લંડનઃ એક નવા પ્રકારનો કોરોના વાયરસ (New Coronavirus) સામે આવ્યા બાદ બ્રિટન (UK)ના અનેક વિસ્તારોમાં સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ નવા કોરોના વાયરસને વધુ ફેલાતો રોકવા માટે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉનસન (Boris Johnson)એ દેશમાં લૉકડાઉન (New Covid lockdown in England)ની ઘોષણા કરી છે. આ પ્રારંભિક જેવા લૉકડાઉન જેવા કડક નિયમો સાથે લાગુ થશે અને સોમવાર રાતથી જ લાગુ કરી દેવામાં આવ્યું છે. મંગળવારથી સ્કૂલ, કૉલેજ અને યુનિવર્સિટી રિમોટ સ્ડડી માધ્યમથી જ ચાલશે.
બોરિસ જૉનસને આ ઘોષણાની સાથે જ લોકને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. લૉકડાઉનની ઘોષણાની સાથે હવે લોકોને ઘરની બહાર જવાનું લગભગ બંધ થઈ જશે અને માત્ર જરૂરી કામથી જ લોકો બહાર નીકળી શકશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ પ્રતિબંધ ફેબ્રુઆરી મધ્ય સુધી લાગુ રહી શકે છે. વડાપ્રધાન બોરિસ જૉનસને દેશને સંબોધિત કરતાં કહ્યું કે, જે રીતે સંક્રમણના કેસ વધી રહ્યા છે, એ સ્પષ્ટ થઈ ગયું છે કે આપણે વધુ મહેનત કરવાની જરૂર છે. તેથી આપણે દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરી દેવું જોઈએ.
UK PM Boris Johnson announces new Covid lockdown in England, with people told to stay at home and schools shut for most pupils from tomorrow https://t.co/Ls8aelzDwH
જોકે, બોરિસ જૉનસને એવું પણ કહ્યું કે લોકો જરૂરી કામો માટે બહાર જઈ શકે છે. જેમકે, જરૂરી સામાન, ઓફિસ જવા માટે જો વર્ક ફ્રોમ હોમ નહીં કરી શકતા હોય તો, એક્સસાઇઝ, મેડિકલ સહાયતા અને ઘરેલુ હિંસાથી બચવા માટે બહાર જઈ શકે છે.
વડાપ્રધાન બોરિસ જૉનસને બ્રિટનના ચીફ મેડિકલ ઓફિસર્સને સૂચન કર્યું કે દેશમાં કોવિડ એલર્ટ લેવલ-પાંચ પર કરી દેવું જોઈએ. તેનો અર્થ એ છે કે જો તાત્કાલિક એક્શન નહીં લેવામાં આવે તો એનએનએસની ક્ષમતાથી વધુ કેસ સામે આવી શકે છે. તેઓએ જણાવ્યું કે બ્રિટનમાં વેક્સીનેશનનો સૌથી મોટો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે અને બાકી યૂરોપની તુલનામાં લોકોને વેક્સીન આપવામાં આવી ચૂકી છે.
બોરિસ જૉનસને કહ્યું કે, વેક્સીનેશનની કાર્યવાહીમાં ઝડપ જોવા મળી રહી છે. તેનું કારણ ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સીન છે, જેનું વેક્સીનેશન આજથી જ શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાને કહ્યું ક , જો બધું ઠીક રહ્યું તો ફેબ્રુઆરીના મધ્ય સુધી સરકારને આશા છે કે ચાર પ્રાથમિકતાવાળા સમૂહોમાં તમામને વેક્સીન મળી જશે. તેઓએ કહ્યું કે, આ સમૂહોમાં અમે તમામને વેક્સીન આપવામાં સફળ રહ્યા તો એક મોટી જનસંખ્યાને વાયરસના રસ્તેથી હટાવી શકીશું. નોંધનીય છે કે બ્રિટનમાં ફાઇઝર અને ઓક્સફર્ડ વેક્સીન માટે ઇમરજન્સી વેક્સીનેશનનું કામ પહેલા જ શરૂ કરવામાં આવ્યું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર