26/11ના આતંકી હુમલાની વરસી પહેલા જ મુંબઈને ઉડાવવાની મળી ધમકી, સુરક્ષા વ્યવસ્થામાં વધારો

આ ધમકી મળ્યા બાદ મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

આ ધમકી મળ્યા બાદ મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

  • Share this:
    મુંબઈ: શનિવારે બોમ્બ બ્લાસ્ટની માહિતી મળતા મુંબઈ પોલીસમાં (Mumbai Police) ખળભળાટ મચી ગયો હતો. મુંબઈ પોલીસને આ માહિતી એવા સમયે મળી હતી જ્યારે મહારાષ્ટ્રના (Maharashtra) ઘણા શહેરોમાં હિંસા પહેલેથી ભડકેલી છે. મુંબઈ રેલ્વે પોલીસ કમિશનર કૈસર ખાલિદે જણાવ્યું હતું કે, બાંદ્રા રેલ્વે પોલીસ સ્ટેશનમાં (Bandra Railway Police Station) સંભવિત બોમ્બ હુમલા (Bomb Threat in Mumbai) અંગે ફોન કોલ આવ્યો હતો. જે બાદ મુંબઈમાં (Terror Threat in Mumbai) મોટાભાગની જગ્યાઓ પર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

    રેલવે પોલીસ કમિશનર ખાલિદે કહ્યું કે, ફોનમાં મળેલી આ માહિતી દેશની અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે શેર કરવામાં આવી છે અને અમે પણ આ મામલે તપાસ કરી રહ્યા છીએ. અધિકારીએ કહ્યું કે, જેણે પોલીસ સ્ટેશનને ફોન કર્યો તેનો સંપર્ક કરવામાં આવ્યો છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વ્યક્તિએ આખા શહેરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે.

    પોલીસે કહ્યું- ગભરાવાની જરૂર નથી

    સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મુંબઈ રેલ્વે પોલીસને આ ધમકી 26/11ની વરસીના 13 દિવસ પહેલા જ મળી છે. જોકે, આ ધમકી મળ્યા બાદ મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સ્ટેશન પર રોકાતી ટ્રેનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ફોન બાદ પોલીસ ઘણી તકેદારી રાખી રહી છે. જોકે, પોલીસ અધિકારીએ ખાતરી આપી છે કે, આનાથી કોઈએ ગભરાવાની જરૂર નથી.

    આ પણ વાંચો - કેરળમાં ભારે વરસાદના કારણે સ્થિતિ વણસી, IMDએ 6 જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' કર્યુ જારી

    ડીઆરએમને પત્ર લખીને ધમકી આપી હતી

    દેશના આર્થિક શહેર મુંબઈમાં 2008માં થયેલા આતંકવાદી હુમલાની વરસી હોવાથી અગાઉ મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત હતી, પરંતુ હવે મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે પોલીસ તમામ સ્થળે શોધખોળ કરી રહી છે. આ પહેલા હરિયાણાના અંબાલા અને ચંદીગઢ રેલવે સ્ટેશનને પણ ફોન પર ધમકી આપવામાં આવી હતી. જો કે, અહીં એક વ્યક્તિ, પોતાને લશ્કર-એ-તૈયબાનો માણસ ગણાવતા, ડીઆરએમને પત્ર લખીને બોમ્બથી વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી.

    આ પણ વાંચો - મહારાષ્ટ્ર : ગઢચિરોલીમાં પોલીસે 26 નક્સલવાદીઓને ઠાર કર્યા, ભીમા કોરેગાંવનો આરોપી પણ માર્યો ગયો હોવાના સમાચાર

    મુંબઈ પોલીસે એલર્ટ જાહેર કર્યું હતુ

    તમને જણાવી દઈએ કે, હાલમાં જ લગભગ એક અઠવાડિયા પહેલા મુંબઈ પોલીસે એલર્ટ જાહેર કર્યું હતું. જ્યારે એક ટેક્સી ડ્રાઈવરે પોલીસને કહ્યું હતું કે, વેગનોર કારમાં કેટલાક લોકો છે અને તેઓ તેને મુકેશ અંબાણીના ઘર માટે પૂછી રહ્યા છે. ડ્રાઈવરે પોલીસને એમ પણ કહ્યું કે, તેમની પાસે ઘણી બેગ પણ હતી.
    Published by:Kaushal Pancholi
    First published: