નોઈડાઃ સામાન્ય રીતે અત્યારે ઓનલાઈ છેતરપિંડીના (Online fraud) કિસ્સા છાસવારે બનતા રહે છે. અને આના પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળે છે. લોકો દરેક પ્રકારની સેવાઓ માટે ઓનલાઈન બૂકિંગ અને પેમેન્ટ (Online payment) કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આવી સ્થિતિનો લાભ લઈને ગઠિયાઓ લોકોને લાખો રૂપિયાનો ચુનો લગાડતા હોય છે. આવો જ એક કિસ્સો મહિલા ડોક્ટર (lady doctor) સાથે બન્યો છે. જેમની સાથે ઓનલાઈન કેબ બૂક કરાવવાના નામ પર 1 લાખ રૂપિયાની ઠગાઈ થઈ હતી.
મળતી માહિતી પ્રમાણે ગ્રેટર નોઈડ (Noida) વેસ્ટ ગૌરી સિટી સોસાયટીમાં રહેતી મહિલા ડોક્ટર પાસેથી સાઈબર ગઠિયાએ એક લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. મહિલાએ ગૂગલથી સર્ચ કરીને કેબ બુક કરવા માટે ટોલ ફ્રી નંબર ઉપર કોલ કર્યો હતો.
આરોપ છે કે ઠગે ઇન્ટરનેટ થકી ડોક્ટરનો ફોન નંબર લીધો હતો અને મહિલાને કોલબેક કર્યો હતો. મહિલા પાસે ઓનલાઈન ભાડું જમા કરવાનું કહ્યું હતું. આરોપીઓએ એક એપ પણ મહિલા ડોક્ટર પાસે ડાઉનલોડ કરાવી હતી.
આ પણ વાંચોઃ-સુરતઃ 'મારા મોત બાદ ઇન્સાફ અપાવજો' દિવાલ ઉપર કારણ લખી પતિનો આપઘાત, માથાભારે પત્નીના ત્રાસથી કંટાળી યુવકે ફાંસો ખાધો
ત્યારબાદ આરોપીએ મહિલાના ખાતામાંતી એક લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. મહિલા ડોક્ટરે આ અંગે બિસરખ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે તપાસ શરું કરી છે.
આ પણ વાંચોઃ-વિચિત્ર ઘટના! લગ્ન બાદ સાસરી જવા માટે કારમાં બેઠી હતી દુલ્હન, પછી એવું થયું કે દલ્હન લીધા વગર પાછી ફરી જાન
આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! સુરતઃ 'તું મારી સાથે સંબંધ નહી રાખે તો હું તને બદનામ કરી દઈશ', બે સંતાનની માતા પર પુર્વ મકાન માલિકનું દુષ્કર્મ
ડોક્ટરે નોંધાવેલી ફરિયાદના પ્રમાણે તેઓ નોઈડાની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. અને તેઓ છાસવારે કેબ થકી હોસ્પિટલ આવે છે. આ વખતે તેમણે ગૂગલમાંથી કેબ કંપનીનો ટોલફ્રી નંબર મેળવ્યો હતો. અને તેના ઉપર કોલ કર્યો હતો.
ફોન ઉપર તેમણે મનિષ શર્મા નામના વ્યક્તિ સાથે વાત કરી હતી. મહિલા ડોક્ટરને ઓનલાઈન પેમેન્ટ કરવા માટે એક એપ્લિકેશનની લિંક મોકલી હતી અને અને મહિલા ડોક્ટરે એપ ડાઉનલોડ કરી હતી. આમ ઠગે લિંક દ્વારા મહિલાના એકાઉન્ટમાંતી એક લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.