ચીનની ધમકીઃ ભારત અમારું કંઈ બગાડી નહીં શકે, 7 હજાર કરોડ રૂપિયાનો છે વેપાર

ચીનની ધમકીઃ ભારત અમારું કંઈ બગાડી નહીં શકે, 7 હજાર કરોડ રૂપિયાનો છે વેપાર
તમને જણાવી દઇએ કે ITI દેશની સૌથી મોટી ટેલિકૉમ પ્રોડક્ટ કંપની છે. કંપનીએ કોરોના સંકટ કાળમાં ફેસ શીલ્ડ બનાવાની શરૂઆત પણ કરી છે. અને DRDOથી કરાર પણ કર્યા છે. કંપની પોર્ટેબલ વેન્ટિલેટર બનાવશે. BharatNet માટે જલ્દી જ RFP જાહેર થશે. ત્યાં જ AGR મામલે ટેલિકૉમ કંપનીઓને રાહત મળશે તો આ કંપનીઓને મોટો ફાયદો થશે.

‘ભારતમાં કેટલાક અતિ-રાષ્ટ્રવાદી અમારો સામાનની વિરુદ્ધ અફવાઓ ફેલાવી રહ્યા છે, પરંતુ તેનો બહિષ્કાર કરવો એટલો સરળ નથી’

 • Share this:
  બીજિંગઃ ભારત-ચીન સરહદ (India-China Border Dispute) પર તણાવની વચ્ચે ભારતમાં અનેક સંગઠન ચીની સામાનનો વિરોધ કરી રહ્યા છે અને તેનો બહિષ્કાર (Boycott Chinese Products) કરવા માટે કેમ્પેન પણ ચલાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, ચીને પણ ભારતમાં તેમના સામાનના બહિષ્કાર પર આકરી પ્રતિક્રિયા આપી છે. ચીને સ્પષ્ટ કહ્યું છે કે ભારતમાં કેટલાક અતિ-રાષ્ટ્રવાદી અમારો સામાનની વિરુદ્ધ અફવાઓ ફેલાવી રહ્યા છે, પરંતુ તેનો બહિષ્કાર કરવો એટલો સરળ નથી. ચીને કહ્યું કે અમારો સામાન ભારતીય સમાજનો મહત્વનો હિસ્સો બની ગયો છે અને તે હવે 7 હજાર કરોડથી વધુનો કારોબાર છે.

  ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, ચીને કહ્યું છે કે ભારતની કેટલીક અતિ-રાષ્ટ્રવાદી પાર્ટીઓ સતત ચીનને બદનામ કરવાનું કાવતરું રચી રહી છે. આવું પહેલીવાર નથી કે ચીનના સામાનનો બહિષ્કાર કરવા માટે કેમ્પેન ચલાવવામાં આવ્યું હોય, પરંતુ અમે ભારતને સમજાવવા માંગીએ છીએ કે આ ખોટનો સોદો છે અને આવું શક્ય પણ નથી. ચીને બોલિવૂડ ફિલ્મ 3 ઇડિયટ્સ ફેમ વૈજ્ઞાનિક સોનમ વાંગચુક દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો અને રીમૂવ ચાઇનીઝ એપ નામની એપ્લીકેશનને લઈને પણ આકરી પ્રતિક્રિયા આપી છે. જોકે નોંધનીય છે કે આ એપ્લીકેશનને ચીનની ફરિયાદ બાદ ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવી દેવામાં આવી છે. દાવા મુજબ આ એપને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી હતી કે તે ચીનમાં બનેલી તમામ એપ્લીકેશનને સિલેક્ટ કરી આપના સ્માર્ટફોનથી ડીલીટ કરી દેતી હતી.
  આ પણ વાંચો, સરહદ વિવાદઃ વિદેશ મંત્રાલયનું નિવેદન, ભારત-ચીન શાંતિપૂર્ણ રીતે સમસ્યા ઉકેલવા તૈયાર

  ‘ચીનને બદનામ કરવામાં આવી રહ્યું છે’

  ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત લેખ મુજબ, ભારત-ચીનની વચ્ચે સરહદ વિવાદ કોઈ નવી વાત નથી અને તે એટલી ગંભીર નથી જેટલી ભારતમાં કેટલીક ખાસ વિચારધારાના લોકો વધારી-ચઢાવીને જણાવી રહ્યા છે. બંને સરકાર સતત કહી રહી છે અને ભારતીય સરકારનું વલણ સકારાત્મક છે. ચીને ભારતીય મીડિયા પર કેટલાક અતિ-રાષ્ર્ વાદી નેતાઓને પૂરી સ્થિતિને વધારીને રજૂ કરવાના દોષી ઠેરવ્યા છે. ચીને આરોપ લગાવ્યો છે કે તેમના વિશે સતત ભ્રામક સૂચનાઓ ફેલાવવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં 4 આતંકવાદી ઠાર મરાયા
  Published by:News18 Gujarati
  First published:June 08, 2020, 09:44 am

  ટૉપ ન્યૂઝ