ઈન્દોરઃ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ઈન્દોર (Indore)માં ત્રણ ઇમલી બ્રિજ વિસ્તારમાં મોડી રાત્રે લગભગ 1 વાગ્યે જોરદાર અવાજે લોકોને ચોંકાવી દીધા. લોકો પહોંચ્યા તો જોયું કે સ્કોર્પિયો ગાડી પલટી ગઈ છે. ગાડીમાં યુવક અને યુવતી નશામાં હતા. લોકોએ માંડ માંડ બંનેને ગાડીમાંથી બહાર કાઢ્યા. આ દરમિયાન યુવતી યુવકનો મોબાઇલ લઈને ભાગી ગઈ. પલટી મારવાના કારણે સ્કોર્પિયો ગાડી ચકનાચૂર થઈ ગઈ.
લોકોએ પોલીસ (Police)ને જણાવ્યું કે બંને ચાલતી ગાડીમાં દારૂ પી રહ્યા હતા. ત્યારે અચાનક ગાડી પલટી ગઈ. ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી છે. યુવક-યુવતી આઇટી પાર્ક તરફથી આવી રહ્યા હતા, ત્યારે આ દુર્ઘટના બની. કારમાં મળેલા દસ્તાવેજોમાં યુવકનું નામ તેજવીર સિંહ છે. તે ન્યૂ પલાસિયા રોડ નંબર ત્રણનો રહેવાસી છે. યુવક એટલો નશામાં હતો કે પોતાનું નામ પણ બોલી નહોતો શકતો. પોલીસે તેના પરિવારને જાણ કરીને કાર પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરી દીધી છે.
એક દિવસ પહેલા પણ થઈ હતી દુર્ઘટના, એકનું થયું હતું મોત
DAVVના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી કેમ્પસમાં શનિવાર બપોરે લગભગ દોઢ વાગ્યે જોરદાર અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ 20 વર્ષનો યુવક જોરદાર સ્પીડમાં પોતાની કાર લઈને આવી રહ્યો હતો. DAVVના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના કેમ્પસમાં એક બ્લોકની સામે હાઇસ્પીડ કારે પ્યૂન ગણેશ ભૈરવને જોરદાર ટક્કર મારી દીધી. 38 વર્ષનો ગણેશ ઉછળીને બોનટ પર જઈને પછડાયો. દુર્ઘટનામાં માથામાં ગંભીર ઈજા થવાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. કારમાં ચાર યુવકો સવાર હતા. પોલીસે કાર જપ્ત કરી ચારેયની ધરપકડ કરી લીધી છે.
ભંવરકુંઆ પોલીસ અનુસાર, મૃતકનું નામ ગણેશ ભૈરવ હતું અને તે દેવનગર ન્યૂ પલાસિયામાં રહેતો હતો. પોલીસે ઘટના બાદ સીસીટીવી ફુટેજ જપ્ત કરી લીધા છે. બીજી તરફ કારને જપ્ત કરી યુવકોની ધરપકડ કરી લીધી છે. કાર સાગરના રહેવાસી 20 વર્ષીય વાસુ રાઠોર ચલાવી રહ્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે તેને ત્યાં એડમિશન લીધું છે અને ફી ભરવા માટે ત્રણ મિત્રોની સાથે સાગરથી કાર ડ્રાઇવ કરીને આવી રહ્યો હતો. કોલેજ કેમ્પસમાં આવતા જ દુર્ઘટના થઈ ગઈ.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર