પુણે: ગુજરાતનાં સાહસિક યુવાઓએ 2 દિવસનાં પ્રયત્નોનાં અંતે 26મી જાન્યુઆરી, 2018નાં રોજ મહારાષ્ટ્રના માહુલી ગઢની નજીક આવેલા દુર્ગમ કહેવાતા વજીર શિખર પર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. સહ્યાદ્રીની પર્વતમાળાનાં દુર્ગમ પહાડોપર આવેલું વજીર શિખર લગભગ કાટખૂણેચઢાઇ ધરાવતા મિનારા જેવું છે.
તેની કૂલ ઉંચાઇ 450 ફૂટ અને સીધુ ચઢાણ 200 ફૂટ છે. આ આખુ અભિયાન છ ગુજરાતીઓએ મળીને કર્યુ હતું. જેમાં રાજુ ભાઇ અને રવિ ભાઇ ફર્સ્ટ પર્સન હતાં. તેઓ સૌથી ઉપર તરફ હતાં. બાકીનાં ચાર લોકો તેમને ફોલો કરી રહ્યાં હતાં
પર્વતારોહણ અને સાહસિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા લોકોમાં વજીરએ તેની મુશ્કેલ ચઢાઇના લીધે દુ:સ્વપ્ન સમાન છે.ગુજરાતીઓ ધંધા અને કાર્ય-કુશળતા માટે જગ વિખ્યાત છે. પરતું ઇનવિઝીબલ સંસ્થાનાં યુવાનો ગુજરાતીઓનું નામ પર્વતારોહણ અને સાહસીક પ્રવૃત્તિઓનાં ક્ષેત્રમાં પણ આગળ વધારી રહ્યાં છે.
ત્યારે અત્યાર સુધીમાં ઘણાં બધા સાહસિક અભિયાનને પાર પાડી ચુક્યા છે. જેમાં હિમાચલ પ્રદેશમાં આવેલું માઉન્ટ યેનમ શિખર (21000 ફૂટ) મનાલીનું માઉન્ટ ફ્રેન્ડશીપ (17500 ફૂટ), સોલાંગ વેલીનું પાતાલ્શુ શિખર તમામ આવે છે. જેની સાથે તઓએ રોક-ક્લાઇમ્બીગનાં સાહસિક અભિયાન પણ પાર પાડ્યા છે. જેમાં તેલ-બેલા અને ડ્યુક નોઝનો સમાવેશ થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર