બોયફ્રેન્ડને ફોન ઉપર સંભળાઈ પ્રેમિકાની ચીસો, બે દિવસ બાદ અર્ધનગ્ન હાલતમાં મળી યુવતીની લાશ

નેહા કુમારીની તસવીર

રાહુલને ફોન ઉપર નેહાની ચીસો સંભળાી હતી. ત્યારબાદ નેહાનો ફોન બપોરે 1.48 વાગ્યે બંધ આવ્યો હતો. પોલીસને નેહાની અર્ધનગ્ન લાશ અને કપડા મળ્યાં હતા.

 • Share this:
  ગુવાહાટીઃ થોડા દિવસ પહેલા 20 વર્ષીય યુવતીનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ (girl found dead) મળ્યો હતો. ગુવાહાટીના (Guwahati) પતરકુશીની રહેવાસી યુવતી તેના બોયફેર્ન્ડ સાથે વાત કરતી હતી ત્યારે બોયફ્રેન્ડને (Boyfriend) તેની ચીસો સંભળાઈ હતી. અને બીજા દિવસે યુવતીની લાશ મળતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે (police) તાત્કાલિક તપાસ કરતા નવ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.

  મળતી માહિતી પ્રમાણે ગુવાહાટીના પતરકુશીમાં નેહા કુમારી નામની 20 વર્ષીય યુવતી રહેતી હતી. 10 એપ્રિલની બહોરે નેહાઈ ટકિંગ અને ભરતકામની તાલીમ પૂર્ણ કર્યા પછી ઘરે પરત ફરી ફરી હતી. અને ઘરે આવીને પોતાના પ્રેમી રાહુલ ગૃપ્તા સાથે ફોન ઉપર વાતો કરતી હતી.

  આ દરમિયાન રાહુલને ફોન ઉપર નેહાની ચીસો સંભળાી હતી. ત્યારબાદ નેહાનો ફોન બપોરે 1.48 વાગ્યે બંધ આવ્યો હતો. આથી રાહુલ ગભરાઈને મદદ માટે દિલ્હી પોલીસ પાસે પહોંચ્યો હતો. જેના પગલે દિલ્હી પોલીસ ગુવાહાટી પહોંચી હતી. આ સાથે બસિષ્ટ પોલીસે રાહુલની સાથે નેહાના ફોનનું લોકેશન મોનિટર કર્યું હતું અને પતરકુશીમાં ઘટના સ્થળે પહોંચી હતી.

  આ પણ વાંચોઃ-વલસાડઃ 'મારા ભગવાન જેવા પતિને મારનાર મરવો જ જોઈએ', પતિની હત્યા બાદ બાળકો સાથે પત્નીનું આક્રંદ

  આ પણ વાંચોઃ-રાજકોટઃ સિવિલમાં પૈસા લઈને દાખલ કરાવનારા લાલચું યુવકો ઝડપાયા, રૂ. 9000ની લાંચ માંગવામાં આવતી

  પોલીસને નેહાની અર્ધનગ્ન લાશ અને કપડા મળ્યાં હતા. આ જોઈને રાહુલ બેહતાઈ ગયો હતો. અને આરોપીઓને ઝડપથી પકડવા માટે પોલીસને આજીજી કરી હતી. આ ઉપરાંત નેહાની માતાએ દીકરીના મોત અંગે બશિષ્ટ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી. માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે નેહા બે દિવસથી ઘરેથી ગાયબ હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદની યુવતીની કરુણ કહાની! પતિએ ઘરમાંથી કાઢી મૂકી, સંતાનો સાથે વાત પણ ન કરવા દીધી, મામલો પોલીસ પાસે પહોંચ્યો

  આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

  આ ઉપરાંત નેહાની માતાએ આરોપ લગાવ્યો હતો કે ભટ્ટાચાર્ય નામના વ્યક્તિ સાથે તેના ગેરકાયદેસર સંબંધ છે. પોલીસે માતાની ફરિયાદના આધારે તપાસ કરતા પોલીસને વહેલી સવાર ઝાડીઓમાંથી નેહાનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.  આ સાથે પોલીસે શંકાસ્પદ લોકોને પકડીને પૂછપરછ કરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની તપાસ હાથધરી છે.
  Published by:ankit patel
  First published: