Home /News /national-international /વિવાહીત મહિલાને ઘરકામ માટે કહેવું તે ક્રૂરતા નથી, જો કામ કરવામાં કંટાળો આવે તો, લગ્ન પહેલા સ્પષ્ટ કરવું જોઈએ-હાઈકોર્ટ
વિવાહીત મહિલાને ઘરકામ માટે કહેવું તે ક્રૂરતા નથી, જો કામ કરવામાં કંટાળો આવે તો, લગ્ન પહેલા સ્પષ્ટ કરવું જોઈએ-હાઈકોર્ટ
bombay high court
જો એક વિવાહીત મહિલાને કહેવામાં આવે કે, તે પરિવાર માટે ઘરેલૂ કામ કરે, તો તેની સરખામણી ઘરેલૂ કામવાળીના કામ સાથે ન કરી શકાય, તેને ક્રૂરતા માની શકાય નહીં.
મુંબઈ: જો એક વિવાહીત મહિલાને કહેવામાં આવે કે, તે પરિવાર માટે ઘરેલૂ કામ કરે, તો તેની સરખામણી ઘરેલૂ કામવાળીના કામ સાથે ન કરી શકાય, તેને ક્રૂરતા માની શકાય નહીં. મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ પીઠે એક મહિલા તરફથી નોંધાયેલ કેસ પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. મહિલાએ અલગ રહેતા પતિ અને તેના માતા-પિતા પર ઘરેલૂ હિંસા અને ક્રૂરતા અંતર્ગત મામલો નોંધાવ્યો હતો. જેને ઉચ્ચ ન્યાયાલયે રદ કરી દીધો હતો.
ન્યાયમૂર્તિ વિભા કાંકનવાડી અને ન્યાયમૂર્તિ રાજેશ પાટીલની ખંડપીઠે 21 ઓક્ટોબરના રોજ તે વ્યક્તિ અને તેના માતા-પિતા વિરુદ્ધ નોંઘાયેલી ફરિયાદને રદ કરી દીધી હતી. મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, લગ્ન બાદ એક મહિના સુધી તેણે તેની સાથે સારો વ્યવહાર કર્યો, પણ ત્યાર બાદ તેની સાથે ઘરેલૂ સહાયિકા જેવો વ્યવહાર કરવા લાગ્યા, તેણે એવો પણ આરોપ લગાવ્યો કે, તેનો પતિ અને તેના સાસુ સસરાએ લગ્નના એક મહિના બાદ ફોર વ્હીલર ગાડી ખરીદવા માટે ચાર લાખ રૂપિયા માગવાનું શરુ કરી દીધું. તેમણે પોતાની ફરિયાદમાં આવી માગને લઈને તેના પતિએ તેને માનસિક અને શારીરિક રીતે પ્રતાડિત કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.
હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, મહિલાએ ફક્ત એટલું જ કહ્યું કે, તેને પ્રતાડિત કરવામાં આવી, પણ તેને આવા પ્રકારના કોઈ ખાસ કૃત્યનો અરજીમાં ઉલ્લેખ કર્યો નથી. કોર્ટે કહ્યું કે, જો વિવાહીત મહિલાને ઘરનું કામ કરવા માટે કહેવામાં આવે છે, તો તેની સરખામણી કામવાળી સાથે થતી નથી. કોર્ટ અનુસાર, જો મહિલાને ઘર કામ કરવામાં રસ નથી, તો તેણે આ વાત લગ્ન પહેલા સ્પષ્ટ કરી દેવી જોઈએ. જેથી પતિ અને પત્ની બનતા પહેલા લગ્ન કરવા પર ફેરવિચારણ કરી શકે. કોર્ટના જણાવ્યા અનુસાર, જો મહિલા વિવાહ બાદ કહે છે કે, તે ઘર કામ નથી કરવા માગતી, તો સાસરિયાવાળાઓએ તેનો નિરાકરણ ફટાફટ લાવી દેવું જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર