UNSCમાં હારનો બદલો પ્રિયંકા ચોપડા પાસે લેવા માંગે છે પાકિસ્તાન!
પ્રિયંકા ચોપડા - ફાઈલ ફોટો
પાકિસ્તાનમાં પ્રિયંકા ગાંધી પર ઘણા પ્રશ્ન ઉભા કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, પ્રિયંકા ચોપડા વિરુદ્ધ પાકિસ્તાન સરકારના મંત્રી યૂએન સુધી પહોંચી ગયા છે
અભિનેત્રી પ્રિયંકા ચોપડા જેને ઈન્ટરનેશનલ સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે. તેના ફેન બોલિવુડથી લઈ હોલિવુડ સુધી છે. પરંતુ, છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાનમાં પ્રિયંકા ગાંધી પર ઘણા પ્રશ્ન ઉભા કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, પ્રિયંકા ચોપડા વિરુદ્ધ પાકિસ્તાન સરકારના મંત્રી યૂએન સુધી પહોંચી ગયા છે. પાકિસ્તાન તરફથી પ્રિયંકા ચોપડાને યૂએનની ગુડવિલ એમ્બેસેડર ફોર પીસના પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ બધી બબાલ તેમના એક ટ્વીટના કારણે થઈ છે, જે પ્રિયંકાએ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ દરમિયાન કર્યું હતું.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની કેબિનેટમાં માનવાધિકાર મંત્રી ડોક્ટર શિરીન એમ મજારીએ યૂનિસેફના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરને પત્ર લખ્યો છે. આ પત્રમાં પ્રિયંકા ચોપડાને યૂએનના ગુડવિલ એમ્બેસેડર ફોર પીસના પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. આ લેટરમાં શિરીન માજરીએ લખ્યું છે કે, પ્રિયંકા ચોપડાને યૂએનની ગુડવિલ એમ્બેસેડર બનાવવામાં આવી છે. ભારતના ભાગના કાશ્મીરમાં જે કઈ થયું છે તે, મોદી સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સમ્મેલનોનું ઉલ્લંઘન કરવાના કારણે બન્યું છે અને પ્રિયંકા આવી વાતને સપોર્ટ કરતા દેખાઈ રહી છે.
અહીં જુઓ શિરીનનું ટ્વીટ -
Sent letter to UNICEF chief regarding UN Goodwill Ambassador for Peace Ms Chopra pic.twitter.com/PQ3vwYjTVz
તેમનું કહેવું છે કે, એક્ટ્રેસે ભારતના રક્ષા મંત્રી દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી ન્યૂક્લિયરની ધમકીને સપોર્ટ કર્યું છે. શિરીનનું માનવું છે કે, ભારતની બીજેપી સરકાર પૂરી રીતે નાજિયોના પગલે ચાલી રહી છે અને પ્રિયંકા ચોપડાએ સાર્વજનિક રીતે ભારત સરકારની હાલની પરિસ્થિતિને એન્ડોર્સ કરી છે. આ બધુ શાંતી અને સદભાવનાના સિદ્ધાંત વિરુદ્ધનું છે. જો પ્રિયંકાને ઝડપીમાં-ઝડપી આ પદ પરથી ન હટાવવામાં આવે તો, વૈશ્વિક સ્તર પર યૂએન ગુડવિલ એમ્બેસેડરને જ હાસ્યાસ્પદ બનાવી દેશે.
પ્રિયંકા ચોપડા પર લગાવાયા આવા આરોપ
આ પહેલા 10 ઓગસ્ટના રોજ એક ઈવેન્ટમાં પ્રિયંકાને પ્રશ્ન પૂછતા એક પાકિસ્તાની છોકરીએ તેમના ટ્વીટની વાત કરી, જેમાં પ્રિયંકાએ ભારતીય સેનાને સલામ કરતા તેમના વખાણ કર્યા હતા. આ છોકરીનું કહેવું હતું કે, યૂનાઈટેડ નેશન્સ ગુડવિલ એમ્બેસેડર હોવા છતા તેમણે એક રીતે પાકિસ્તાનમાં ન્યૂક્લિયર વોરને ભડકાવી છે. તેજ સમયે પ્રિયંકાએ આ છોકરીને જડબાતોડ જવાબ આપી છોકરીને શાંત કરી દીધી હતી. હવે આ મામલો પાકિસ્તાનમાં વિવાદ પકડી રહ્યો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર