પ્રેમિકાની સગાઇથી નારાજ હતો પ્રેમી, ચાકુથી પ્રેમિકાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી પોતે પણ કરી લીધી આત્મહત્યા

લક્ષિતા જોધપુરની હેસ્ટેલમાં રહીને લો નો અભ્યાસ કરી રહી હતી

Murder News- પ્રેમિકા લક્ષિતાની 7 દિવસ પહેલા સગાઇ થઇ હતી

 • Share this:
  જોધપુર : રાજસ્થાનના (rajasthan)જોધપુરથી એક સનસનાટીભર્યો કેસ સામે આવ્યો છે. એક પ્રેમીએ પોતાની પ્રેમિકાની હત્યા (Murder)કરીને પોતે પણ આત્મહત્યા (suicide)કરી લીધી છે. પ્રેમિકા લક્ષિતા પાલી જિલ્લાના સોજત રોડની રહેવાસી છે. તે જોધપુરની હેસ્ટેલમાં રહીને લો નો અભ્યાસ કરી રહી હતી. જ્યારે પ્રેમી હેમંત નાગૌર જિલ્લો રહેવાસી છે. બંને સોમવારે રાત્રે જોધપુરના જાલોરી ગેટ સ્થિત એક હોટલમાં આવીને રોક્યા હતા.

  એક હોટલની રૂમમાં સંદિગ્ધ હાલતમાં એક લાશ મળી હતી. સૂચના મળવા પર સરદારપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તે સમયે હોટલનો દરવાજો બંધ હતો. દરવાજો તોડીને પોલીસે અંદર પ્રવેશ કર્યો તો 25 વર્ષની લક્ષિતા લોહીથી ખરડાયેલી હાલતમાં પડી હતી. તેના શરીર પર ચાકુઓના નિશાન હતા. પોલીસે પરિવારજનોને સૂચના આપી હતી. લાશને પોસ્ટ મોર્ટમ કરીને પરિવારના લોકોને સોંપી દીધી છે.

  આ પણ વાંચો - 'સાહેબ મને પકડી લો', 'મે નશબંધી કરાવી તોએ બીજો પુત્ર આવ્યો, પત્ની અને બે બાળકોને પતાવી દીધા'

  બીજી તરફ મંગળવારે સવારે મંડોર રેલવે સ્ટેશન પાસે પ્રેમી હેમંતની લાશની કપાયેલી હાલતમાં મળી હતી. પોલીસે જણાવ્યું કે હેમંત કપડા વેપારી છે. ટ્રેનમાં કપાઇ જવાથી શરીરના બે ભાગ થઇ ગયા હતા. હેમંતના ખિસ્સામાંથી આઈડી કાર્ડથી ખબર પડી કે તે નાગૌરનો રહેવાસી છે. પ્રેમિકા લક્ષિતાની 7 દિવસ પહેલા સગાઇ થઇ હતી.

  પોલીસની જાણકારી પ્રમાણે હેમંત અને લક્ષિતા વચ્ચે પ્રેમ પ્રેકરણનો મામલો છે. હેમંત અને લક્ષિતા છેલ્લા પાંચ વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા. પોલીસે બંનેની લાશ પરિવારજનોને સોંપીને તપાસ શરૂ કરી છે.
  Published by:Ashish Goyal
  First published: