ભારતમાં આપવામાં આવશે કોરોના રસીનો બૂસ્ટર ડોઝ? જાણો ICMR પ્રમુખે શું કહ્યું

ભારતમાં બુસ્ટર ડોઝ આપવા માટે ચર્ચાઓ ચાલી રહી છે. (ફાઈલ તસવીર)

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ સાયન્સ (ICMR)ના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવે સોમવારે જણાવ્યું હતું કે એન્ટિ-કોરોના રસીનો (anti-Corona vaccine) બૂસ્ટર ડોઝ આપવાની જરૂરિયાતને સમર્થન આપતા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તેમણે એમ પણ કહ્યું કે સરકારની પ્રાથમિકતા એ છે કે હાલમાં રસીનો બીજો ડોઝ (Second Dose) વયસ્કોને આપવામાં આવશે.

  • Share this:
    નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ સાયન્સ (ICMR)ના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવે સોમવારે જણાવ્યું હતું કે, એન્ટિ-કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ (anti-Corona vaccine) આપવાની જરૂરિયાતને સમર્થન આપતા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. તેમણે એમ પણ કહ્યું કે, સરકારની પ્રાથમિકતા એ છે કે, હાલમાં રસીનો બીજો ડોઝ પુખ્ત વયના લોકોને આપવામાં આવશે. રસીકરણ અભિયાન હજુ ઘણા વિસ્તારોમાં ચલાવવાનું બાકી છે અને દૂરના વિસ્તારોમાં પણ રસી વિશે જાગૃતિ લાવવાની રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં ઇમ્યુનાઇઝેશન પર નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ (NTAGI)ની આગામી બેઠકમાં બૂસ્ટર ડોઝ (Covid-19 Booster Shot) વિશે ચર્ચા થઈ શકે છે.

    ભાર્ગવે 'પીટીઆઈ-ભાષા'ને જણાવ્યું હતું કે, અત્યારે સરકારની પ્રાથમિકતા સમગ્ર પુખ્તવયના લોકોને રસીનો બીજો ડોઝ આપવા અને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રસીકરણની ખાતરી કરવાની છે. મહત્વનું છે કે, કોવિડ સામે બૂસ્ટર ડોઝની જરૂરિયાતને સમર્થન આપવા માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી, તેમણે કહ્યું. બૂસ્ટર ડોઝનું સંચાલન કરવાની સંભાવના અંગે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં કહ્યું હતું કે, રસીઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને લક્ષ્‍યાંક વસ્તીને રસીના બંને ડોઝ આપવાનો છે. તેમણે કહ્યું હતું કે, બૂસ્ટર ડોઝ પર નિર્ણય નિષ્ણાતોની ભલામણના આધારે લેવામાં આવશે.

    આ પણ વાંચો: પોલીસની ઉદારતા, રસોઇયાના પુત્રી-પુત્રના લગ્નમાં પોલીસના સ્ટાફે 5.21 લાખ રૂપિયાનું મામેરું

    મંત્રીએ કહ્યું હતું કે, 'સરકાર આવા મામલામાં સીધો નિર્ણય લઈ શકે નહીં. જ્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને એક્સપર્ટ ટીમ કહે છે કે, બૂસ્ટર ડોઝ આપવો જોઈએ તો અમે તેના પર વિચાર કરીશું. તેમણે એમ પણ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા નિષ્ણાતોના અભિપ્રાય પર આધાર રાખે છે, પછી તે રસી સંશોધન, ઉત્પાદન અથવા મંજૂરી હોય.

    આ પણ વાંચો: ઇન્દોર સતત પાંચમી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર, ગુજરાતનું આ શહેર બીજા સ્થાને

    ભારતની 82 ટકા વસ્તીએ લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ 

    અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતમાં લગભગ 82 ટકા વસ્તીએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે, જ્યારે લગભગ 43 ટકા વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ ડેટા અનુસાર, દેશમાં એન્ટી-કોવિડ રસીના કુલ 116.87 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
    Published by:kuldipsinh barot
    First published: