#Exclusive : 'સીમા વિવાદ પર રાજનીતિ ન કરો, ચીન સાથે વાતચીત ચાલુ છે' : રાજનાથ

News18 Gujarati
Updated: June 2, 2020, 6:06 PM IST
#Exclusive : 'સીમા વિવાદ પર રાજનીતિ ન કરો, ચીન સાથે વાતચીત ચાલુ છે' : રાજનાથ
રાજનાથ સિંહ

દુનિયાની કોઇ પણ તાકાત ભારતને તોડી નથી શકે - રક્ષામંત્રી રાજનાથ

  • Share this:
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh)એ ચીન (China), નેપાળ (Nepal) સાથે સીમા વિવાદ (India China Land Dispute) પર રાજનીતિ ન કરવાની વાત કહી છે. તેમણે કહ્યું કે સીમા સુરક્ષા દરેક ભારતીયથી જોડાયેલો મુદ્દો છે. રક્ષામંત્રી વધુમાં જણાવ્યું કે ચીન સાથે અમારી વાતચીત ચાલી રહી છે. માટે આ મામલે અમે કોઇ વાત નહીં કરીએ. અમારી પાસે ચીનથી મુદ્દા હલ કરવા માટે મેકેનિઝ્મ છે. માટે અમે તે જ હિસાબતી આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

નેપાળ સાથે પણ જે સીમા વિવાદ ચાલી રહ્યો છે તે પર રાજનાથ સિંહે કહ્યું કે નેપાળને અમે અમારા નાના ભાઇ જેવો માનીએ છીએ. એક ઘરમાં બે ભાઇઓ વચ્ચે વિવાદ થાય, તો કંઇ સંબંધો ના તોડાય.રક્ષામંત્રી રાજનાથ સિંહે પીઓકેને લઇને કહ્યું કે ભારતની સંસદમાં અનેક વાર આ મામલે પ્રસ્તાવ રજૂ કરવામાં આવી ચૂકયો છે કે પાક અધિકૃત કાશ્મીરને ભારતમાં સામેલ કરો. પાક અધિકૃત કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. આ મામલે આપણે રાહ જોવી જોઇએ. રક્ષામંત્રીએ પુલવામા 2નું કાવતરું રચનાર પાકિસ્તાર મામલે કહ્યું કે પાકિસ્તાર પોતાના કાવતરાઓથી ઉપર નથી આવી રહ્યું પણ આ મામલે આપણા જવાનો તેમને બરાબરનો જવાબ આપી રહ્યા છે.

રક્ષામંત્રી કહ્યું કે પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંધન કરી તથા આંતકીઓને મોકલીને ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પણ આપણે તેને બરાબરનો જવાબ આપીએ છીએ. રાજનાથ સિંહે કહ્યું કે દુનિયાની કોઇ પણ તાકાત ભારતને અસ્થિર કે તોડી નથી શકતી. જે પણ તેવું કરશે ભારત તેનો જવાબ આપશે.

કોરોના વાયરસ પર રાજનાથે કહ્યું કે તે એક વૈશ્વિક બીમારી છે. અને તમામ દેશોએ સાથે મળીને તેનો સામનો કરવો જોઇએ. જો કે કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે પાકિસ્તાન કોઇ રીતનો ફાયદો ઉઠાવશે કે કેમ તે સવાલના જવાબમાં રાજનાથે કહ્યું કે જો કોઇ આવું કરશે તો તેને મુંહતોડ જવાબ મળશે.

વળી ભારતની આંતરિક સુરક્ષાને તોડવાના પાકિસ્તાનના પ્રયાસો પર રાજનાથે કહ્યું કે પાકિસ્તાન સતત આતંકવાદીઓને મોકલવાનો પ્રયાસ કરે છે. પણ અમે પણ તેનો જવાબ આપી રહ્યા છીએ. વધુમાં તેમણે કહ્યું કે ભારતની છબી બગાડવા માટે ઇસ્લામોફોબિયા જેવી વાતો કરનારને હું કહેવા માંગીશ કે ભારતમાં જન્મેલો દરેક ધર્મનો વ્યક્તિ ભારતીય છે. અને તેને કોઇનાથી ડરવાની જરૂર નથી.

ચીન સાથે વિવાદ પર અમેરિકા રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે આપેલા નિવેદન પર રાજનાથે કહ્યું કે ભારત ચીન સાથે વાતચીત કરી રહ્યું છે. અને ભારત કોઇની સામે ઝૂકવાનું નથી. ભારત કોઇની સામે કદી નતમસ્તક ના થયું છે ના થશે. ભારતના પગલાંથી પાકિસ્તાન હચમચી ગયું છે તે સવાલના જવાબમાં રાજનાથે કહ્યું કે પાકિસ્તાન ભારતના પગલાં અંગે ખુશ થવું જોઇએ કે તેમના પડોશમાં કડક નિર્ણય લેનારી મજૂબત નેતૃત્વવાળી સરકાર છે. કોંગ્રેસ પર રાજનાથે કહ્યું કે કોંગ્રેસના લોકો અમને મજૂરોની મદદ કરવા માટે કહે છે ત્યારે તેમને પોતાને વિચારવું જોઇએ કે આટલા વર્ષો દેશની સરકાર ચલાવી તેમ છતાં દેશના લોકોની સ્થિતિ આટલી ખરાબ કેમ છે? કોંગ્રેસ પાર્ટીએ લોકોને ગરીબીમાં નાંખ્યા છે.

રક્ષા મંત્રીએ કહ્યું કે અમારી સરકારે કોરોના વાયરસના સમયે ગરીબોને મદદ કરી છે અને તેમને ભોજપ પણ પુરું પાડ્યું છે. રાજનાથ સિંહ કહ્યું કે અમે લોકડાઉન પણ જલ્દીમાં નહતું લગાયું અને અનલોક પણ જલ્દીમાં નહીં જ લગાવીએ. અમે અનલોક 1ને લઇને પૂરી રીતે તૈયાર છીએ. સીએએ અને નાગરિકતા કાનૂનને લઇને રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે કોઇ પણ મુસ્લિમ વ્યક્તિની આ કારણે નાગરિકતા નહીં જાય.
First published: June 2, 2020, 6:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading