હવે રશિયામાં 16 વર્ષીય હુમલાખોરે ‘અલ્લાહૂ અકબર’ બોલીને પોલીસકર્મીને ચાકૂના ઘા માર્યા

હુમલાખોરની પાસે ચાકૂ અને પેટ્રોલ બોમ્બ હતો, બીજા પોલીસકર્મીએ ફાયરિંગ કરતાં ઠાર મરાયો

હુમલાખોરની પાસે ચાકૂ અને પેટ્રોલ બોમ્બ હતો, બીજા પોલીસકર્મીએ ફાયરિંગ કરતાં ઠાર મરાયો

 • Share this:
  મોસ્કોઃ ફ્રાન્સ (France Church Attack) અને સઉદી અરેબિયા બાદ હવે રશિયા (Russia)માં પણ એક આવો જ મામલો સામે આવ્યો છે જેમાં એક 16 વર્ષીય હુમલખોરે ‘અલ્લાહૂ અકબર’ (Allahu Akbar)ની બૂમો પાડીને પોલીસકર્મીને ચાકૂ મારી દીધું. આ હુમલાખોરે પોલીસકર્મીને ત્રણ વાર ચાકૂથી વાર કર્યા બાદ તેના સાથી પોલીસકર્મીએ તેને ગોળી મારી દીધી. ગોળી વાગતાં જ તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. આ પહેલા સઉદી અરેબિયાથી અહેવાલ સામે આવ્યા હતા કે ફ્રાન્સના કોન્સુલેટની બહાર ગાર્ડને ચાકૂ મારી દેવામાં આવ્યું. ગુરૂવારે ફ્રાન્સના નીસેમાં એક ટ્યૂનીશિયન હુમલાખોરે ત્રણ લોકોને મારી નાખ્યા હતા.

  રશિયન સમાચાર એજન્સી Interfax મુજબ આ હુમલાખોર ચાકૂ અને પેટ્રોલ બોમ્બથી સજ્જ હતો. તેણે પોલીસકર્મી પર પાછળથી ત્રણ ઘાતક વાર કર્યા. આ ઘટના રશિયાના કુક્મોર શહેરની હોવાનું સામે આવ્યું છે. રશિયાના આ વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવે છે અને ત્યાં પણ ફ્રાન્સની વિરુદ્ધ પ્રદર્શન થયું હતું.

  આ પણ વાંચો, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીએ ઈદ-એ-મિલાદની આપી શુભેચ્છા

  રશિયાની તપાસ એજન્સીએ આ ઘટનાને આતંકવાદી હુમલો કરાર કર્યો છે અને તેનાથી જોડાયેલા અન્ય લોકોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે.
  પોલીસે જણાવ્યું કે ચાકૂથી હુમલો કરતાં પહેલા હુમલાખોર જોરથી ‘અલ્લાહૂ અકબર’ બોલ્યો હતો. આ છોકરાએ પોલીસકર્મીને ‘કાફિર’ પણ કહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ હુમલાખોર પોલીસ સ્ટેશનની બિલ્ડિંગમાં આગ લગાડવાના ઈરાદાથી આવ્યો હતો. ઘાયલ પોલીસકર્મીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં હાલ તેની હાલત ખતરાથી બહાર હોવાનું કહેવાય છે.

  આ પણ વાંચો, રાજધાની એક્સપ્રેસમાં ચોરોનો તરખાટ, BJP સાંસદની પત્નીની 3 લાખ રૂપિયા ભરેલી બેગની તફડંચી

  ફ્રાન્સના હુમલાખોરના હાથમાં હતી કુરાન

  એન્ટી ટેરરિસ્ટ એજન્સીની તપાસમાં સામે આવ્યું છે કે ફ્રાન્સ (France Church Attack)ના શહેર નીસમાં ગુરૂવારે એક ચર્ચમાં લોકો પર ચાકૂથી હુમલો કરનારા ટ્યૂનીશિયન હુમલાખોરના હાથમાં કુરાન (Tunisian carrying Quran) પણ હતી. આ હુમલામાં ત્રણ લોકોનાં મોત થયા હતા. ફ્રાન્સના આતંકવાદ નિરોધી અભિયોજકે જણાવ્યું કે સંદિગ્ધ એક ટ્યૂનીશિયન છે. તેનો જન્મ 1999માં થયો હતો. તે 20 સપ્ટેમ્બરે લૈંપડ્યૂસાના દ્વીપ પહોંચ્યો હતો અને 9 ઓક્ટોબરે દક્ષિણ ઈટલીના એક પોર્ટ શહેર બારી પહોંચ્યો. અભિયોજનક જ્યાં-ફાંસવા રિકોર્ડે જોકે તે નીસ ક્યારે પહોંચ્યો તેની જાણકારી નથી આપી. રિકોર્ડે જણાવ્યું કે હુમલાખોરની પસો પવિત્ર ગ્રંથ કુરાનની એક નકલ અને બે ફોન હતા.
  Published by:Mrunal Bhojak
  First published: