Home /News /national-international /

Murder in Faridabad: પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની ગોળી મારી હત્યા, JDU નેતા પર લાગ્યા આરોપ

Murder in Faridabad: પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીની ગોળી મારી હત્યા, JDU નેતા પર લાગ્યા આરોપ

Murder in Haryana: યુવતીના ફોન પરથી મેસેજ કરી પ્રેમીને મળવા બોલાવી, ગોળી મારી હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી

Murder in Haryana: યુવતીના ફોન પરથી મેસેજ કરી પ્રેમીને મળવા બોલાવી, ગોળી મારી હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી

    ફરીદાબાદ. દિલ્હીની પાસે આવેલા ફરીદાબાદ (Faridabad)માં પ્રેમિકા (Girl Friend)ને મળવા ગયેલા પ્રેમીની ગોળી મારી હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. ઘટના ગત 29 જુલાઈ ફરીદાબાદના હરકેશ નગરની છે. પોલીસ (Faridabad Police)ના જણાવ્યા મુજબ, તેમને યુવકની લાશ (Dead Body) નજીકની ટીટૂ કોલોનીની પાસે કેનાલમાં બિનવારસી મળી હતી, જેની ઓળખ માટે લાશને ફરીદાબાદની સિવિલ હૉસ્પિટલ બાદશાહ ખાન મોર્ચરીમાં રાખવામાં આવી હતી. શનિવારે મૃતકની ઓળખ હરકેશ નગરના રહેવાસી રૂષિ તરીકે થઈ છે.

    મૃતકના કાકાના નિવેદનને નોંધી પોલીસે આરોપીઓની ધરપકડ શરૂ કરી દીધી છે. મૃતકના કાકાના જણાવ્યા મુજબ, મૃતક રૂષિને કોઈ યુવતી સાથે પ્રેમ હતો. યુવતીના મોબાઇલથી મેસેજ કરીને તેને મળવા બોલાવ્યો હતો. પરંતુ ત્યાં યુવતીના પરિવારના સભ્યોએ યુવકને પકડી લીધો અને તેને થોડા અંતરે જઈને ટીટૂ કોલોનીની પાસે કેનાલમાં ગોળી મારીને હત્યા કરી દીધી અને ઘટનાને અંજામ આપીને આરોપી ફરાર થઈ ગયા.

    મૃતક રૂષિના પરિજનો મુજબ, આરોપી જેડીયૂ નેતા છે જેમણે આ ઘટનાને અંજામ આપ્યો છે. પરંતુ આરોપી હજુ પોલીસની પકડથી બહાર છે. બીજી તરફ, મૃતક રૂષિના પરિજનોનો આરોપ છે કે જ્યારે તેઓ પોલીસની પાસે ગયા તો તેમને પોલીસે થપ્પડ મારીને ભગાડી દેવાની ધમકી આપી. હાલ તેઓ પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ નથી. પરંતુ તેઓ ઈચ્છે છે કે વહેલી તકે આરોપીઓને પકડીને કડકમાં કડક સજા આપવામાં આવે.

    આ પણ વાંચો, શ્રીલંકાઃ ઘરમાં કૂવો ખોદતા મળ્યો 510 KGનો નીલમ, કિંમત લગભગ 10 કરોડ ડૉલર

    બિનવારસી મળી હતી લાશ

    બીજી તરફ, આ મામલામાં તપાસ અધિકારી કૃષ્ણએ જણાવ્યું કે, 29 તારીખે બિનવારસ લાશ મળી હતી. ત્યારે તેની ઓળખ માટે લાશને ફરીદાબાદની સિવિલ હૉસ્પિટલ બાદશાહ ખાન મોર્ચરીમાં રાખવામાં આવી હતી. જેની ઓળખ થઈ ચૂકી છે. મૃતકના કાકાના નિવેદનના આધારે અન્ય કલમો ઉમેરી અને ઝડપથી આરોપીઓને પકડી લેવામાં આવશે.

    આ પણ વાંચો, TikTok સ્ટાર મહિલાના બાળકને જોઈને લોકો કહેતા હતા- 'મારી નાંખો તેને', કારણ જાણીને તમને પણ આવશે ગુસ્સો


    તપાસ અધિકારીએ જણાવ્યું કે, મૃતકનો એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો, જેના પરિજનો પર રૂષિની હત્યાનો આરોપ છે. તેમણે જણાવ્યું કે, આરોપી બિહારના આરા જિલ્લાના રહેવાસી છે જેમને પકડવા માટે પોલીસ ટીમ બિહાર ગઈ છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરી ફરીદાબાદ લઈ જવાશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Crime news, Faridabad Murder, Faridabad News, Faridabad Police, Haryana Crime, Haryana News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन