Home /News /national-international /બ્રેકઅપ પછી યુવકે યુવતી પર 6 વખત છરીના ઘા ઝીંક્યા, 5 વર્ષ પહેલાં થઈ હતી મિત્રતા

બ્રેકઅપ પછી યુવકે યુવતી પર 6 વખત છરીના ઘા ઝીંક્યા, 5 વર્ષ પહેલાં થઈ હતી મિત્રતા

યુવતી પર 6 વખત છરીના ઘા ઝીંક્યા

ઘાયલ યુવતીને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત સ્થિર છે. આરોપીનું નામ સુખવિંદર છે અને હરિયાણાના અંબાલાથી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કેસ દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

    દિલ્હી: કાંઝાવાલા ઘટના બાદ દેશની રાજધાની દિલ્હીની વધુ એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. આદર્શનગર વિસ્તારમાં મિત્રતા તોડવાના ગુસ્સામાં યુવકે યુવતી પર છરીથી 6 વખત હુમલો કર્યો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. કેવલ પાર્ક વિસ્તારમાં રહેતી દશપ્રીત કૌર કોઈ કામ માટે બહાર જઈ રહી હતી. ત્યારપછી સુખવિંદર સિંહે સામેથી નિર્જન ગલીમાં આવીને યુવતીને એકલી જોઈ અને તેના પર છરી વડે હુમલો કર્યો.

    ઘાયલ યુવતીને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત સ્થિર છે. આરોપીનું નામ સુખવિંદર છે અને હરિયાણાના અંબાલાથી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કેસ દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

    #WATCH | A 22-year-old youth namely Sukhvinder arrested for stabbing a girl in Adarsh Nagar area on Jan 2. Both were friends &due to some dispute, he stabbed her 3-4 times.The girl is admitted to a hospital&her condition is stable: Delhi Police



    આ પણ વાંચોઃ લગ્ન કરવાની ના પાડતા ગુસ્સે થયેલા યુવકે 19 વર્ષની યુવતીને ‘એસિડ ફેંકવા’ની આપી ધમકી

    પરિવારને આ સંબંધ પસંદ નહોતો


    પીડિતા દિલ્હી યુનિવર્સિટીમાં BAનો અભ્યાસ કરી રહી હતી. 5 વર્ષ પહેલાં સુખવિંદર સાથે તેની મિત્રતા થઈ હતી. તેમનો સંબંધ યુવતીના પરિવારને મંજૂર નહોતો, તેથી યુવતીએ પોતાને દૂર રાખવાનું શરૂ કર્યું. સુખવિંદર વાત સહન ન કરી શક્યો. સોમવારે તેણે યુવતીને મળવા બોલાવી. તે જાણવા માગતો હતો કે બ્રેકઅપનું કારણ શું છે? યુવતી ઘરની પાસેની ગલીમાં તેને મળવા ગઈ. ત્યાર પછી તેણે છરીના ઘા ઝીંક્યા.

    ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. હુમલા પછી આરોપી ફરાર થઈ ગયો. ટેક્નિકલ સર્વેલન્સથી માહિતી મળી કે આરોપી દિલ્હીથી ભાગીને અંબાલા છુપાઈ ગયો હતો. પોલીસની ટીમ અંબાલા પહોંચી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.


    યુવતીની હાલત નાજુક


    બીજી તરફ હુમલા બાદ યુવતી બેહોશ થઈ જતાં આરોપી તેને મૃત સમજીને ભાગી ગયો હતો. અવાજ સાંભળીને સ્થાનિક લોકો સ્થળ પર પહોંચ્યા અને બેભાન યુવતીને હોસ્પિટલ લઈ ગયા. જ્યારે હાલત ગંભીર હોવાથી યુવતીને જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેની હાલત નાજુક છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Boy killed, Delhi Crime, Girl Murder

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन