બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ

કોરોના વાયરસ પોઝિટિવ આવા ઇંગ્લેન્ડના પીએમ સેલ્ફ આઈસોલેશનમાં ચાલ્યા ગયા છે

 • Share this:
  લંડન : બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનો કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા પછી બ્રિટનને બીજો એક મોટો ઝટકો લાગ્યો છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન (Boris Johnson) કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  આ પણ વાંચો - G-20 સમિટ : PM મોદીએ કહ્યું -માનવતા પર કેન્દ્રીત થાય વૈશ્વિકરણ, WHOને કરવું પડશે મજબૂત

  બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને (Boris Johnson Covid 19) ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે તેનામાં કોરોના વાયરસના હળવા લક્ષણો સામે આવ્યા છે. જેમાં તાવ અને ઉધરસ સામેલ છે. આ છેલ્લા 24 કલાકથી છે. ચીફ મેડિકલ ઓફિસરના કહેવાથી તેમણે ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે.

  બોરિસ જોન્સને જાણકારી આપી તે તે આઈસોલેશનમાં જઈ રહ્યા છે. સાથે તે વર્ક ફ્રોમ હોમ કરશે. તેમણે કહ્યું હતું કે તે પોતાના ઘરેથી જ સરકારી કામ વીડિયો કોન્ફરસ દ્વારા કરશે.

  બ્રિટનમાં અત્યાર સુધી 12 હજાર લોકો કોરોનાની ચપેટમાં છે. 578 લોકોના મોત થયા છે. બ્રિટન એ યૂરોપિય દેશોમાં સામેલ છે જેણે લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉન પછી એવી આશા હતી કે દેશમાં કોવિડ 19 નિયંત્રણમાં આવી જશે પણ એક દિવસમાં 100થી વધારે મોતના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે.
  Published by:News18 Gujarati
  First published:March 27, 2020, 17:09 pm

  ટૉપ ન્યૂઝ