લોકસભા ચૂંટણી 2019: શું કર્ણાટકમાં JDS સાથે હાથ મીલાવીને કોંગ્રેસે ખોદી પોતાની કબર?

રાહુલ ગાંધીની ફાઇલ તસીવર

શું કર્ણાટકમાં જનતા દળ સેક્યુલર (જેડીએસ) સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની રાજકીય પકડ ધીમી પડી રહી છે?

 • Share this:
  ડી.પી. સતીષ, ન્યૂઝ18ગુજરાતીઃ શું કર્ણાટકમાં જનતા દળ સેક્યુલર (જેડીએસ) સુપ્રીમો અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની રાજકીય પકડ ધીમી પડી રહી છે? ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યારની રાજકીય ખેંચતાણ જોઇને એું જ લાગી રહ્યું છે. કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનમાં હાલ તાજેતરમાં લોકસભા સીટોને લઇને વહેંચણી થઇ છે. રાજ્યમાં કુલ 28 લોકસભા સીટો છે. જેમાંથી 20 ઉપર કોંગ્રેસ અને 8 સીટો ઉપર જેડીએસ ચૂંટણી લડી રહી છે. પરંતુ જેડીએસને પોતાની સીટો માટે કોઇ ઉમેદવાર મળી નથી રહ્યા.

  કર્ણાટકમાં કોંગ્રેસની સાથે ગઠબંધન સરકાર ચલાવનારી જેડીએસની શરૂઆતમાં 28 લોકસભા સીટોમાંથી 12 સીટોની માંગ કરી હતી. વિધાનસભામાં 38 સીટો વાળી જેડીએસની આ માંગણી ઉપર કોંગ્રેસના અનેક નેતાઓને પરેશાાની થઇ હતી. ખાસકરીને ગૌડા વંશની પાર્ટી જેડીએસ આખા મૈસૂર વિસ્તારમાં માત્ર 6 જિલ્લામાં સમેટાઇને રહી ગઇ છે. ત્યારબાદ જેડીએસની સીટોનો મોલભાવ કરતા 10 સીટો ઉપર સમજૂતી થઇ હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છેવટે સમજી વિચારીને જેડીએસને 8 સીટો આપવા માટે રાજી થયા હતા.

  જેડીએસને તો લોકસભાની સીટો મેળવી લીધી છે પરંતુ અત્યારે તેની સામે ઉમેદવારીને લઇને સંકટ છે. આ 8 સીટો ઉપર જેડીએસ કોને ચૂંટણી મેદાનમાં ઊભા રાખે તે હજી સુધી નક્કી કરી શકી નથી. 8માંથી 5 સીટો ઉપર પાર્ટી પાસે કોઇ ઉમેદવાર નથી અને લોકસભા ચૂંટણી લડવા માટેનું કોઇ માળખું પણ નથી. જ્યારે ઉમેદવારી પત્ર દાખલ કરવા માટેની તારીખ પણ નજીક આવી રહી છે. આવી સ્થિતિમાં ગૌડાની પાર્ટીએ કોંગ્રેસ પાસે મદદ માંગી હતી. જેના પગલે કોંગ્રેસના ઉમેદવાર ઉધાર લઇ શકે. જેડીએસ પણ ઇચ્છે કે કોંગ્રેસના ઉમેદવારો તેમની પાર્ટીના ચિન્હ સાથે ચૂંટણી લડે.

  રાજ્યમાં જેડીએસ અને કોંગ્રેસ પછી બીજેપી ત્રીજા નંબરની પાર્ટી છે. કોંગ્રેસ નથી ઇચ્છતી કે જેડીએસની આ તકલિફનો સીધો ફાયદો બીજેપીને મળે. જો જેડીએસને પોતાના કોટાની સીટો માટે પોતાના ઉમેદવાર નહીં મળે તો આ સીટો બીજેપીના ખાતામાં જઇ શકે છે. એટલે ના ઇચ્છતા હોવા છતાં પણ કોંગ્રેસને જેડીએસના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે.

  2014ની લોકસભાની ચૂંટણીમાં બીજેપીને 17, કોંગ્રેસને 9 અને જેડીએસને બે સીટો ઉપર જીત મળી હતી. બેંગ્લોર નોર્થ, ઉડ્ડપી-ચિકમંગલુર અને ઉત્તર કન્નડ સીટો ઉપર હજી ભાજપની પકડ છે. એટલા માટે જેડીએસને નક્કી કહ્યું છે. આ સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવારોને પોતાના ચિન્હ સાથે મેદાનમાં ઉતારશે.
  Published by:ankit patel
  First published: