Home /News /national-international /

કાસગંજ હિંસા: પોલીસનો દાવો, ગોળીબારમાં અમને મારવાનો પ્રયત્ન કરાયો

કાસગંજ હિંસા: પોલીસનો દાવો, ગોળીબારમાં અમને મારવાનો પ્રયત્ન કરાયો

કાસગંજ હિંસા મામાલામાં નોંધાયેલ એફઆરઆઈ (FIR)માં દોવો કરવામાં આવ્યો છે કે હિંદુ અને મુસલમાનોની ભીડે એકબીજા સામે પથ્થરમારો કર્યો અને બંન્ને સમુદાયોએ એકબીજા પર ગોળીબાર પણ કર્યો. આ ઉપરાંત ભીડમાંથી કેટલાકે એવા પોલીસકર્મીઓને પણ મારવાનો પ્રયત્ન કર્યો કે જેમણે આ હિંસા દરમિયાન હસ્તક્ષેપ કર્યો.

કાસગંજ હિંસામાં 5 એફઆરઆઈ નોંધવામાં આવી છે. ન્યૂઝ 18ની પાસે આ FIRની કોપી છે.

હિંસામાં 3 FIR પોલીસે નોંધી છે. ચોથી FIR આ હિંસાના મૃતક 22 વર્ષના ચંદનના પિતાએ કરી છે. જ્યારે પાંચમી અને છેલ્લી FIR હિંસામાં ઘાયલ નાસિરના પરિવારે કરી છે. સ્થાનિક એસએચઓ એ આ FIRમાં લખ્યું છે કે 26 જાન્યુઆરીના જ્યારે હિંસા દરમિયાન પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તો આસપાસના લોકોએ તેમની પર ગોળીઓ ચલાવી હતી.

FIRમાં લખ્યું કે, એક સમુદાયે બીજા પર આરોપ લગાવ્યો કે તેમણે તિરંગાની રેલી દરમિયાન મુશ્કેલીઓ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. પોલીસે બંન્ને પક્ષોને શાંત કરવા પ્રયત્ન કર્યો પરંતુ કોઈએ કાંઈ સાંભળ્યું જ નહીં. બંન્ને સમુદાયે એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો. અમારી તરફ પણ પથ્થર ફેંક્યા અને ગોળીબારી શરૂ કરૂ દીધી.

FIRમાં એક નસરૂદ્દીન નામના વ્યક્તિનું નામ પણ લેવામાં આવ્યું હતું કે જે આર્મની સાથે લોકોને મારવા માટે ગોળીઓ ચલાવી રહ્યો હતો. તેમાં લખ્યું હતું કે લોકોમાં આતંકનો માહોલ હતો. લોકો ચારેબાજુ શહેરમાં ફરીને ગોળીઓ વર્ષાવી રહ્યાં હતાં. રસ્તા પરથી 10 બુલેટના સેલ્સ પણ મળ્યાં.

ચંદનના પિતા સુશીલ ગુપ્તાએ FIRમાં દાવો કર્યો કે જ્યારે તેમનો છોકરો તિરંગા માર્ચ કરી રહ્યો હતો તે વખતે કેટલાક મુસલમાનોએ તેમને રોકી લીધા. તેને મારવા માટે પહેલાથી જ મારવાનો પ્લાન નક્કી કરી દેવાયો હતો. મુસલમાનોએ 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા પણ લગાવ્યા અને જ્યારે ચંદને આ વાતનો વિરોધ કર્યો ત્યારે તેની પર ગોળીઓ વર્ષાવી.

કાસગંજમાં 26 જાન્યુઆરીની સવારે તે વખતે સાંપ્રદાયક હિંસા શરૂ થઈ જ્યારે અજાણ્યા લોકોએ પથ્થરમારો શરૂ કર્યો. આ યાત્રામાં વિશ્વ હિંદુ પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા સામેલ હતાં. હજી સુધી પોલીસે કાસગંજ હિંસામાં કથિત રીતે સામેલા લગભગ 100 લોકોની અટકાયત કરાઈ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Kasganj, Kasganj Violance

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन