નવી દિલ્હી : ઓલિમ્પિક પદક વિજેતા અને હરિયાણાનો બોક્સર વિજેન્દર સિંહ (Boxer Vijender Singh)હવે ખેડૂતોના આંદોલનમાં કુદી પડ્યો છે. દિલ્હીની (Delhi) સરહદો પર કૃષિ કાનૂનો (Farm Laws)સામે આંદોલન કરી રહેલા ખેડૂતોનો આજે 11મો દિવસ છે. વિજેન્દર સિંહે (Vijender Singh)સરકારની ચેતવણી આપી છે કે જો આ કાયદાને (Farmer Protest)પાછો લેવામાં નહીં આવે તો તે પોતાનો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પરત કરી દેશે. વિજેન્દર હરિયાણા-દિલ્હી બોર્ડર પર પહોંચ્યો છે. ગત લોકસભામાં તે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યો છે.
બોક્સર વિજેન્દરે કિસાનોના મંચથી કહ્યું કે જો સરકાર આ કાળા કાયદાને પાછો નહીં લે તો હું રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ પરત કરી દઈશ. વિજેન્દરને 2009માં રાજીવ ગાંધી ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યો હતો. બીજિંગ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર તે બીજો ભારતીય એથ્લેટ હતો. તેણે 2009માં વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2010માં કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ પણ વાંચો - નોઇડાથી દિલ્હી કૂચ પર નીકળ્યા ખેડૂતો, રોકવા માટે કાલિંદી કુંજમાં ભારે પોલીસ બળ તૈનાત
અત્યાર સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નથી. આ દરમિયાન કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ વિપક્ષ પર ખેડૂતોને ભડકાવવાનો આરોપ લગાવતા કહ્યું કે MSP આગળ પણ ચાલુ રહેશે, ખેડૂતોને કોઈની વાતમાં આવી જવાની જરૂર નથી. પીએમ મોદી જે કહે છે તેવું થાય છે. MSP વિશે લેખિત પણ આપી શકીએ છીએ.
Published by:Ashish Goyal
First published:December 06, 2020, 17:10 pm