિકોમાં હત્યા, પોતાના બર્થ ડેની ઉજવણી માટે ગઈ હતી પણ મળ્યું મોત

  બહાદુર મહિલાની બધા કરી રહ્યા છે પ્રશંસા

  ઇજાગ્રસ્ત થઇ હોવા છતા મહિલાએ હિંમત ગુમાવી ન હતી અને એક બદમાશનો પડતા પડતા હાથ પકડી લીધો હતો. જેના કારણે બદમાશ પણ બાઇકમાંથી નીચે પડી ગયા હતા. આ પછી મહિલા અને તેના દિયરે બદમાશોની પિટાઇ કરી હતી. લોકોની મદદથી બંને બદમાશોને પકડીને પોલીસ સ્ટેશને લઇ ગયા હતા. બંનેની પોલીસ પૂછપરછ કરી રહી છે. બહાદુર મહિલાની બધા પ્રશંસા કરી રહ્યા છે.

  આ પણ વાંચો - આ મોડલનો બોયફ્રેન્ડ બનવા માટે અનેક શરતોનુ કરવું પડશે પાલન, રોમાન્સ કરવા માટે પણ નિયમો

  ગત 3 ઓક્ટોબરે આવા જ પ્રકારની ઘટના રાજધાનીના નોર્થ ઇસ્ટ દિલ્હીના (Delhi Crime News)કર્દમપુરી વિસ્તારમાં સામે આવી હતી. જ્યાં દિવસે બે બદમાશ લૂટપાટના ઇરાદાથી ઘરમાં ઘૂસ્યા હતા. જ્યાં બદમાશોએ મહિલાના ગળા પર ચપ્પુ પર રાખ્યું હતું અને પિસ્તોલ પણ કાઢી હતી. બદમાશોએ બાળકને મારવાની ધમકી આપી તો મહિલાએ વળતો પ્રહાર કર્યો હતો અને બદમાશોને ભાગવા મજબૂર કર્યા હતા.
  Published by:Ashish Goyal
  First published: