બૉક્સર વિજેન્દ્ર સિંહે દેશની હાલની સ્થિતિ પર કર્યું ટ્વિટ, કહ્યુ- આ ધર્મ યુદ્ધ છે!

News18 Gujarati
Updated: January 20, 2020, 2:01 PM IST
બૉક્સર વિજેન્દ્ર સિંહે દેશની હાલની સ્થિતિ પર કર્યું ટ્વિટ, કહ્યુ- આ ધર્મ યુદ્ધ છે!
બૉક્સર વિજેન્દ્ર સિંહે

"ભારતીય યુવાઓ હિંદુત્વ ખતરામાં છે. હિંદુઓને એકત્રિત થવાની જરૂર છે." : વિજેન્દ્ર સિંહ

  • Share this:
ઓલમ્પિક મેડલ વિજેતા બૉક્સર વિજેન્દ્ર સિંહે (Vijender Singh) દેશની હાલની પરિસ્થિતિઓ પર એક ટ્વિટ કરતા સોશિયલ મીડિયામાં આ અંગે અનેક ચર્ચાઓ થવા લાગી છે. આ ટ્વિટમાં બૉક્સરે દેશના યુવાનો પર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે હિંદૂઓ ખતરામાં છે અને હિંદૂઓને એકત્રિત થવાની જરૂર છે. આ ધર્મ યુદ્ધ છે અને હવે આગળ નહીં આવ્યા તો 2050 સુધીમાં આપણે ખતમ થઇ જઇશું.

વિજેન્દ્ર સિંહે તેમના અધિકૃત ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરીને કહ્યું કે ચીની યુવા દેખી લેજો 2050 સુધી હવાને પૂરી રીતે સાફ કરનારી ટેકનોલોજી અમે શોધી લઇશું, અમેરિકન યુવાઓ જોઇ લેજો 2050 સુધી અમે મંગળ ગ્રહ પર રજા માણી રહ્યા હોઇશું. ભારતીય યુવાઓ હિંદુ ખતરામાં છે. હિંદુઓને એકત્રિત થવાની જરૂર છે. આ ધર્મ યુદ્ધ છે. અને હવે નહીં જાગ્યા તો 2050 સુધી હિંદુ ખતમ થઇ જશે.

બૉક્સર વિજેન્દ્ર સિંહના આ ટ્વિટ પર અલગ અલગ પ્રકારના કમેન્ટ સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેમના ટ્વિટને નાગરિકતા કાનૂન (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)થી જોડીને દેખી રહ્યા છે. @DeepshikhaPjos1 નામના હેન્ડલથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે મુસ્લિમ ભાઇઓ દેખજો CAA-NRCથી કોઇ નુક્શાન નથી...ચલો દેશના ભવિષ્ય માટે તેનું સ્વાગત કરીએ અને ધૂસણખોરોને ભગાવો.

તો કેટલાક યુઝર્સે વિજેન્દ્રના ટ્વિટને લઇને કોંગ્રેસ પર કમેન્ટ કરી છે. @dekchand નામના હેન્ડલથી લખવામાં આવ્યું છે કે આ જ્યારે કોંગ્રેસ મુસલમાન, મુસલમાન કરતી હતી ત્યારે હિંદુઓને એક થવું પડશે અને તેવું થવું જ જોઇએ. આ કોંગ્રેસની દેશ છે કે હિંદુઓની આ હાલત થઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે 2008માં બીઝિંગ ઓલ્મપિકમાં વિજેન્દ્ર સિંહે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. તે પછી 2015માં તેમણે ઇમેચ્યોર બૉક્સિંગ છોડી પ્રોફેશનલ સર્કિટમાં જવાનું વિચાર્યું. અને આ વચ્ચે કોંગ્રેસની ટિકિટ પર દક્ષિણ દિલ્હીમાં લોકસભાની ચૂંટણી પણ લડી. પણ આમાં તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.
First published: January 20, 2020
વધુ વાંચો
अगली ख़बर