Home /News /national-international /video:સાંઈબાબાની સામે માથું ઝુકાવ્યું અને પછી ઉઠ્યો જ નહીં, મંદિરમાં દર્શન કરવા આવેલા યુવકનું હાર્ટ અટેકથી મોત
video:સાંઈબાબાની સામે માથું ઝુકાવ્યું અને પછી ઉઠ્યો જ નહીં, મંદિરમાં દર્શન કરવા આવેલા યુવકનું હાર્ટ અટેકથી મોત
મંદિરમાં યુવકનું મોત
મધ્યપ્રદેશના કટનીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં મંદિરમાં જ એક યુવકનું મોત થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. યુવક સાંઈબાબાના મંદિરે દર્શન કરવા આવ્યો હતો. જ્યારે તે મંદિરમાં સાંઈબાબાની પ્રતિમા સામે માથું નમાવવા માટે નીચે ઝૂક્યો ત્યારે તે ફરી ઊઠી શક્યો નહીં. તે લાંબો સમય એ મુદ્રામાં બેસી રહ્યો. ત્યાં તેનું મૃત્યુ થયું હ
મધ્યપ્રદેશના કટનીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં મંદિરમાં જ એક યુવકનું મોત થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે. યુવક સાંઈબાબાના મંદિરે દર્શન કરવા આવ્યો હતો. જ્યારે તે મંદિરમાં સાંઈબાબાની પ્રતિમા સામે માથું નમાવવા માટે નીચે ઝૂક્યો ત્યારે તે ફરી ઊઠી શક્યો નહીં. તે લાંબો સમય એ મુદ્રામાં બેસી રહ્યો. ત્યાં તેનું મૃત્યુ થયું હતું.
આ સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. તેનો વીડિયો શનિવારે સામે આવ્યો હતો. સાંઈબાબાનું આ મંદિર કુથલા પોલીસ સ્ટેશન વિસ્તારના પહારુઆ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટમાં છે. મૃતકનું નામ રાકેશ મેહાની (42) છે, જે સંત નગરમાં રહેતો હતો. તે યુવક ગુરુવારે સાંજે સાંઈ મંદિરમાં દર્શન કરવા ગયો હતો.
વીડિયોમાં દેખાઈ છે કે તે યુવક પ્રતિમા પાસે માથું ઝૂકાવ્યું અને પછી તે ફરી ઊઠ્યો જ નહીં
રાકેશ મેહાની મંદિરના ગર્ભગૃહમાં સાંઈબાબાની પ્રતિમાની પ્રદક્ષિણા કરી હતી. પ્રદક્ષિણા કર્યા પછી સાંઈબાબાની સામે તે પોતાનું માથું ઝૂકાવીને બેઠો હતો. ઘણીવાર સુધી આ જ મુદ્રામાં બેસેલો જોઈને અને કોઈ જ પ્રકારની હલનચલ ન દેખાતા મંદિરના વ્યવસ્થાપક તેની પાસે આવ્યા હતા. તેને હલાવીને જોયું, પણ રાકેશે કોઈ રિસ્પોન્સ આપ્યો નહોતો. જેના પછી મંદિરના વ્યવસ્થાપકે રાકેશને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ડોક્ટરે જણાવ્યું- મોતનું કારણ હાર્ટએટેક હોય શકે
પરિવારજનોએ રાકેશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું નથી. જેના કારણે તેના મોતનું યોગ્ય કારણ જાણી શકાયું નથી. ડોક્ટર્સનું કહેવું છે કે હાર્ટએટેકથી મોત થયું હોય શકે છે.
દુકાન માલિકને કહ્યું હતું કે 'હમણાં આવું છું
રાકેશ દુકાનના માલિકને કહીને ગયો હતો કે તે થોડીવારમાં મંદરે દર્શન કરીને આવે છે. થોડીવાર પછી દુકાનના માલિકને માહિતી મળી કે રાકેશ મંદિરમાં બેભાન થઈ ગયો છે. આના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા.
ભાડાના મકાનમાં રહેતો હતો રાકેશ
મૃતક રાકેશ મેહાનીની આર્થિક સ્થિતિ સારી નહોતી. તે ભાડાના મકાનમાં રહેતો હતો. પરિવારનું ભરણપોષણ કરવા માટે તે એક મેડિકલની દુકાનમાં કામ કરતો હતો. રાકેશના લગ્ન થયા હતા, અને તેને એક નાનકડી પુત્રી પણ છે. રાકેશ સાંઈબાબાનો ભક્ત હતો. તે દર ગુરુવારે સાંઈ મંદિરમાં દર્શન કરવા જતો હતો. આ ગુરુવારે પણ તે દુકાનનું કામ પુરું કરીને સાંજે મંદિરે દર્શન કરવા ગયો હતો. જ્યાં તેનું મોત થયું હતું.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર