MBBS કરતી પ્રેમિકાને મળવા માટે બરેલી પહોંચ્યો યુવક, ATM લૂંટતા ઝડપાયો

MBBS કરતી પ્રેમિકાને મળવા માટે બરેલી પહોંચ્યો યુવક, ATM લૂંટતા ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર

યુવક બરેલીની મેડિકલ કોલેજમાં એમબીબીએસ કરી રહેલી પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો. આ દરમિયાન આ યુવક અન્ય યુવકોના સંપર્કમાં આવ્યો હતો. અને એટીએમ લૂંટની ઘટનાને અંજામ આપવા માટે નીકળી પડ્યો.

  • Share this:
    બરેલીઃ પ્રેમમાં લોકો કંઈપણ કરી છૂટે છે. ઉત્તર પ્રદેશના (Uttar pradesh) બરેલીમાં (bareli) આવી જ ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં એક યુવક પોતાની પ્રેમિકાને (girl friend) મળવા માટે બરેલી શહેર પહોંચ્યો હતો. પરંતુ થોડા સમય પછી કેટલાક દોસ્તો સાથે એટીએમ લૂંટતા (ATM loots) પકડાયો હતો.

    આ ઘટના ઉત્તર પ્રદેશના બરેલીની છે. અહીં પ્રેમનગર પોલીસે એટીએમ તોડતી ગેંગનો પર્દાફાશ કરીને ચાર યુવકોને દબોચી લીધા હતા. આ ચાર પૈકી એક યુવકની કહાની રસપ્રદ નીકળી છે.



    પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક યુવકો નાઈટ કર્ફ્યૂમાં પીએનબી બેન્કની એટીએમ લૂંટવાની યોજના બનાવીને પ્રેમનગર પહોંચ્યા હતા. યુવકોએ નૈનીતાલ રોડ ઉપર પીએનબી બેન્ક ના એટીએમને કાપી નાંખ્યું હતું. જોકે, પોલીસ ઘટના સ્થળે પહોંચી જતાં બદમાશોએ એટીએમ છોડીને ભાગી ગયા હતા. પોલીસે ચારે બાજુએથી ઘેરાબંધી કરીને ચાર યુવકોને પકડી પાડ્યા હતા.

    આ પણ વાંચોઃ-પુણેઃ માદા શ્વાન સાથે મહિનાઓ સુધી બળાત્કાર ગુજારનાર 65 વર્ષીય વૃદ્ધ ઝડપાયો, સીસીટીવી ગોઠવી પકડ્યો

    આ પણ વાંચોઃ-રાજકોટઃ કુંવારી યુવતીએ પુત્રને આપ્યો જન્મ, યુવતીની વાત સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ

    યુવકો પાસેથી એટીએમ લૂંટવાના ઉપકરણો અને દેશી તમંચા મળ્યા હતા. પકડાયેલા તમામ યુવકોની ઉંમર 20થી 22 વર્ષની છે. એસએસપી રોહિત સિંહના જણાવ્યા પ્રમાણે પકડાયેલા યુવકો પૈકી એક યુવક બરેલી નિવાસી પોતાની બરેલીની મેડિકલ કોલેજમાં એમબીબીએસ કરી રહેલી પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો.

    આ પણ વાંચોઃ-યુવકે માસી સાથે ભાગીને કર્યા પ્રેમલગ્ન, સંબંધોમાં ઊભો થયો ગુંચવાડો, પિતા હવે સાઢું અને બહેન હવે સાસું બની

    આ પણ વાંચોઃ-OMG! રૂ.163 એક કિલો ઘોંઘા ખરીદી લાવી ગરીબ મહિલા, રાતો રાત બની ગઈ કરોડપતિ, જાણો શું છે આખી કહાની

    આ દરમિયાન આ યુવક અન્ય યુવકોના સંપર્કમાં આવ્યો હતો. અને એટીએમ લૂંટની ઘટનાને અંજામ આપવા માટે નીકળી પડ્યો. જોકે, આ ગેંગનો એક વ્યક્તિ હજી ફરાર છે. પોલીસની ટીમ ટૂંક સમયમાં તેની ધરપકડ કરી લેશે.





    પોલીસે યુવકો પાસેથી એટીએમ કાપવા માટે ગ્લેન્ડર, બે બ્લેડ, ચપ્પું, તમંચા, મોબાઈલ ફોન, બાઈક જપ્ત કર્યા છે. માનવામાં આવે છે કે આ યુવકોએ બરેલી ઉપરાંત હરિયાણા સુધી એટીએમ ચોરી કરવામાં સામેલ હતા. પોલીસ તમામની પૂછપરછ કરી રહી છે.
    Published by:ankit patel
    First published:April 11, 2021, 16:52 pm

    ટૉપ ન્યૂઝ