ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બોયફ્રેન્ડે પોતાની પરણિત ગર્લફ્રેન્ડના પહેલા તો પતિ સાથે છૂટાછેડા કરાવ્યા અને પછી લગ્નનું વચન આપી તેની સાથે સતત દુષ્કર્મ આચરતો રહ્યો. એટલું જ નહીં આ દરમિયાન બોયફ્રેન્ડે પોતાની પરણિત ગર્લફ્રેન્ડની ઈચ્છા વિરુદ્ધ જઈ તેની બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ સર્જરી કરાવી. આ બધું કરાવ્યા છતાં બોયફ્રેન્ડ પોતાની પરણિત ગર્લફ્રેન્ડને સતત હેરાન કરતો રહ્યો, જ્યાં તે ગર્લફ્રેન્ડની સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરતો, અને મારપીટ પણ કરતો હતો.
ઈન્દોરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બોયફ્રેન્ડે પોતાની પરણિત ગર્લફ્રેન્ડના પહેલા તો પતિ સાથે છૂટાછેડા કરાવ્યા અને પછી લગ્નનું વચન આપી તેની સાથે સતત દુષ્કર્મ આચરતો રહ્યો. એટલું જ નહીં આ દરમિયાન બોયફ્રેન્ડે પોતાની પરણિત ગર્લફ્રેન્ડની ઈચ્છા વિરુદ્ધ જઈ તેની બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ સર્જરી કરાવી. આ બધું કરાવ્યા છતાં બોયફ્રેન્ડ પોતાની પરણિત ગર્લફ્રેન્ડને સતત હેરાન કરતો રહ્યો, જ્યાં તે ગર્લફ્રેન્ડની સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરતો, અને મારપીટ પણ કરતો હતો.
શું છે સમગ્ર મામલો
હકીકતમાં શહેરના ભંવરકુઆં સ્ટેશનમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો, જ્યાં પીડિતાએ બોયફ્રેન્ડની વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે, આરોપીએ પહેલા તેના પતિ સાથે છૂટાછેડા કરાવ્યા અને છૂટાછેડા કર્યા પછી લગ્નનું વચન આપી દુષ્કર્મ કરતો રહ્યો. એટલું જ નહીં વર્ષ 2020માં આરોપીએ પીડિતાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેસ્ટ એનલાર્જમેન્ટ સર્જરી પણ કરાવી દીધી હતી. આરોપી સતત પીડિતાને મારતો હતો અને દારૂના નશામાં ગાળો બોલતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો.
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, લગભગ 11 વર્ષ પહેલા તેની મુલાકાત આરોપી સાથે થઈ હતી, જ્યાં બંનેની મુલાકાત બાદ એક બીજા સાથે ફોન પર વાત શરૂ થઈ, વાતચીત આગળ વધતા આરોપીએ પીડિતાને લગ્ન માટે પ્રપોઝ કર્યું, જેના પછી પીડિતાએ આરોપીને કહ્યું કે તે પહેલાથી જ પરણિત છે. આરોપીએ પીડિતાના પહેલા પતિ સાથે છૂટાછેડા કરાવી દીધા અને ફરીથી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરતો અને મારપીટ પણ કરતો. પીડિતાએ જણાવ્યું કે, આરોપીએ અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરતો હતો.
પોલીસ મામલો નોંધી તપાસ શરૂ કરી
પીડિતાની ફરિયાદના આધાર પર પોલીસે મામલો નોંધ્યો અને આરોપી વિરુદ્ધ તપાસ શરૂ દીધી છે. પીડિતાએ જણાવ્યું કે, આરોપી તેને બિલાવલી વિસ્તારના એક ફાર્મ હાઉસ પર લઈ ગયો, જ્યાં તેને લગ્નનું વચન આપી દુષ્કર્મ કર્યું હતું. પીડિતાએ વિરોધ કરતા આરોપી તેવે રિવોલ્વર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. એટલું જ નહીં આરોપીએ મહિલાના પહેલા પતિ પર પણ હુમલો કરાવ્યો છે. પોલીસ આરોપીની શોધમાં છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર