Home /News /national-international /પહેલીવાર હોળી રમવા ભારત આવેલી જાપાની છોકરી સાથે છેડતી, રંગ લગાડવાના બહાને કર્યું ગંદુ કામ
પહેલીવાર હોળી રમવા ભારત આવેલી જાપાની છોકરી સાથે છેડતી, રંગ લગાડવાના બહાને કર્યું ગંદુ કામ
પહેલીવાર હોળી રમવા ભારત આવેલી જાપાની છોકરીની છોકરાઓએ છેડતી કરી.
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક છોકરો જાપાની યુવતીને ખુબ જ કસીને પકડી રાખી તેના ગાલ પર રંગ લગાડતો નજર આવી રહ્યો છે. જેના પછી બાજુમાં ઉભેલો બીજો છોકરો યુવતીના માથા પર ઈંડુ મારે છે. ત્યારે જ એક અન્ય છોકરો આવીને તે યુવતીને કસીને પકડી લે છે અને તેના પછી ઈંડા મારનારો છોકરો તેના પર સ્પ્રે નાંખે છે.
નવી દિલ્હી: હોળીના તહેવારમાં ઘણીવાર રંગ લગાવવાને લઇ છેડતીની ઘટનાઓ સામે આવતી રહે છે. આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક જાપાની યુવતી સાથે ઘણા ચોકરાઓ રોડ પર ખરાબ વ્યવહાર કરતા નજર આવી રહ્યા છે. રંગ લગાવવાના નામે યુવતી સાથે ખોટી હરકતો કરવામાં આવી રહી છે અને બળજબરીથી પરેશાન કરવામાં આવી રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનાને ઘણી મહિલાઓ યૌન ઉત્પીડન ગણાવી રહી છે અને આરોપીઓ પર કાર્યવાહીની માંગ કરી રહી છે.
આ ઘટના દિલ્હીના પહાડગંજની જણાવાઇ રહી છે જ્યાં પ્રથમવાર ભારતમાં હોળી રમવા આવેલ યુવતી સાથે કેટલાક છોકરાઓએ છેડતી કરી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પહેલા પીડિતાએ પોતે શેર કર્યો હતો અને પરંતુ બાદમાં તેને હટાવી દીધો. જોકે સોશિયલ મીડિયા પર અત્યારે પણ તમામ એકાઉન્ટ પર આ વીડિયોને શેર કરવામાં આવી રહ્યો છે. જોકે આ વીડિયોમાં છેડતીની ઘટના સ્પષ્ટ દેખાઇ રહી નથી માટે અમે તેને દેખાડી રહ્યા નથી.
ઈંડા માર્યા, સ્પ્રે નાંખ્યો, કસીને પકડી લીધી
વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક છોકરો જાપાની યુવતીને ખુબ જ કસીને પકડી રાખી તેના ગાલ પર રંગ લગાડતો નજર આવી રહ્યો છે. જેના પછી બાજુમાં ઉભેલો બીજો છોકરો યુવતીના માથા પર ઈંડુ મારે છે. ત્યારે જ એક અન્ય છોકરો આવીને તે યુવતીને કસીને પકડી લે છે અને તેના પછી ઈંડા મારનારો છોકરો તેના પર સ્પ્રે નાંખે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, ઘણા બધા છોકરાઓ તેના પર રંગ લગાવે છે અને તેને કસીને પકડી રાખે છે.
જોકે યુવતી તેમનાથી બચવાના ઘણા પ્રયાસ કર છે પરંતુ છોકરાઓનું ટોળું તેને એવું કરવા દેતુ નથી. આ દરમિયાન યુવતી નહી નહીં કહે છે. જોકે બાદમાં તે આ છોકરાઓના ટોળાથી છૂટીને અલગ થઇ જાય છે અને પોતાને બચાવવાનો પ્રયાસ કરે છે. ત્યાં જ જે છોકરો પહેલાથી જ તેને ઘણું પરેશાન કરી ચૂક્યો છે વધુ એક વખત તેને હેપ્પી હોલી કહેતા ખરાબ રીતે ટચ કરે છે જેના પછી યુવતી તેને થપ્પડ મારી દે છે.
આ ઘટનાને લઇ દિલ્હી પોલીસે પણ એક નિવેદન આપ્યું છે. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી આ જાણકારી મળી છે. પોલીસે જણાવ્યું કે, વીડિયો દિલ્હીના પહાડગંજનો લાગી રહ્યો છે. આ સાથે જ જાપાની દુતાવાસથી સંપર્ક કરવામાં આવ્યો છે જેથી યુવતી સુધી પહોંચી શકાય. જોકે આ સંબંધમાં અત્યાર સુધી પોલીસને કોઇ ફરિયાદ મળી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર