Home /News /national-international /કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

મૃૃતક અને યુવકની તસવીર

હોસ્પિટલના બીછાને પડેલી અથિરાએ અંતિમ શ્વાસ લીધા તે પહેલા ડોક્ટોર અને પોતાના સંબંધીઓને જણાવ્યું હતું કે તેની સાથે રહેતા સેનવાશે તેના ઉપર કેરોસીન છાંટીને આગ લગાડી હતી.

  કોલ્લમઃ કોલ્લમમાં (Kollam) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. અહીં એક 28 વર્ષીય મહિલાને લિવ ઇનમાં (live in relationship) રહેતા યુવકે જીવતી સળગાવી દીધી હતી. જેના કારણે યુવતીનું મોત નીપજ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, સોશિયલ મીડિયા (social media video) ઉપર વીડિયો રેકોર્ડિંગને લઈને બંને વચ્ચે વિવાદ થયો હતો. મરતા પહેલા અથિરાએ ડોક્ટરો (doctor) અને સંબંધીઓને જણાવ્યું હતું કે, તેની સાથે રહેતા શનવાસે તેના ઉપર કેરોસીન નાંખીને સળગાવી હતી. પોલીસને મૃતકાના અંતિમ નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથધરી હતી.

  મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે વર્ષથી સાથે રહેનતા યુગલને એક મહિનાનું બાળક પણ છે. અથિરા પહેલાથી પરિણીત છે અને બે બાળકોની માતા છે. જ્યારે પહેલા લગ્નથી શનવાસને બે બાળકો પણ છે. જોકે પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા બાદ અથિરા અને શનવાસ એક સાથે રહેતા હતા.

  પરિવારજનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેમણે કાયદેસર લગ્ન ન્હોતા કર્યા. આંચલ સીઆઈ સૈજૂ નાથના નેતૃત્વમાં પોલીસ તપાસ કરી રહી છે. અથિરા પહેલા ટીકટોકમાં એક્ટીવ હતી. સોશિયલ મીડિયા ઉપર પણ વીડિયો બનાવતી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદની આયેશા જેવી ઘટના! 'મને બચાવવા માંગે છે તો બચાવી લે', બોયફ્રેન્ડને સેલ્ફી મોકલી યુવતીએ નહેરમાં ઝંપલાવ્યું

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાર અને એક્ટીવા વચ્ચે ગમખ્વાર અકસ્માત, મહાકાલ સેના અરવલ્લીના અધ્યક્ષ રાજપાલસિંહ રહેવરનું મોત

  સ્થાનિક લોકોનું કહેવું છે કે શનવાસ છાસવારે અથિરાને અન્ય પુરુષો સાથે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરીને મારતો હતો. જોકે બીજા દિવસે અથિરાની ચીખો સાંભળીને સ્થાનિક લોકો એકઠાં થતાં અને જોયું તો અથિરા આખી આગમાં લપેટાયેલી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોએ અંચલ પોલીસને જાણ કરી હતી. અને અથિરાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી.

  આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

  આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

  આ પણ વાંચોઃ-રાજકોટઃ મેસેન્જર અને 'ગંદી' સાઇટ ઉપર યુવતીઓને નિર્વસ્ત્ર નિહાળતા ચેતજો, ગોંડલના યુવકને થયો કડવો અનુભવ

  હોસ્પિટલના બીછાને પડેલી અથિરાએ અંતિમ શ્વાસ લીધા તે પહેલા ડોક્ટોર અને પોતાના સંબંધીઓને તેના બળવા પાછળનું કારણ જણાવ્યું હતું. અને તેની સાથે રહેતા સેનવાશે તેના ઉપર કેરોસીન છાંટીને આગ લગાડી હોવાની વાત જણાવતા તમામ લોકો ચોંકી ગયા હતા.
  " isDesktop="true" id="1104012" >  જોકે, અંચલ પોલીસે મૃતક મહિલાના અંતિમ નિવેદનના આધારે સેનવાશ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Woman murder, ગુનો

  विज्ञापन
  विज्ञापन