ફિલિપાઇન્સમાં કેથોલિક કેથેડ્રલની બહાર બે બોમ્બ બ્લાસ્ટ, 19નાં મોત, 48 ઘાયલ

News18 Gujarati
Updated: January 27, 2019, 4:32 PM IST
ફિલિપાઇન્સમાં કેથોલિક કેથેડ્રલની બહાર બે બોમ્બ બ્લાસ્ટ, 19નાં મોત, 48 ઘાયલ
પ્રતીકાત્મક તસવીર

જોલો આઇલેન્ડ પર ઘણા દિવસોથી અબૂ સય્યક મિલિટન્ટ ગ્રુપની ઉપસ્થિતિ છે જેના કારણે ત્યાં બોમ્બ બ્લાસ્ટ, અપહરણ જેવી પ્રવૃત્તિઓ થઈ રહી છે

  • Share this:
દક્ષિણ ફિલિપાઇન્સમાં એક રોમન કેથોલિક કેથેડ્રલની બહાર રવિવારે બે બોમ્બ બ્લાસ્ટ થયા જેમાં લગભગ 19 લોકોનાં મોત થયા છે અને લગભગ 48 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં મુસ્લિમ ચરમપંથી ગ્રુપ સક્રિય છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે પહેલો બોમ્બ સુલુ પ્રાંતની રાજધાનીમાં જોલો કેથેડ્રલની બહાર ફાટ્યો જેની થોડી વાર બાદ કમ્પાઉન્ડમાં બીજો બોમ્બ બ્લાસ્ટ થયો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટોમાં કેથેડ્રલની બહાર ગલીમાં લોકોની લાશો અને કાટકાળ વિખેરાયેલો જોવા મળી રહ્યો છે. સુરક્ષાકર્મીઓએ મુખ્ય રસ્તાને બ્લોક કરી દીધો છે અને ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.

રક્ષા સચિવ ડેલ્ફિન લોરેંજાનાએ કહ્યું કે, મેં તમામ સુરક્ષાકર્મીઓને કહી દીધું છે કે એલર્ટનું સ્તર વધારી દેવામાં આવે અને તમામ પૂજાના સ્થાનો અને સાર્વજનિક સ્થળનો સુરક્ષાની વ્યવસ્થા કરી દેવામાં આવે.

આ પણ વાંચો, બ્રાઝીલમાં ડેમ ધસી પડતા તબાહી, ઓછામાં ઓછા 40નાં મોત, 300 લોકો ગુમ

જોલો આઇલેન્ડ પર ઘણા દિવસોથી અબૂ સય્યક મિલિટન્ટ ગ્રુપની ઉપસ્થિતિ છે જેના કારણે ત્યાં બોમ્બ બ્લાસ્ટ, અપહરણ જેવી પ્રવૃત્તિઓ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ફિલિપાઇન્સે આ સંગઠનોને બ્લેક લિસ્ટ કર્યા છે. જોકે, હજુ સુધી કોઈએ પણ આ ઘટનાની જવાબદારી નથી લીધી.
First published: January 27, 2019, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading