TikTok વીડિયો બનાવતી વખતે બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ, વિદ્યાર્થીનું મોત

News18 Gujarati
Updated: January 14, 2020, 7:27 PM IST
TikTok વીડિયો બનાવતી વખતે બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ,  વિદ્યાર્થીનું મોત
મૃતક કેશવ 12માં ધોરણમાં અભ્યાસ કરે છે.

12માં ધોરણમાં અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી કેશવ લાયસન્સ વાળી ગન સાથે TikTok Video તૈયાર કરી રહ્યો હતો.

  • Share this:
હરીશ વર્મા : લાયસન્સ વાળી ગન સાથે TikTok Video તૈયાર કરી રહેલા યુવકે જીવ ગુમાવ્યો છે. વિદ્યાર્થી સેનાની ઇન્ટરમીડિયેટ સ્ટડીસમાં અભ્યાસ કરી રહ્યો હતો. વીડિયો તૈયાર કરતી વખતે ગનનું ટ્રીગર દબાઈ જતા વિદ્યાર્થીનું મોત થયું છે. વિદ્યાર્થઈના માતાએ જણાવ્યું કે તેમના દીકરાએ વીડિયો તૈયાર કરવા માટે લાયસન્સ વાળી પિસ્ટલ કબાટમાંથી કાઢી હતી. રૂમમાંથી ગોળી ચાલવાનો અવાજ આવ્યો એટલે માતા દોડીને તરત જ પહોંચ્યા હતા પરંતુ ત્યાં તો વ્હાલસોયા દીકરાનું મોત નીપજ્યું હતું.

આ બનાવની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશના બરેલીમાં આવેલા હાફિઝગંજમાં રહેતા સેનાના જવાન વિરેન્દ્ર કુમારના પુત્ર કેશવનું TikTok Video તૈયાર કરતા સમયે મોત થઈ ગયું હતું. પરિવારમાં માતા ગાયત્રીદેવી અને બહેન પ્રિયાંશી છે. કેશવ 18 વર્ષનો હતો અને સેનાની તાલિમ શાળામાં ઇન્ટરમીડિયેટ ભણી રહ્યો હતો. તેણે સવારે વીડિયો તૈયાર કરવા માટે સવારે લાયન્સ વાળી પિસ્ટલ માંગી હતી. માતા ગાયત્રીદેવીએ સવારે કબાટમાંથી પિસ્ટલ કાઢી હતી. કેશવ પિસ્ટલ લઈને રૂમમાં ગયો અને થોડીવારમાં જ ધડાકો બોલ્યો હતો.

આ પણ વાંચો :  અધીર રંજને દવિંદરને લઈને ઉઠાવ્યા સવાલ, પાત્રાએ કહ્યું - કોંગ્રેસ કહેશે હાફિઝ I Love You

માતા પહોંચી ત્યારે દીકરો તરફડિયા મારી રહ્યો હતો

માતા ગાયત્રી દેવી ઓરડામાં પહોંચી ત્યારે કેશવ ઈજાગ્રસ્ત હાલતમાં તરફડિયા મારી રહ્યો હતો. કેશવના લમણે ગોળી વાગી હતી.. કેશવને બરેલીની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવાર મૃતદેહ સાથે ગામમાં પહોંચ્યો ત્યારે ઘરે ગ્રામજનોની ભીડ જોવા મળી હતી. માહિતી મળતાં પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી કેસની તપાસ કરી હતી.

આ પણ વાંચો :  Nirbhaya Case: સુપ્રીમ કોર્ટ વિનય અને મુકેશની ક્યૂરેટિવ પિટીશન ફગાવી, 22 જાન્યુઆરીએ થવાની છે ફાંસીપરિવારજનો પોલીસ કાર્યવાહી માટે તૈયાર નથી

પોલીસ ઘટના સ્થળેથી પિસ્ટલ કબજે કર્યા વગર પરત ફરી હતી. અધિકારીઓનું કહેવું છે કે પરિવાર કોઈપણ કાર્યવાહી માટે તૈયાર નથી. TikTok Video બનાવવાના દરમિયાન શૂટિંગને કારણે વિદ્યાર્થીની મોતની ઘટના અંગે પોલીસ પણ વિચારણા કરી રહી છે. પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કર્યા વિના મૃતદેહની અંતિમ વિધિ કરી હતી.
First published: January 14, 2020
વધુ વાંચો
अगली ख़बर